SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ ધન્ય ધરા * . એવું સ્ટાન્ડર્ડ અને નિયમિત સામયિક છે. “ભાષાસેતુ'નું પ્રકાશન હિન્દી સાહિત્ય પરિષદ, અમદાવાદ કરે છે અને તેના આદ્યતંત્રી વિદ્ધતુવર્ય ડૉ. અંબાશંકર નાગર છે. આ બન્ને ઉત્તમ સામયિકોમાં સ્તરીય વિવેચન, લેખો, કહાનીઓ, લઘુકથા, હાઇકુ, ગઝલો, કાવ્યાસ્વાદો પ્રકાશિત થતાં રહે છે. બન્ને સામયિકોનાં સંપાદકીય લેખો વિચારોત્તેજક અને સાહિત્યજગતના સાંપ્રત પ્રવાહોનું સુંદર આલેખન કરે છે. આ બન્નેમાં પ્રકાશિત થતી સ્તરીય સામગ્રીના આધારે ગુજરાતના હિન્દી સાહિત્યનો ઇતિહાસ સમ્યક રીતે લખી શકાય એમ છે. ડૉ. માયાપ્રકાશ પાંડેય દ્વારા “રચનાકર્મ' નામનું વિવેચનાત્મક અને સર્જનાત્મક ત્રિમાસિક નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. અમદાવાદથી દહલીજ', “ખબરી', વડોદરાથી ડો. રચના નિગમ દ્વારા સંપાદિત “અખિલ ભારતીય નારી અસ્મિતા'–તેના સુંદર વિશેષાંકો સાથે પ્રકાશિત થાય છે. સુરતથી ‘તાપ્તિલોક' અને સૂર્યદીન યાદવ દ્વારા અનિયતકાલિક “સાહિત્ય-પરિવાર પ્રકાશિત થઈ રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય દૈનિક અખબારોમાં રાજસ્થાન પત્રિકા', “ગુજરાત વૈભવ', “લોકજ' ઉલ્લેખનીય છે. ગુજરાતના આ હિન્દી સાહિત્યકારોએ માધ્યમિક પાઠ્યપુસ્તકમંડળ-ગુજરાત રાજ્ય માટે પાઠ્યપુસ્તકો લખ્યાં છે, એટલું જ નહીં સર્જન-સંપાદનની સાથે સાથે હિન્દી ભાષા અને સાહિત્યના વ્યાપક અધ્યયન અને અધ્યાપન માટે ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ અને આ પ્રત્યેકની પ્રાંતીય એજન્સીઓ દ્વારા ગામડે ગામડે વિવિધ હિન્દી પરીક્ષાઓનું નેટવર્ક ઊભું કરી હિન્દીને સાચી સંપર્ક ભાષા અને રાષ્ટ્રભાષા બનાવવા માટે અપેક્ષિત પીઠિકાનું કામ કર્યું છે. ગુજરાતના અને ગુજરાત બહારના જ્ઞાનભંડારોમાં રહેલી મૂલ્યવાન અપ્રકાશિત હિન્દીની વિપુલ સામગ્રીને શોધી, સંપાદિત કરી જુદાં જુદાં વિશ્વવિદ્યાલયોના બી.એ. અને એમ.એ.ના પાઠ્યક્રમોમાં નિર્ધારિત કરી તેનો વાસ્તવિક પ્રસાર કરવામાં ગુજરાતના પ્રત્યેક વિશ્વવિદ્યાલયનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. આ વિશ્વવિદ્યાલયોના હિન્દી વિભાગો તરફથી જે હિંદીનું શોધકાર્ય થયું છે તે સેંકડોની સંખ્યામાં છે. ડૉ. અંબાશંકર નાગરના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં હિન્દી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને હિન્દી સાહિત્ય અકાદમી-ગુજરાત રાજ્ય જેવી અખિલ ભારતીય અને વિશ્વસ્તરીય સંસ્થાઓની સંસ્થિતિએ ગુજરાતને હિન્દી વિશ્વમાં ગૌરવાન્વિત કર્યું છે. : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy