SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગાંધીજી દ્વારા પ્રચારિત ‘હિન્દુસ્તાની’નું પૂર્વરૂપ કહી શકાય. તેમનું કથન છે—“સબકો સુગમ જાન કે કહૂંગી હિન્દુસ્તાની.” સાહિત્યસર્જનમાં પણ ઉદારમતવાદી અભિગમ રહ્યો છે. તત્કાલીન ઈસાઈ, યહુદી, ઇસ્લામ અને હિન્દુધર્મોનું ઊંડું અધ્યયન કરીને જુદા જુદા ધર્મોમાં રહેલી સમાન ભાવધારાને ગ્રહણ કરી હોવાથી તેમના અનુયાયી વર્ગમાં હિન્દુઓ અને મુસલમાનો બન્નેનો સમાવેશ થાય છે. ઇસ્લામના યા ઇલાહી ઇલ્લેલ્લાહ' અને ગુરુપ્રદત્ત તારક મંત્રમાં સામ્ય સ્થાપિત કરીને ભારતની બંને કોમોમાં ધાર્મિક સામંજસ્ય સ્થાપિત કરવા જે પુરુષાર્થ કર્યો છે તે અનન્ય છે. હિન્દુસ્તાની નામ સાર્થક કરતી તેમની વાણી (૧) હોશવાણી અને (૨) બેહોશવાણી'માં વિભાજિત છે. ગુરુની પ્રેરણા અને બ્રહ્મવિરહના કારણે ઉન્મત્ત રચનાઓને ‘શબાબી' અર્થાત્ ‘બેહોશવાણી' અને સાંપ્રદાયિક ઉન્મેષની વાહક કૃતિઓ ‘હોશવાણી' ગણાય છે. પ્રથમનો પ્રતિનિધિ ગ્રંથ છે ‘કુલઝમ-એ-શરીફ’અર્થાત્ મુક્તિની પવિત્રધારા. આ પ્રકાશગ્રંથમાં સાંસારિક મોહમાયામાં ફસાયેલ આત્માઓને વાસ્તવિક સ્વરૂપ અને મૂળધામ’ની ઓળખ કરાવવાનો પ્રયત્ન છે. જ્યારે ‘કલશગ્રંથ’માં બ્રહ્મસાધન, વિભિન્ન ધર્મમતો, જગતનું સ્વરૂપ, અવતારવર્ણન, શ્રીમદ્ ભાગવતનો સારાંશ, શ્રી કૃષ્ણની ત્રિધા લીલાનું વર્ણન અને પ્રણામી પંથની દાર્શનિક માન્યતાઓનું નિરૂપણ છે. આમ બુદ્ધિપ્રધાન અને ધર્મ સમીક્ષક સ્વામી હોવાની સાથે સાથે શ્રી કૃષ્ણની સૌન્દર્યમંડિત છબીથી વીંધાઈને અભિભૂત બની ગયેલા પ્રાણનાથ ગદ્ગદ્ વાણીમાં ગાય છે-“રસ મગન ભઈ સો ક્યા બોલે?” રાજે (૧૬૫૦ : ૧૭૩૦ ઈ.) દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામનો નિવાસી, મોલેસલામ મુસલમાન રાજે કૃષ્ણભક્ત કવિ છે. તેના પિતાનુ નામ રણછોડ હતું. આ વિ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ‘રાજે ભગત' તરીકે ઓળખાય છે. હિન્દુ દેવતાઓ અને ધર્મપ્રવાહોથી સુપરિચિત અને ભક્તિભાવની ઉત્કટ અભિવ્યક્તિ કરનાર રાજેને કોઈ મુસલમાનરૂપે ઓળખી ના શકે. અભ્યાસીઓ રાજેને ‘ગુજરાતનો રસખાન' માને છે. અભણ રાજેએ કરેલું કૃષ્ણવિરહની તડપનનું ચિત્રાત્મક વર્ણન પાઠકોને અભિભૂત કરી દે છે. જૈસે જલ બિન મિન તલ રે તેસીએ ગત ભઈ હૈ હમારી પૈ દાસી રાજે પ્રભુ સોહી પિછાને જાકે કલેજે લગી હુઈ કટારી ।'' આ પંક્તિઓમાં સહજ જોવા મળતાં માછલી' અને Jain Education International ૪૨૧ ‘કટારી'નો ઉપનામ તરીકે વિનિયોગ કરીને ઘાયલ દાસીની અવદશા માર્મિક રીતે રજૂ થઈ છે. રાજેની હિન્દી રચનાઓમાં પદ, સવૈયા, બારમાસી, પ્રબોધ બાવની અને લગભગ ૪૦૦૦ચાર હજાર જેટલી સાખીઓ સમુલ્લેખનીય છે કારણ કે જ્ઞાનીજી દાદુ, અખા, વસ્તા વિશ્વભર, નિરાંત મહારાજ વગેરે ભક્ત કવિઓની વિભિન્ન અંગોમાં સુ–ગ્રથિત સાખીઓની પાવન પ્રેરક યાદ દેવડાવવા સક્ષમ છે. શિવભક્તિ કાવ્ય ‘સૌરાષ્ટ્રે સોમનાથ” જ્યોતિર્લિંગના પ્રભાવથી ગુજરાતમાં ભગવાન શંકર વિષે વીરતાપ્રધાન, ભક્તિપૂર્ણ અને લાલિત્યભરી પદરચનાઓ કરનારા સુરતના શિવાનંદ, (૧૬૫૪ ઈ.) કચ્છના મહારાવ લખપતસિંહ અને જૂનાગઢના શિવભક્ત રણછોડજી દીવાન મુખ્ય છે. ‘જય આદ્યા શક્તિ'–પ્રખ્યાત આરતી લખનાર ભક્ત કવિ શિવાનંદ આરૂઢ શૈવ-પરંપરાના પ્રતિનિધિ હતા. તેઓ મૂળે સુરતના પંડ્યા કુળના અને સન્ ૧૬૫૪માં હયાત હતા. ગણપતિ, પાર્વતી ઉપરાંત શિવભક્તિનાં અનેક વ્રજભાષા પદ લખ્યાં છે. જેમ શ્રીકૃષ્ણનાં વસંત-ફાગ–હોરીનાં ગીતો લખાયાં છે તેમ તેમણે ‘શિવજીની હોરી અને ફાગખેલનનાં વસંત પદો' જે વ્રજભાષામાં લખ્યાં છે તે પ્રસન્નકર છે. ‘ગંગાધારી ખેલત વસંત, મોરો શંભુ ખેલત વસંત’ આ સંદર્ભમાં ‘વ્રજભાષા પાઠશાળા'ના સ્થાપક લખપતસિંહે ઈ. ૧૮૧૧માં જે ‘સદાશિવ બ્યાહ' લખ્યો છે તે ઉલ્લેખનીય છે. તેની કથા જાણવા જેવી છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ભંગ કર્યા પછી શિવજી કઠિન તપશ્ચર્યામાં લીન થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુની પ્રેરણાથી શિવતપભંગ કરવા પાર્વતી શિવજીની પાસે ભીલડીનો વેશ ધારણ કરી શૃંગારપૂર્ણ રમણિક વ્યાપારો દ્વારા તેમનો તપોભંગ કરે છે. સંગીતમય, કોમલ પ્રાકૃતિક વાતાવરણમાં શિવજી તે ભીલડી પ્રત્યે આકર્ષાય છે અને પોતાની સાથે વિવાહ કરવા ભીલડીને આજીજી કરે છે; નર્તકી તેમને બરાબર પોતાના બનાવી લઈને અંતે પાર્વતીરૂપમાં પ્રકટ થાય છે, વિવાહ માટે સંમત થાય છે. પરિણામે આનંદઉલ્લાસથી સદાશિવના પાર્વતી સાથે વિવાહનું સુંદર આયોજન થાય છે. જૂનાગઢના નાગર બ્રાહ્મણ અને પ્રખર શિવભક્તકુળમાં જન્મેલા રણછોડજી દીવાન સંસ્કૃત, વ્રજ અને ફારસીના જ્ઞાતા હતા. તેમણે પણ કુળપરંપરાગત શિવભક્તિપરક રચનાઓ વ્રજભાષામાં કરી છે. ફારસી ભાષામાં સોરઠનો ઇતિહાસ પણ લખ્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy