SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ro અખાની શિષ્યપરંપરાના સંતોની ગાદીસ્થાનના (કહાનવા જિ. ભરૂચ) પુસ્તકભંડારમાંથી જે હસ્તલિખિત ‘ગુરુ પરંપરા અક્ષયવૃક્ષ’ પ્રાપ્ત થયું છે તે અનુસાર અખાના ગુરુ બ્રહ્માનંદ અને બ્રહ્માનંદના ગુરુ જગજીવન છે. આ જગજીવન સંત દાદુ દયાલની શિષ્ય પરંપરાના મનાય છે, છતાં અખા અને દાદુની હિન્દી પદાવલી અને સાખીઓનું તુલનાત્મક અધ્યયન કરતાં કહી શકાય કે અખાએ દાદુના કૃતિત્વનું અનુકરણ કર્યું નથી. ગુજરાતના સંત સરોવરમાં બન્ને કવિ કમળો પોતપોતાની રીતે સુંદર રૂપે વિલસી રહ્યાં છે. અખાની યાત્રાઓ ગોકુળ, બનારસ અને વર્તમાન પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશના યારપારકર પ્રાંત સુધી પ્રમાણિત થાય છે. માટે તેના કૃતિત્વ પર અખિલ ભારતીય સંતધારા અને ખડીબોલી, વ્રજ, ગૂજરી કે અરબીફારસીની કાવ્ય - પરંપરાઓનો પ્રભાવ વરતાય છે. બીજી વાત એ છે કે અખો બુદ્ધિવાદી, ચિંતક, સ્વયંસ્ફૂર્ત, સ્વાનુભવી અર્થાત્ બ્રહ્મજ્ઞાની‘આત્મવિદ્’ હતો. તૂક, ચોજ, ચાતુરીભર્યાં પદો લખનાર–શામળ અને પ્રેમાનંદની માફક લોકલાડીલો કવિ નહોતો અને તેથી જ તેણે કહ્યું છે. જાણે કોઈ જ્ઞાનરાજ અખાકી ક્વેશ્વરી' અથવા ‘જ્ઞાનીને કવિમાં ન ગણીશ' એની ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં રચિત માતબર વાણીનું તલસ્પર્શી અધ્યયન કર્યું હોય, જેણે વૈદિક ઋષિઓના જીવન અને કાવ્યત્વ ભર્યાં ‘સૂક્તો'નું પારાયણ કર્યું હોય તે અધિકારી પુષ્કળ પ્રમાણોના આધારે કહી શકે કે ‘અખો વૈદિક ઋષિ પરંપરાનો પ્રકાશમાન પ્રતિનિધિ છે. અખાની સમગ્ર હિન્દી વાણી–લગભગ બે હજાર જેટલી સાખીઓ, ડઝનબંધી પદો, ઝૂલણા, જકડીઓ અને બ્રહ્મલીલા’, ‘સંત પ્રિયા' જેવી ખંડકાવ્યાત્મક અધ્યાત્મપ્રચુર રચનાઓ સુલભ છે. બ્રહ્માનંદની સંપ્રાપ્તિની અભિવ્યંજના તો જુઓ ૧. “અબ મોહે આનંદ અદ્ભુત આયા કિયા કરાયા કછુ બી નાહીં, સેજે પિયાકું પાયા ।'' * ૨. અકલ કલા ખેલત નર જ્ઞાની જૈસે હી નાવ હિરે ફિરે દસોં દિશ ધ્રુવતારે પર રહત નિશાની. અકલ કલા.......'' મહાત્મા ગાંધીજીના આ પ્રિય ગીત–દિવ્યવાણીનો ઉદ્ગાતા પૂર્વાવસ્થામાં શ્યામની મોહની પર ગોપી બનીને વારી જનાર સગુણલીલાનો ગાયક પણ હતો— Jain Education International “લાલન! તું રાતા! મૈં માતી રે । લાલન! તું દીપક, મૈં બાતી રે!" * “લાલન, તુજ ચલતે હૈં લાલન, તુજ હલતે મેં મૈં તો એકમેક હોય ક્યા જાને લોકા ચાલું રે! હાલું રે ! મહાલું રે કાલા?” For Private & Personal Use Only ધન્ય ધરા અખાની પરિણત પ્રજ્ઞાનું પરિણામ સુફળ છે ‘અખેગીતા’ જે વાસ્તવમાં ‘અક્ષયગીત' છે. અખાની પ્રાયઃ બધી ઉપલબ્ધ હિન્દી સાખીઓનું–જે કબીર-દાદુની સાખીઓની માફક વિવિધ અંગોમાં વિભાજિત છે. જુદી જુદી હસ્તપ્રતોના આધારે પાઠભેદ નોંધીને સંપાદન કરવાનો લાભ આ લેખકને મળ્યો છે. આઠેક પ્રતોના આધારે ‘સંતપ્રિયા'નું શાસ્ત્રીય સંપાદન પણ આ લેખકે કર્યું છે માટે અધિકારપૂર્વક કહેતાં આનંદ થાય છે કે અખો અખિલ ભારતીય સંતધારાનો મહાપ્રતાપી, બ્રહ્માનુભવી વૈદિક કુળનો સમર્થ કવિ છે. અખાની પરંપરાના સંતો-લાલદાસ, જીવણદાસ{ ‘બ્રહ્મજ્ઞાની' જીજ્ઞામુનિનારાયણ, હરિકૃષ્ણ મહારાજની ઉત્તમ કક્ષાની સરળ હિન્દી વાણી ‘સંતોની વાણી' પુસ્તકમાં પ્રકાશિત થઈ છે. પ્રણામી સંપ્રદાય પ્રાણનાથ (૧૬૧૮ : ૧૬૭૮ ઈ.) જે સજ્જનો, ભક્તો, સાધકો એકબીજાને મળતાં સહજ રીતે બન્ને હાથ જોડીને ‘પ્રણામજી’ કહે તો માની લેવું કે તે પ્રણામી સંપ્રદાયના અનુયાયી છે. આ સંપ્રદાયના મૂળ પુરુષ દેવચંદ્ર મહેતાના કૃપાપ્રસાદથી તેમનો શિષ્ય ‘ગુરુ કરતાં શિષ્ય સવાયો' ઉક્તિનું પ્રમાણ છે પ્રાણનાથ અને ‘વીતક સાહિત્ય'ના પ્રદાતા નવરંગ સ્વામી, જીવનમસ્તાન વગેરેની શિષ્ય-પ્રશિષ્ય પ્રણાલિકા અને તેમની દિવ્યભક્તિભરી વાણીનો પ્રભાવ આજે પણ ગુજરાત-તેમાંય વિશેષ કરીને સુરત, જામનગર વગેરે સ્થળોએ વરતાય છે. વિભિન્ન પ્રદેશોની યાત્રાઓ અને ત્યાંના રાજા મહારાજાઓ અને મહંતો સાથેના સંપર્કે તેમજ સત્સંગના સુપરિણામે તેમના કૃતિત્વમાં જુદી જુદી ભાષાઓનાં કાવ્યરૂપો સુલભ છે. વિવિધ ભાષાઓના સમન્વયરૂપ એવી ‘હિન્દુસ્તાની’ને અમીર ખુશરોની હિન્દવી’ની અનુગામિની અને મહાત્મા www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy