SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જાઈ બુઝત ચંપક જાઈ, કાહુ દેખ્યો નંદજીકો રાઈ ।। સાખી : પિય સંગ એકાંત રસ, વિલસત રાધા નાર । કંધ ચઢાવન કો કહો તાતેં તજી ગયે જુ મુરાર ॥ ચાલ તારેં તજી ગયે જુ મુરારી, લાલ આય સંગતિ ટાયે । ત્યાં ઔર સખી સબ આઈ, કોઈ દેખ્યો મોહનરાઈ।। મેં તો માન કીધો મેરી બાઈ, તાતેં જ ગયે કનાઈ ॥ સાખી - કૃષ્ણ ચરિત ગોપી કરે, વિશ્વસે રાધા નામ । એક ભઈ ત્યાં પૂતના, એક ભઈ જુ ગોપાલ લાલ । એક ભઈ જુ ગોપાલ લાલ રી, તેણે દુષ્ટ પૂનના મારી ।। ચાલ ઃ એક ભેખ મુકુન્દ કો કીનો, તેણે તણાવન્ત હિર લીનો । એક ભેખ દામોદર ધારી, તેણે જમલા અર્જુન તારી ॥ સાખી ઃ પ્રેમ પ્રીત હરિ જાનિકે આર્થ ઉનકે પાસ મુદિત ભઈ ત્યાં ભામિની, ગુન ગાવૈ નરસૈયા દાસ II ઉદાહરણના આધારે કરી શકાય કે નરિસંહના સમયથી ગુજરાતીની સાથે આંતરપ્રાંતીય સમ્માનનીય કાવ્યભાષા તરીકે વ્રજ વિકાસમાન હતી. ભાલણ એક એવો ચાલ–પ્રઘાત જ થઈ ગયો હતો કે ગુજરાતી પ્રબંધ કાવ્યોમાં વચ્ચે વચ્ચે વ્રજમાષાનાં પદ રાખવાં. માટે રામભક્તિના પ્રવર્તક સ્વામી રામાનંદ સંપ્રદાયના કવિ રામમન ભાલણે (વનકાળ : ૧૫૦૦ થી ૧૫૫૦ ઈ. મધ્ય) શ્રીમદ ભાગવત’ પર આધારિત ગુજરાતી ‘દશમ સ્કંધ’માં વ્રજભાષાનાં પદ મૂક્યાં જ છે. બાલકૃષ્ણને લાલરૂપમાં પામીને યશોદા કેવી ભાગ્યવાન અને પ્રસન્ન છે તે જુઓ— (૧) કોન તપ કીનો રી માઈ નંદરાણી Â ઉછંગ રિંકું પય પાવત મુખ ચુંબન સુખ મીનો રી। ઇહ રસસિંધુ ગાન કરી ગાવત હૈ, ભાલણ જનમન ભીનો રી। (૨) મોર પિચ્છ ગુંજાલ લેલે વેષ બનાવત રુચિર લલામ । ભાલણ પ્રભુ વિધાતા ડી ગિત, ચિરત્ર તુમ્હારે સબ વામ ।। પ્રભાસ પાટણના કીર્તનકારી કવિ કેશવદાસ (૧૪૭૭ : ૧૫૩૬) પણ ‘શ્રીકૃષ્ણ ક્રીડા કાવ્ય’માં વ્રજભાષાનાં પદ મૂક્યાં છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ નિવાસી લક્ષ્મીદાસે (૧૫૮૩ : ૧૬૧૯ ઈ.) પણ વ્રજમાં કૃષ્ણદર્શન જનિત પ્રસન્નતા વ્યક્ત કરી છે. (૧૩) પાવાગઢ પાસેના ચાંપાનેર શહેરના વાસી સંગીતકાર બૈજુ બાવરા (૧૫૩૫માં વિદ્યમાન)નું વિવિધ રાગ Jain Education International અને તાલનિબદ્ધ પદરચનામાં ઘણું ઊંચુ સ્થાન છે. ગુજરાતેતર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરે સ્થાનોમાં અને સંગીતના ઘરાનામાં બૈજુનાં વ્રજપદો આજે પણ ગવાય છે. બૈજુ ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારી ગાયક હતા. ધન્ય ધરા કૃષ્ણદાસ અધિકારી (૧૪૯૭ : ૧૫૮૦ ઈ.) પુષ્ટિસંપ્રદાય નિબદ્ધ ભક્ત કવિઓમાં ગુજરાતના કૃષ્ણદાસનો ફાળો કાવ્યસર્જન અને સંપ્રદાય વ્યવસ્થાપનની દૃષ્ટિએ પ્રથમ અને ઘણો મોટો છે. તેમને ઈ. ૧૫૧૦માં શ્રી વલ્લભાચાર્યજીએ દીક્ષિત કરીને અષ્ટછાપના કવિઓમાં ચતુર્થ કવિનું સ્થાન આપ્યું. તેમનો જન્મ અમદાવાદ નજીકના ધોળકા પાસે આવેલા ચિલોડા ગામના પટેલ પરિવારમાં ૧૪૯૭ ઈ. માં થયો હતો. તેઓ શ્રીનાથજીના વડા અધિકારી તરીકે ઓળખાય છે. આજે પણ શ્રીનાથજી બાવાના ભંડારનું નામ "શ્રી કૃષ્ણભંડાર' છે. રાસલીલા અને શૃંગારભાવનાં સેંકડો લલિત પદોની રચના કરી છે, જેથી સંપ્રદાયમાં શ્રીનાથજી મહાપ્રભુના સેવક તરીકે તેમનું આગવું સ્થાન છે. "ચોર્યાસી વૈષ્ણવકી વાર્તા”, “અષ્ટસખાનકી વાર્તા” વગેરે સાંપ્રદાયિક ગ્રંથોમાં વિસ્તાર અને આદરથી તેમના પ્રસંગોનું સંકલન થયું છે. તેઓ વ્રજભાષાના એટલા મોટા પંડિત અને રચનાકાર થઈ ગયા કે નાભાદાસે પણ ‘ભક્તમાલ’માં એમની કવિતાને “નિર્દોષ અને પંડિતો દ્વારા સમાદત બતાવી છે. આ કવિએ ગુંસાઈ વિકલનાથજીના સાતેય પુત્રોની વધાઈઓ લખી છે. કવિએ એક પદમાં શ્રી કૃષ્ણ શોભાનું, પરમ સૌન્દર્યશક્તિ અને અનન્ય ભક્તિભાવનાથી ક્યાત્મક, શુદ્ધ વ્રજમાં ચિત્રાંકન કર્યું છે, જે માણવા જેવું છે— મેરો મન ગિર છબી મૈં અટક્યો 1 લલિત ત્રિભંગી અંગની ઉપર ચલી ગયી નિહાઈ ટક્યો । સજલ શ્યામઘન નીલવસન હૈ, ફિર ચિત્ત અનત ન ભટક્યો કૃષ્ણદાસ કિયો પ્રાન ન્યોછાવરી, યહ તન જગ સિર પટક્યો ।। સ્નેહપંથ' શ્રી ગોકુલનાથજી (પ્રાગટ્ય ૧૫૫૨ ઈ.માં) For Private & Personal Use Only ગુંસાઈજી શ્રી વિઠ્ઠલનાથના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથે વૈષ્ણવોની કંઠી અને તિલક પર બાદશાહ જહાંગીરની હકૂમતમાં www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy