SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આધારે તેના નવા મૂલ્યાંકનની વાત આગળ આવે છે. સૂફીકાવ્ય શેખ અહમદ ખટુ' (૧૩૩૮ : ૧૪૪૬ ઈ.) સૂફી સંત ખટુ ઈ.સ. ૧૩૯૮માં ઓલિયા બાબા જીવની સાથે દિલ્હીથી પાટણ આવેલા. તેમના પવિત્ર જીવનાચરણ અને ઇશ્કેહકીકી' સાહિત્યથી પ્રભાવિત થઈ તત્કાલીન શાસક મુઝફ્ફરે તેમને અમદાવાદ બોલાવેલા. તેઓ સરખેજમાં સ્થાયી થયા, જ્યાં આજે પણ તેમના ‘રોજા' ઉપર સેંકડો ભાવિકો આદર વ્યક્ત કરે છે. ગુજરાતમાં વસેલા અને અહીં જ પેદા થયેલા સૂફીઓ અને મુસ્લિમ શાયરોની જબાન ‘ગૂજરી’ છે. અમીર ખુશરો (૧૨૫૬ : ૧૩૨૫ ઈ.)ની ‘હિન્દવી’ અને દક્ષિણના દોલતાબાદના શાયરોની ‘દકની' (દક્ષિણી હિન્દી)ની વચ્ચેની કડી ગૂજરી છે. પોતાના શાસનકાળમાં રહેતા સૂફી સંતો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે મહમ્મદ બેગડાએ સંત ખટુની દરગાહની પાસે પોતાનો ‘રોજો’ બનાવડાવ્યો હતો. એવું પણ મનાય છે કે ઈસ્વી ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના વખતે પણ સંત ખટુ ગંજબક્ષ હાજર હતા. શેખ બહાઉદ્દીન ‘બાજન' (૧૩૮૮ : ૧૫૦૭ ઈ.) શેખ બહાઉદ્દીન ‘બાજન'ના પિતા દિલ્હીથી અમદાવાદ આવેલા અને બહાઉદ્દીનનો જન્મ અહીં થયેલો. નાની ઉંમરમાં જ સંગીત પ્રત્યે રુચિ હોવાથી ગાવા-બજાવવાનો શોખ એટલો વિકસિત થયો કે ‘બાજન' (બાજિંદા) તરીકે ઓળખાવા લાગ્યા. તેઓ શેખ રહેમતુલ્લા બિન શેખ અજીજુલ્લાહના શિષ્ય બન્યા અને કાળાંતરે તેમની ગાદી પર પણ આવ્યા. એમની કવિતામાં સૂફીમત અને ભારતીય દર્શનનો સમન્વય છે. તેઓએ ગૂજરીમાં પ્રેમના ઉન્માદભર્યા દોહા અને અલ્લાહનો ‘જિક્ર' કરતી જકડીઓ લખી છે. જકડીકાવ્ય ૧૪મી સદીમાં લોકપ્રિય હતાં. ભક્તિભાવભર્યા જે શાયરો અલ્લાહનો ‘જિક્ર' કરતા અને વાણીમાં રજૂ કરતા તે જકડી કાવ્ય છે. અસાઈત ભવૈયાના પુત્ર માંડણે અનેક જકડીઓ લખી છે. જૈન કવિઓએ પણ આ લોકપ્રિય કાવ્યપ્રકાર અપનાવીને જુદા જુદા પ્રસંગોનું નિરૂપણ કરતાં સેંકડો જકડીપદો લખ્યાં છે. આઈને અકબરી'માં પણ તે યુગના લોકકાવ્ય પ્રકાર તરીકે તેના ઉલ્લેખો મળે છે. બાજન કવિની રચનાઓમાં ગૂજરી અને ગુજરાતીનો સમન્વય પણ જોવા Jain Education International મળે છે. તેમની રચનાઓમાં હિન્દુ દેવો પ્રત્યેની ભક્તિભાવના મુહમ્મદના પ્રત્યે પણ વ્યક્ત થઈ છે. મુહમ્મદને જગતના મોહન' માનીને તેમણે શ્રીકૃષ્ણના આકર્ષક લટકા અને ગોપાળ વેશનું ગાન કર્યું છે. ૪૧૭ “મુહમ્મદ જગકા મોહન રે મુસ્તફા જગકા મોહન રે । કંધે સોહે કાંબલી રે સર પર સોહે તાજ લટકત આવે નબી મુહમ્મદ જિસ કારન મેરાજ ।।'' —ગુજરાતકી હિન્દુસ્તાની કાવ્યધારા પૃ. ૩ આ ઉદારચેતા સંતે ‘તેરેપંથ’ નામની રચનામાં તત્કાલીન હિન્દુમુસ્લિમ સમાજની વિવિધ દશાઓ અને તેમના ધર્મવ્યવહારો પણ સરળ ભાષામાં વર્ણવ્યા છે. મધ્યકાળ વૈષ્ણવકાવ્ય : કૃષ્ણભક્તિ નરસિંહ મહેતા (૧૪૧૪ : ૧૪૮૦ ઈ.) ભારતીય વૈષ્ણવી ભક્તિકાવ્યની પ્રવૃત્તિઓમાંથી (૧) રાસલીલાગાનની સમૃદ્ધ પરંપરા (૨) પદશૈલીનો વ્યાપક પ્રસાર અને (૩) કાવ્યભાષાના રૂપમાં વ્રજનો જે ક્રમિક વિકાસ થઈ રહ્યો હતો તેની સચોટ અને સમર્થ સાક્ષીના રૂપમાં નરસિંહનાં પદોનું ડૉ. દશરથ ઓઝાએ ‘રાસ ઔર રાસાન્વયી કાવ્ય' ગ્રંથનું પ્રકાશન કર્યું છે. તેમાંનું ૧૧૯મું પદ અભ્યાસ કરવા જેવું છે. રાગ સામેરીમાં અને સાખી તથા ચાલની શૈલીમાં લખેલા પદનો વિષય છે ગોપીઓ દ્વારા રાધાજી અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયત્ન. શ્રીકૃષ્ણ રાધાને કુંજવનમાં છોડીને જતા રહ્યા છે. રાધિકા વિરહમાં આકુળવ્યાકુળ થઈ વૃક્ષ-લતાઓને પૂછી રહ્યાં છે, કે “તેઓએ શ્રીકૃષ્ણને જોયા?' ચિંતિત રાધાનું મનોરંજન કરવા એક ગોપી પૂતના બને છે અને બીજી શ્રીકૃષ્ણનો વેશ લઈ પૂતનાવધ કરી રાધાને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરી રહી છે. For Private & Personal Use Only રાગ સામેરી (૧) સાખી :કુંજ ભવન ખોજતી પ્રીતે રે ખોજત મદન ગોપાલ પ્રાણનાથ પાવે નહીં તાતે વ્યાકુલ ભઈ વ્રજબાલ ।। ચાલતા તે વ્યાકુલ ભઈ વ્રજબાલા ઢુંઢત ફિરે શ્યામ તમાલા ।। ચાલ : www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy