SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ નાયિકાના મન અને તન પર કેવી થાય છે તેનું માર્મિક નિરૂપણ કર્યું છે. કાર્તિક માસમાં ક્ષિતિજ પર ફેલાતી સંધ્યા અને અતિકૃશ એવી રાજમતિનું વર્ણન કરતાં કવિ કહે છે— “કાતિલા ક્ષિતિજ ઉગઇ સંઝ રાજમતિ ઝિઝિઉ હુઈ અતિ ઝંઝ । રાતિદિવસ અછઈ વિલવંત બિલબિલ બસકિર હયરિ કંત । (૧૧) જિનપદ્મ સૂરિ (૧૩૩૩ ઈ. ર. કા.) શ્વેતામ્બર સંપ્રદાયના ખરતર ગીય આચાર્ય સંસ્મૃતિવિજયના શિષ્ય જિનપદ્મ સૂરિએ ૧૩૪૦ ઈસ્વીની લગભગ ‘સિરિથુલિભદ્ર ફાગ' કાવ્યની રચના કરી છે. કથામાં પાટલીપુત્રના નન્દરાજાના મન્ત્રી શટાલના પુત્ર અને તેમની પૂર્વાશ્રમની વહાલી વેશ્યા કોશાની પ્રણયકથાનું વર્ણન કર્યું છે. કાવ્યાત્તે સ્ફુલિભદ્રના દૃઢ વૈરાગ્યનું આલેખન કરવામાં આવ્યું છે. સાત ભાગમાં વિભક્ત દોહા તથા રોલા છંદમાં ગુંફિત રચનાના પ્રારંભે જિનેન્દ્ર અને સરસ્વતીનું સ્મરણ કરવામાં આવ્યું છે. કૃતિના અંતિમ ૨૭માં છંદમાં ફલશ્રુતિ, કવિપરિચય, નામ છાપ, કાવ્યરૂપ અને તેને ખેલવા-ગાવાના સમય, રચનાપ્રયોજન વગેરેના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. નરસિંહ મહેતાના પહેલાંના યુગમાં વૈષ્ણવ, શૈવ કે શાક્તધર્મના પ્રભાવી કવિઓનાં લૌકિક પ્રેમાખ્યાનો હિંદીમાં નથી મળતાં જ્યારે જૈન કવિઓએ વિશાળ લોકસમાજમાંથી લોકમનોરંજક મુક્તકાત્મક અને પ્રબંધાત્મક તેમજ ધર્મભાવનાભર્યા સાહિત્ય પ્રકારોમાંથી પોતાના વિરાગપ્રધાન ધર્મની ગંભીરતા ઓછી કરવા અને સામાન્ય જૈન સમુદાયનું સાત્ત્વિક મનોરંજન કરવા રાસ, ફાગ, ચઉપઈ, કથા વગેરે લૌકિક કાવ્યરૂપોનો સ્વીકાર કર્યો છે. મહાનુભાવ પંથ ચક્રધર સ્વામી (૧૧૯૪ : ૧૨૭૪) આ પંથના સંસ્થાપક ચક્રધર સ્વામી ભરૂચના વતની હતા. તેઓ બ્રાહ્મણ મંત્રી વિશાળદેવ અને માલિનીદેવીના પુત્ર હતા. તેઓ મૂળે દક્ષિણ ગુજરાતના હતા પરંતુ મહારાષ્ટ્રમાં સ્થિર થયા હતા. તેમના મતનો પ્રચાર, પ્રસાર અફઘાનિસ્તાનના કાબુલ સુધી થયો હતો. ડૉ. વિનયમોહન શર્માએ હિન્દી કો મરાઠી સંતોંકી દેન' ગ્રંથમાં એમની દિવ્ય હિન્દીવાણી પ્રકાશિત કરી છે. Jain Education International ધન્ય ધરા રોમાંસિક કથાકાવ્ય પરંપરા ગુજરાત માટે ગૌરવની વાત છે કે ફારસી મસનવી કાવ્ય પરંપરાથી ભિન્ન ભારતીય પ્રેમાખ્યાન પરંપરાનો પ્રારંભ સિદ્ધપુર પાટણના ઔદિચ્ય બ્રાહ્મણ અસાઈત નામના કવિ દ્વારા ઈ.સ. ૧૩૭૧માં રચિત ‘હંસાઉલી' (હંસાવલી) હિન્દી કાવ્યથી થાય છે. ગુજરાતમાં અસાઈતને લોકો ભવાઈના વેશો ભજવનાર ભવૈયા–તરગાળા તરીકે જ ઓળખે છે, પરંતુ હિન્દી પ્રેમાખ્યાન કાવ્યમાં તેનું ઉચ્ચ સ્થાન હિન્દીના વિદ્વાનોએ જે અંકિત કર્યું છે તેનાથી ગુજરાતની શિક્ષિત પ્રજા પણ અજાણ છે. લૌકિક રોમાંસ કાવ્યોમાં પોતાની પ્રેમપાત્રી નાયિકાને મેળવવા નાયક વેશપરિવર્તન, દેશાંતર, સાહસ, સંઘર્ષ અને શૌર્યનું પ્રદર્શન કરીને પ્રેમિકાને પ્રાપ્ત કરે જ છે. તેથી આવાં પ્રેમકાવ્યોને વીરકથા કે પવાડો પણ કહે છે. 'હંસાઉલી'માં પૈઠણપુરના રાજા નરવાહન, પાટણ પ્રદેશની રાજકુંવરી હંસાવલીનું સ્વપ્નદર્શન કરીને તેને સંપ્રાપ્ત કરવા જે અનેકવિધ પ્રયત્નો કરે છે તેનું જિજ્ઞાસાપ્રેરક અને રોમાંચક વર્ણન કરવામાં આવ્યું છે. કાવ્યની ભાષા પ્રાચીન રાજસ્થાની છે, જેમાંથી ગુજરાતી સ્વતંત્ર ભાષા તરીકે જુદી પડી નહોતી. માટે વિદ્વાનોએ ‘હંસાઉલી'ને હિન્દી (રાજસ્થાની) અને ગુજરાતી બંનેના ઇતિહાસમાં સમાનરૂપે સ્થાન આપ્યું છે. કૃતિના પ્રારંભે શક્તિ, શંભુ, સરસ્વતીની વંદના કરીને આ કથાને ‘વીરકથા’ કહી છે. ઈડરના શ્રીધરે ડિંગલભાષામાં વીરરસાત્મક રણમલ છંદ કાવ્ય ઈ. ૧૪૦૦માં લખ્યું છે. કાવ્યમાં ઈડરના રાઠોડ રાજા રણમલ અને પાટણના સૂબેદાર જાફરખાં સાથે થયેલા યુદ્ધનું વર્ણન વિવિધ છંદોમાં છે. ડૉ. ગણપતિચંદ્ર ગુપ્તે આ કૃતિને ઐતિહાસિક ચરિતકાવ્યપરંપરાની પ્રથમ રચના કહી છે. આ પરંપરામાં ભીમકવિકૃત ‘સધ્યવત્સવીર’ પ્રબંધ (૧૪૧૦ ઈ.) અને નરસિંહ મહેતા પછીના કવિ સાંયાઝૂલા (૧૫૭૬ : ૧૬૪૬ ઈ.) દ્વારા રચિત ‘નાગદમણ', ‘અંગદવિષ્ટિ', ‘રુક્મિણીહરણ’ વગેરે કાવ્યોમાં પણ ઢિંગલીભાષા અગ્રેસરતી જોવા મળે છે. આ બધી રચનાઓ જૈનેતર વીર રસાત્મક અને લૌકિક પ્રેમાખ્યાન કાવ્યો છે. નરસિંહ મહેતા (૧૪૧૪ : ૧૪૮૦ ઈ.)ના પહેલાં પ્રાચીન રાજસ્થાની અને ગુજરાતી વ્યાવર્તકરૂપે અલગ થઈ નહોતી. નરસિંહ મહેતાની કૃષ્ણભક્તિપરક પદરચનાઓમાં ગુજરાતી સ્વતંત્રરૂપે વિકાસમાન અનુભવાય છે, માટે ગુજરાતીના ઇતિહાસકારોએ નરસિંહને વિષ્ણુભક્તિનો આદિકવિ માન્યો છે, પરંતુ તેના કેટલાંક પદોમાં વ્રજભાષાની છાંટ વરતાય છે તેના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy