SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમાં બંને ભાઈઓ-ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન છે. હું રાસ છન્દમાં તે ચરિત્ર વર્ણન કરું છું, જે જનમનહરણ કરનાર અને મનને આનંદ આપવાવાળું છે. હે ભલા જનો! તેને મનોનિવેશપૂર્વક સાંભળો.” ડૉ. ગુપ્તે કાઢેલા નિષ્કર્ષથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસકારોની સ્થાપનાનો કોઈ વિરોધ નથી. તેઓ બહુ જ કુશળતાથી અને સ્પષ્ટતાથી કહે છે : “પ્રસ્તુત કાવ્યમાં જો કે ઉત્તરકાળની અપભ્રંશની લુપ્ત થઈ રહેલી અનેક પ્રવૃત્તિઓ પણ છે પરંતુ તે વિકાસોન્મુખ રાજસ્થાની યા હિન્દીની નવી પ્રવૃત્તિઓની સરખામણીમાં ઉપેક્ષણીય છે માટે એને હિન્દી રચના કહેવી જ ઉચિત છે. હા, એ જરૂર છે કે ગુજરાતીના વિદ્વાન એને પુરાણી ગુજરાતીનું કાવ્ય કહે છે પરંતુ તે સમય સુધી રાજસ્થાની અને ગુજરાતી પૃથક્ નહોતી થઈ શકી. આથી આને જેટલી સરળતાથી પુરાણી ગુજરાતીનું કાવ્ય કહી શકાય એટલું જ પુરાણી રાજસ્થાનીનું પણ સ્વીકારી શકાય.” આ કાવ્ય અધ્યાત્મની દૃષ્ટિએ સમભાવથી વૈરાગ્યપ્રધાન શાંતરસમાં પરિણમે છે. શાંતરસપ્રધાન કાવ્યોમાં અતિવિલાસની પ્રતિક્રિયારૂપે અતિવૈરાગ્યનું નિરૂપણ થયેલું જોવા મળે છે, જ્યારે અહીં ઉત્સાહ, ધૈર્ય, ઔદાત્ય અને ભ્રાતૃત્વ તેમજ આત્મીયતા અનુભવાય છે. દિગ્વિજય માટે બધા રાજાઓને જીતી લેવાની આકાંક્ષાવાળા ભરતેશ્વરની આણ જ્યારે બાહુબલી નથી, સ્વીકારતા ત્યારે અંતમાં તે દિવ્યશક્તિ સમ્પન્ન ‘ચક્ર’ છોડે છે પરંતુ ‘ચક્ર’ કુટુંબીજન ઉપર અસર કરી શકતું નથી. પરિણામે ભરતેશ્વર હતાશ થાય છે, તેનામાં એકદમ તીવ્ર વિરાગભાવ અને આત્મગ્લાનિ જન્મે છે તેથી પોતાના ભાઈ પાસે ક્ષમાયાચના માગે છે અને પોતાની જાત ઉપર તેમજ પરિવાર પ્રત્યે ધિક્કારની ઊંડી ભાવના અનુભવે છે. “ધિગ ધિગ એ એય સંસાર, ધિગ ધિગ રાણિય રાજ રિદ્ધિ એવડુએ જીવ સંહાર, કીધઉ કુણ વિરોધ વિસ? કીજઈએ કદી કુણ કાજિ, જઉં પુણ બંધઉ આવરઈએ કાજ નઇરૂં રાજ ધરિ પુરી નરિમંદિરહિ।'' ભરતેશ્વર કહે છે : “ધિક્કાર છે ધિક્કાર છે! આ સંસારને, રાણી અને રાજવૈભવને પણ ધિક્કાર છે, જેથી આટલી મોટી માત્રામાં જીવસંહાર થયો. ભલા! કોના વિરોધ માટે મેં આવું કાર્ય કયું? આ બધું કોના માટે કર્યું? જો કોઈપણ રીતે ભાઈ ફરીથી આવી જાય તો મને રાજ્ય, પુર, ઘર, નગર, મંદિર કશાની કોઈ ઇચ્છા નથી.” Jain Education International વિજય સેનસૂરિ (૧૨૩૧ ઈ. ૨.કા.) ગુજરાતના જૈન શ્રેષ્ઠી વસ્તુપાલ અને તેજપાલના ગુરુ વિજયસેન સૂરિ દ્વારા ઈ. ૧૨૩૧માં રચિત ‘રેવંતગિરિ રાસ' મહત્ત્વપૂર્ણ છે. કૃતિનું સર્જનકર્મ સૌરાષ્ટ્રમાં થયેલું છે. ગિરનારનું અપર નામ ‘રેવંતગિરિ’ છે. આ જૈન તીર્થમાં મહત્ત્વનું પ્રતિપાદન વિજયસેન સૂરિ દ્વારા થયેલું છે. આખું કાવ્ય ચાર કડવકમાં નિબદ્ધ છે, જેમાં ક્રમશઃ ગિરનાર, નેમિનાથ, સંઘપતિ, અંબિકા, યક્ષ તથા અન્ય મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં કવિએ પ્રાકૃતિક સુષમાનું નિરૂપણ કર્યું છે ત્યાં કાવ્યસૌન્દર્યનો અનુભવ થાય છે. કવિ કહે છે : “જેમ જેમ ભક્ત ગિરનારનાં શિખર ઉપર ચઢવા લાગે છે તેમ તેમ આ સંસારની વાસનાથી તે ધીમે ધીમે મુક્ત થતો જાય છે. જેમ જેમ ઠંડુ પાણી તેના શરીર પર વહે છે તેમ તેમ કલિયુગનો મેલ ઓછો થતો જાય છે. જેમ ઝરણાંના સ્પર્શથી ઠંડો પવન શરીર પર પ્રસરે છે તેમ ભવદુઃખનો દાહ નષ્ટ થતો જાય છે. અહીં કોયલ અને મયૂરનો કલરવ તેમજ ભ્રમરોનું મધુર ગુંજન સંભળાય છે.' ૪૧૫ કૃતિના અંતમાં રચના પ્રયોજન-રંગપૂર્વક રમવું, કૃતિનો પ્રકાર–રાસ અને કવિનામ-વિજયસેન સૂરિની છાપ સ્પષ્ટ છે. “ગિહિ પદ રમઈજો રાસુ, સિરિવિજયસેણ સૂરિ નિમવિ ઉરે ।'' વિનયચંદ્ર સૂરિ (૧૨૮૨ : ૧૩૫૦ ઈ. ર. કા.) મધ્યકાલીન હિન્દીના મહાકવિઓ જાયસી અને તુલસી દ્વારા અવધી ભાષામાં રચિત ‘પદ્માવત’, ‘રામચિરત માનસ’ પ્રબંધકાવ્યોની દોહા–ચૌપાઈ શૈલીનું પગેરું ‘નેમિનાથ ચઉપઈ’માં મળે છે. આની રચના રત્નસિંહ સૂરિના શિષ્ય વિનયચંદ્ર સૂરિ દ્વારા ૧૨૮૨ની આસપાસ થયેલી છે. કાવ્યનાયિકા રાજુલ અને નાયક નેમિનાથના અનન્ય પ્રેમની કહાનીના અંતમાં નાયિકાનો પ્રેમ ઉત્કટ વિરહમાં પરિણમે છે. કાવ્ય સંવાદ શૈલીથી રચવામાં આવ્યું છે. નેમિનાથનો વિવાહ રાજમતિ સાથે ઉમંગથી થવાનો હતો પરંતુ જ્યારે નેમિનાથને ખબર પડે છે કે જાન માટે બનાવેલા ભોજનમાં અનેક પ્રાણીઓની હિંસા થયેલી છે ત્યારે તે વિવાહને અધૂરો છોડીને ત્યાંથી એકદમ નીકળી જાય છે. ગિરનાર પર ભારે તપ કરે છે. પરિણામે રાજુલનો વિરહ ઘણો વધી જાય છે. કવિએ રાજુલના વિરહનું ચિત્રાંકન કરવા માટે બારમાસી કાવ્યપરંપરાનું અનુસરણ કરીને પ્રત્યેક માસની અસર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy