SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ધન્ય ધરા પ્રો. આર. ડી. પાઠક સાહેબના અભ્યાસ-સંશોધન-સંપાદન-લેખનના પરિપાકરૂપે મા સરસ્વતીની કૃપાપ્રસાદીની એક ઝલક જોઈ લઈએ તો?— પ્રો. પાઠક સાહેબે (1) Memorable contacts with The Mother' અને (2) Mrunalini Devi (બંનેના અંગ્રેજીમાં લેખક પ્રો. નીરોદ બાન, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી)નો અનુવાદ કર્યો છે, આ જ સંસ્થાના લેખિકા અનુબહેન પુરાણીના હિંદી ગ્રંથ (૧) “બચ્ચો કે શ્રી અરવિન્દ' અને (૨) “હમારી મૉ નો અનુવાદ કર્યો છે; ડૉ. અંબાશંકર નાગર સાથે ગુજરાત કે સંતોં કી હિન્દીવાણી'નું સંપાદન કર્યું છે જે ગ્રંથે તેમને સારી પ્રસિદ્ધિ અપાવી. “ગુજરાતનાં જળાશયો” (પ્રકા. પ્રાચ્યવિદ્યા મંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય) ‘અખો : એક સ્વાધ્યાય' (પ્રકા. શ્રી સાગર પ્રકાશન ટ્રસ્ટ, વડોદરા), “શ્રી અરવિન્દ્રનાં સંસ્કૃત અને સંસ્કૃત વિષયક લખાણો” (પ્રકા. સરદાર પટેલ યુનિ.) “ભવાની ભારતી’ શ્રી અરવિન્દ (પ્રકા. શ્રી અરવિંદ સોસા વડોદરા) ઉપરાંત ગુજરાત કે હિંદી સાહિત્ય કા ઇતિહાસ-પ્રથમ ખંડ'નું પ્રકાશન પાર્શ્વ પ્રકાશન, અમદાવાદથી તેમજ “સંતપ્રિયા-શાસ્ત્રીય સંપાદન'ની હિંદીમાં વિદ્યાર્થીભોગ્ય આવૃત્તિ બહાર પાડેલ છે. વડોદરા તો છે સંસ્કાર નગરી, કલાનગરી, અહીં સંસ્કૃત ગરબાનું આયોજન હોય કે સંસ્કૃતમાં કોઈપણ પ્રસંગની કોમેન્ટ્રી આપવાની હોય પણ પાઠક સાહેબ તૈયાર! તેમની જ્ઞાનસમૃદ્ધિનો કૃપાપ્રસાદ ગુર્જરધરાને મળતો રહે એજ અભ્યર્થના... (સરનામુ : બ્રાહ્મણ ફળિયા, તરસાલી, વડોદરા-૩૯૦૦૯) -સંપાદક પ્રાચીનકાળ હિન્દી સાહિત્યના ઇતિહાસકાર સુપ્રસિદ્ધ આચાર્ય સ્વ. રામચંદ્ર શુક્લ પછીના ઇતિહાસગ્રંથોના નવા સંશોધકો ડૉ. દશરથ ઓઝા, ડૉ. હરીશ વ્યાસ, ડૉ. ગણપતિચંદ્ર ગુખ, ડૉ. ઉમાકાન્ત શુક્લ, ડૉ. કુંવર ચંદ્રપ્રકાશ સિંહ, ડૉ. નટવરલાલ વ્યાસ, ડૉ. અંબાશંકર નાગર, ડૉ. જગદીશ ગુપ્ત વગેરેએ વિવિધ શોધયાત્રાઓ દ્વારા જે નવી સામગ્રી ઉપલબ્ધ કરી છે તેના આધારે કહી શકાય કે વૈષ્ણવભક્તિસાહિત્યના મહાકવિ સૂરદાસ (૧૪૭૮ : ૧૫૮૩ ઈ.) પૂર્વેની વ્રજ ભાષાની વૈવિધ્યપૂર્ણ તેમજ સમૃદ્ધ પરંપરાનું પગેરું ગુજરાતમાં મળે છે. ગુજરાતના જૈન અને જૈનેતર કવિઓ દ્વારા રચિત રાસ, ફાગુ, પ્રેમાખ્યાન, પદો, મુક્તકો આદિ રૂપોનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બારમી સદીના અંત અને તેરમીના પ્રારંભ અને ત્યારપછી લગાતાર ચારસો વર્ષ સુધીની સામગ્રીનું તલસ્પર્શી અધ્યયન કરીને પૂર્વોક્ત સંશોધકોએ ભાષા સંબંધી જે સ્થાપનાઓ કરી છે તે નવા આયામનો નિર્દેશ કરે છે. જૈનકાવ્ય શાલીભદ્રસૂરિ (૧૧૮૪ ઈ. રચનાકાળ) ગુજરાત માટે મોટા ગૌરવની વાત છે કે અખિલ હિન્દી સાહિત્યના પ્રથમ કવિના આસન ઉપર ‘ભરતેશ્વર બાહુબલી રાસ'ના રચયિતા શાલીભદ્રસૂરિ પ્રસ્થાપિત છે. તેઓ શ્વેતામ્બરના રાજગચ્છ આમ્નાયના આચાર્ય વ્રજસેનસૂરિના શિષ્ય અને પાટણનિવાસી છે. તે સમયે ભીમદેવનું રાજશાસન હતું. ભરતેશ્વર બાહુબલી રાસ’ ધાર્મિક જૈન શાસકાવ્યની એક એવી પ્રથમ મહત્ત્વપૂર્ણ રચના છે, જેમાં અપભ્રંશથી ભિન્ન એવી હિન્દીનો સ્પષ્ટ આવિર્ભાવ થતો જોવા મળે છે. આ કાવ્યથી હિન્દી રાસોકાવ્યની અસ્મલિત પરંપરા, ચેતના અને ભાવધારા ત્રણચાર સૈકાઓ સુધી ચાલે છે. હિન્દી ભાષાનાં પ્રમુખ તત્ત્વો અને કાવ્યસૌન્દર્યયુક્ત માર્મિક સ્થાનોના નિરૂપણની દૃષ્ટિએ આ કાવ્ય પ્રામાણિક રચના છે. ગ્રંથારંભે કવિ ઋષિ જિનેશ્વર, સરસ્વતી દેવી અને ગુરુચરણમાં નમસ્કાર કરી જણાવે છે : “ઋષભદેવના પુત્ર નરેન્દ્ર ભારતનું ચરિત્ર યુગોથી વિશ્વવિદિત છે; Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy