SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૧૩ હિન્દી સાહિધ્યમાં મુન્શતીઓનું યોગદાન ડો. રમણલાલ પાઠક એક વખતના હિંદુસ્તાનમાં બે ભાષાકુળો ખ્યાત હતાં : ઉત્તરે સંસ્કૃત ભાષા અને દક્ષિણે દ્રાવિડિયન ભાષાનું વર્ચસ્વ હતું. કાળક્રમે શિષ્ટ સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત-અપભ્રંશ અને પ્રાદેશિક ભાષામાં ગતિ થઈ. ભાષાએ પ્રજાની ઓળખ ઊભી કરી. એ ક્રમમાં ઉત્તર હિંદુસ્તાનની હિન્દી, બંગાળી, ઉડિયા, પંજાબી, રાજસ્થાની, ગુજરાતી આદિ ભાષાઓ સહોદરા છે, એટલે એને ભગિની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાને રાજસ્થાની અને હિન્દી ભાષા સાથે નજીકનો સંબંધ છે, એટલે તો મીરાંબાઈનાં પદો ત્રણે ભાષામાં મળે છે. એક દેશની પ્રજા હોવાથી ભારતીઓમાં પહેલેથી જ સાંસ્કૃતિક આદાન-પ્રદાન ચાલતું રહ્યું છે. “ગ્રંથસાહેબ'માં ઘણી ગુજરાતી વાણી છે અને રવીન્દ્રનાથ કે શરદચંદ્ર જેવા સાહિત્યકારો ગુજરાતને પોતીકા જ લાગ્યા છે. કનૈયાલાલ મુનશી હિંદીમાં વંચાતું મોટું નામ છે, તો મુન્શી પ્રેમચંદની મોટા ભાગની રચનાઓને ગુજરાતે પચાવી છે. સ્વાતંત્ર્ય પછી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યા પછી આદાનપ્રદાનની પ્રક્રિયામાં ઘણો વેગ આવ્યો છે. અખંડ હિંદુસ્તાનની રચના પછી, રાષ્ટ્રવ્યાપી સંવેદનાઓ હિંદી દ્વારા વિશાળ વાચકવર્ગ સુધી પહોંચે એવી મનીષાથી ઘણા સાહિત્યકારો પોતાનું સાહિત્ય હિંદીમાં ઊતરે એમ ઇચ્છી રહ્યા છે. એક જમાનામાં ભક્તિનાં આંદોલનોએ હિંદી-ગુજરાતીને સમરસ બનાવી હતી, આજે રાષ્ટ્રીયતાએ એકત્વની ભાવના ઊભી કરી છે. રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યા પછી ગુજરાતી સાહિત્ય હિંદી ભાષામાં અવતરે એ સારું લક્ષણ છે. | ગુજરાતમાં હિંદી વિષયના ટોચના વિદ્વાન પ્રાધ્યાપકો પૈકી આદરભર્યા ઉમળકા સાથે તરત જ લઈ શકાય તેવું નામ એટલે પ્રો. (ડૉ.) આર. ડી. પાઠક સાહેબ! અભ્યાસુ, શાંત, સૌમ્ય પ્રકૃતિ ધરાવતા પાઠક સાહેબનું આખું નામ રમણલાલ ધનેશ્વર પાઠક છે. માતા શાંતાબહેન સહધર્મચારિણી પદ્માબહેન તેમના કાર્યમાં મદદરૂપ થઈ રહ્યાં છે. જન્મતારીખ ૨૪-૨-૧૯૩૫ને હિસાબે આજે ૭૨ વર્ષની ઉંમર ઓળંગી ગયા છે તો પણ તેમની અભ્યાસનિષ્ઠાને વાર્ધક્યનો લૂણો લાગ્યો નથી. વિશ્વવિખ્યાત એમ. એસ. યુનિ.-વડોદરામાં હિંદી વિભાગના તેઓ “અધ્યક્ષ' હતા તે પૂર્વે આ જ યુનિ. સંલગ્ન પાદરાની એક કોલેજમાં પ્રિન્સિપાલદે પણ હતા. હિંદી-ગુજરાતી સાથે બી. એ. થયા, એમ. એ. હિંદીસંસ્કૃત વિષય સાથે થયા ઉપરાંત “સાહિત્યરત્ન'ની પદવી મેળવી. પોતાની સંશોધનપ્રવૃત્તિની પ્રથમ દીક્ષાનું શ્રેય માન. પાઠક સાહેબ “ભારત-ભારતી’ પુરસ્કાર પ્રાપ્તકર્તા અને અમેરિકામાં આંતરરાષ્ટ્રીય હિંદી એસોસિએશનના દાતા ગુરુવર આચાર્ય કુંવર ચંદ્રપ્રકાશસિંહને આપે છે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy