SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ! શાશ્વત સૌરભ ભાગ-૨ મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રોનો અનુભવ પણ લીધો. છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ ‘સ્ટાર ન્યૂઝ'ના એક્ઝિક્યૂટિવ એડિટર તરીકે જોડાયા હતાં. શીલા ભટની નીડરતાના અનેક કિસ્સા પત્રકારત્વમાં સૌને જાણીતા છે. અંગત જીવનના અનેક ચડાવઉતાર વચ્ચે શીલા ભટ્ટ વ્યક્તિ તરીકે અડીખમ અને પત્રકાર તરીકે જવાબદાર અને સક્ષમ બની રહ્યાં છે. બેલા ઠાકર ગુજરાત યુનિ.માંથી માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ અને ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતાં બેલાબહેને પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત ‘ગુજરાત સમાચાર’ના ‘શ્રી’ સાપ્તાહિકથી કરી હતી. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના ગુજરાતી દૈનિકના વિવિધ વિભાગોની જવાબદારી સંભાળી. ગુજરાત સમાચારમાં આવતી તેમની ‘પરિચય’કૉલમના લેખો પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા છે. તેમને બિરલા ફાઉન્ડેશનની સંશોધન માટેની ફેલોશિપ મળી છે. તેઓ મજબૂત અનુવાદક પણ છે. પત્રકારત્વની કામગીરીના ભાગરૂપે અને અન્યથા તેમણે અનેક વિદેશ પ્રવાસો કર્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’ ગ્રુપ સાથે વરિષ્ઠ પત્રકાર તરીકે જોડાયેલાં છે દીપલ ત્રિવેદી ‘સમભાવ’ ગ્રુપના તંત્રી શ્રી દીપલ ત્રિવેદીની પત્રકારત્વની કારકિર્દીનું સારતત્ત્વ હિંમત અને નીડરતા છે. ઇન્ડિયન એક્સપ્રેસ' જૂથમાં રીપોર્ટર તરીકે કામ કર્યું, મુખ્ય રિપોર્ટર બન્યાં. પત્રકારત્વની એડવાન્સ તાલીમ માટે લંડનની ઓક્સફોર્ડ યુનિ.માં પણ ગયાં. તેમણે પત્રકારત્વના ક્ષેત્રે અનેક નવા પ્રયોગો કર્યા છે. હાલમાં તેઓ ‘સમભાવ’ ગ્રુપના એડિટર બન્યાં પછી તમામ પ્રકાશનો અને પ્રવૃત્તિને નવો ઓપ આપી રહ્યાં છે. નઝમા યૂસુફ ગોલીબાર ‘ચંદન’ સાપ્તાહિકનાં સહાયક તંત્રી તરીકે કાર્યરત રહીને તે જ સામયિકમાં ‘ફટાકડી ગોલીબાર'ના તખલ્લુસથી વર્ષો સુધી ‘સવાલ-જવાબ’ કૉલમ લખતાં રહ્યાં. ‘કામની વાતો' એ તેમનું પાંચ ભાગમાં પ્રગટ થયેલું પુસ્તક છે. ગીતા માણેક ૧૯૮૭થી ‘અભિયાન' સામયિક સાથે જોડાઈને કારકિર્દીની શરૂઆત કરનાર ગીતાબહેને મુંબઈના સમગ્ર પત્રકારત્વજગતમાં રિપોર્ટર, અનુવાદક, લેખક તરીકે પોતાની Jain Education International ૪૦૯ વિશિષ્ટ છાપ ઉપસાવી હતી. મુંબઈની ‘સંદેશ’ આવૃત્તિમાં અને અંગ્રેજી ડેઇલીમાં થોડો સમય કામ કર્યું હતું. ‘સમકાલીન’ અને ‘સંદેશ'માં ફ઼િલાન્સિંગ કર્યું હતું. ગુજરાતી પાક્ષિક ફેમિનામાં રિપોર્ટર, સહતંત્રી અને પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકેની જવાબદારી સંભાળી હતી. સંદેશ પ્રકાશનના ‘સ્ત્રી’ સાપ્તાહિક માટે, યુવદર્શન, ચિત્રલેખા, ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ અને ‘મુંબઈ સમાચાર' નેટવર્કની મુંબઈ ઓફિસ, એશિયા ન્યૂઝ ઇન્ટરનેશનલ વગેરેમાં વિવિધ કામગીરી બજાવી છે. ૧૯૯૭માં તેમણે ‘શરૂઆત' નામે સામયિક પણ ચાલુ કર્યું હતું. કુસુમ શાહ અને કોકિલા પટેલ લંડનમાં ૧૯૭૦ની આસપાસ ‘ગુજરાત સમાચાર'ની લંડન આવૃત્તિ શરૂ થઈ હતી. તેની શરૂઆત ત્યાંનાં જ સુશ્રી કુસુમ શાહે કરી હતી. તેઓનું મુખ્યકામ તો સમાજકાર્યનું હતું. ૧૯૭૨માં કેન્યા અને યુગાન્ડાથી લોકો ભાગીને બ્રિટનમાં સ્થિર થવા માટે આવ્યા ત્યારે ત્યાં સ્થિર થવા ઇચ્છતા હિંદીઓ, ગુજરાતીઓને માટે આ છાપું ઘણું મદદગાર સાબિત થયું હતું. પાંચેક વર્ષ ચાલ્યા પછી તે બંધ થયું. તે ફરી ચાલુ થતાં કોકિલાબહેન પટેલે તેના સ્પેશ્યલતંત્રી તરીકે કામગીરી બજાવી હતી. ‘નયા પડકાર' પાક્ષિકમાં તેઓ જોડાયાં. એમના પછી મેનેજિંગ તંત્રી તરીકે ‘જ્યોત્સના શાહ' આ કામગીરી હાલમાં સંભાળી રહ્યાં છે. આમ, ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં ફરદુનજી મર્ઝબાનની સાથે તેમના કુટુંબની સ્ત્રીઓ ગુજરાતી ટાઇપ-બીબાં બનાવવા જોડાઈ તે દિવસથી માંડીને આજ દિન સુધી ગુજરાતી મહિલાઓનું પત્રકારત્વ-લેખન-સંપાદન ક્ષેત્રે પાયાનું કામ છે. વર્ષો જતાં તેઓએ જુદા જુદા વિષયો પર અભ્યાસુ લેખો પણ આપ્યા છે. સંશોધન ગ્રંથો આપ્યા છે અને હિંમતપૂર્વક અનેક નવાં ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતના પત્રકારત્વ જગતમાં આજે ગુજરાતી મૂળની મહિલાઓ ઉપરાંત અનેક બીનગુજરાતી યુવતિઓ મહિલાઓ માટેના લેખનના ક્ષેત્રમાં અને મુખ્યપ્રવાહના પત્રકારત્વમાં ગુજરાતી પત્રકારત્વને જ કાર્યક્ષેત્ર બનાવીને કામ કરી રહી છે. જન્મે પરભાષી હોવા છતાં ઘણી મહિલાઓ ગુજરાતી પત્રકારત્વમાં રેડિયો-ટી.વી.છાપાં-મેગેઝિનોમાં કામ કરે છે. તેમના અંગે ફરી ક્યારેક. મીરાં જોશી (ફિલ્મફેરના પત્રકાર) આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સામયિક ફિલ્મફેરના ડેપ્યુટી એડિટર તરીકે વર્ષો સુધી કાર્યરત રહેનારાં મીરાં જોશીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy