SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ પદ્માબહેન ફડિયા નાનપણથી જ વિવિધ કલાક્ષેત્રે રસ ધરાવતા પદ્માબહેનનો જન્મ ૧૯૨૩માં થયો હતો. દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું અને આજીવન શિક્ષક, અધ્યાપક, આચાર્ય એમ વિવિધ જવાબદારી સંભાળતાં રહ્યાં. આ તમામ કાર્યોની સાથે તેમની લેખનપ્રવૃત્તિ સતત ચાલતી રહી. તેમણે સામાજિક નીતિનિયમો, રૂઢિઓને પોતાના લેખોમાં વણી લઈને સામાજિક ઉત્થાનમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમણે અનેક ગુજરાતી મહિલા સામયિકો માટે લેખનકાર્ય કર્યું છે. ‘જનસત્તા’ દૈનિકના ‘નવા યુગની નારી’વિભાગનું સંપાદન પણ તેમણે ૧૭ વર્ષ સુધી સંભાળ્યું હતું. ‘સખી’ સામયિકને પણ તેમણે માર્ગદર્શન આપ્યું, છે. ‘જનસત્તા’ના માનુષી વિભાગ માટે પણ તેઓ અનેક વર્ષો સુધી લખતાં રહ્યાં હતાં. તેમણે નવલકથા અને નવલિકાઓ પણ આપી છે. ‘કેળવણીનું દર્શન' નામનું તેમનું પુસ્તક (‘પાઠ્યપુસ્તક' પણ બન્યું છે. બાળકોને ધ્યાનમાં રાખીને તેમણે વીરબાળાઓ અને વીરબાળકોનાં અનેક પુસ્તકો લખ્યાં છે. વિકાસગૃહની ‘વિકાસ ગૃહ પત્રિકા’ ત્રૈમાસિકનું સંપાદન પણ ઘણાં વર્ષોથી તેઓ કરી રહ્યાં છે. ડૉ. નીતા ગૌસ્વામી (સૌંદર્ય માટે લેખન) સૌંદર્યચિકિત્સક નીતાબહેન ગોસ્વામીએ આયુર્વેદવિજ્ઞાન પદવી સૌંદયક્ષેત્રે કાર્યરત થઈને દીપાવી. તેમને દેશ વિદેશમાં અનેક સમ્માન મળ્યાં. તે સર્વે સૌંદર્યચિકિત્સક અને સૌંદર્ય માટેના લેખન માટે મળ્યાં. તેમણે અનેક દૈનિકો ‘ગુજરાત સમાચાર', ‘સમાલાપ’, ‘જનસત્તા’, ‘સ્ત્રી, ‘શ્રી', ‘સખી', ‘હેલ્થક્લબ’ વગેરે સામયિકો માટે ખૂબ લખ્યું છે. આ વિષયમાં તેમણે અનેક પુસ્તકો પણ લખ્યાં છે. તેમને ‘ચિકિત્સકરત્ન એવોર્ડ’, ‘સર્જનશીલા એવોર્ડ' અને ‘શક્તિ એવોર્ડ' મળેલ છે. ગુજરાતી દૈનિકોમાં ૧૫૦૦ જેટલા અને સામયિકોમાં ૬૦૦ જેટલા લેખો તેમણે લખ્યા છે. લીલાબહેન પટેલ 'સ્ત્રી' (સંદેશ) મધ્યવર્ગીય મહિલાઓ માટે ‘સ્ત્રી' સાપ્તાહિકના માધ્યમથી અંદાજે ૩૫-૪૦થી વધુ વર્ષો સુધી કાર્યરત રહેનાર લીલાબહેને જીવનના અંતરંગ' નામની કોલમ આજીવન લખી. મહિલાઓ માટે કાનૂની સલાહકેન્દ્રની શરૂઆત પણ કરી અને કુદરતી આપત્તિ પ્રસંગે લીલાબહેન જાગૃત નાગરિકની જેમ સૌ માટે રાહતકેન્દ્રો શરૂ કરવામાં અગ્રેસર Jain Education International ધન્ય ધરા રહેતાં. કન્યાકેળવણી માટે તેમણે ચંદ્રકો પણ શરૂ કર્યા હતા. ગુજરાત રાજ્ય તરફથી પત્રકારત્વ માટેનું સર્વોચ્ચ સમ્માન એનાયત થયું છે. ડૉ. પ્રીતિબહેન શાહ સમૂહ માધ્યમો અને સમાજ વિષયને લઈને સંશોધનકાર્ય કરનારાં અને મહાનિબંધ આપનારાં ડૉ. પ્રીતિબહેન ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વને જોડતી કડી સમાન છે. ૧૯૮૧થી તેમની લેખનપ્રવૃત્તિ શરૂ થઈ. સંયત અને સાતત્યપૂર્ણ શૈલીનાં અધિષ્ઠાતા એવાં પ્રીતિબહેન ‘ગુજરાત સમાચાર'માં . વર્ષોથી ‘અવતરણ' અને ‘આજકાલ' કૉલમ નિયમિત લખે છે. હાલમાં તેઓ ‘નવચેતન' સામયિકનું તંત્રીપદ પણ સંભાળી રહ્યાં છે. આ સામયિકમાં ચિંતનિકા' અને ‘મધપૂડો' નામની નિયમિત કટાર પણ લખે છે. ૧૯૮૯માં તેમનો પીએચ.ડી.નો મહાનિબંધ પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યો છે. તેમના પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ (૧૯૯૦), પત્રકારત્વના ક્ષેત્રમાં ખાસ પ્રદાન માટેનો એવોર્ડ (૧૯૯૪) મળેલ છે. ગુજરાતી અને પત્રકારત્વના અધ્યાપન સાથે વ્યસ્ત રહેનારાં પ્રીતિબહેને ‘સ્ત્રી– સિદ્ધિનાં સોપાનો' (સહિયારું સંપાદન) અને પીધો અમીરસ અક્ષરનો' એમ બે પુસ્તકો આપ્યાં છે. ટેલિવિઝન પછીનો વિકાસ' તેમણે લખેલ પરિચય પુસ્તિકા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે તેઓ ઘણાં વર્ષોથી જોડાયેલાં છે. આ ટ્રસ્ટનાં અનેક પ્રકાશનો તેમના માર્ગદર્શન અને કાળજી હેઠળ તૈયાર થાય છે. વિશ્વવિહાર’ નામના ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટના સામયિકનું સંપાદન પણ તેઓ કરે છે. શીલા ભટ્ટ મેધાવી પ્રતિભા અને હિંમત-સાહસ જેમનામાં ઠાંસોઠાસ ભર્યાં છે એવા શીલા ભટ્ટની ઓળખાણ ગુજરાતી પત્રકારત્વમાં સૌને છે જ, છતાં કેટલીક પ્રાથમિક માહિતી. લેખનની કામગીરીની શરૂઆત જન્મભૂમિ અને પ્રવાસીથી થઈ. શરૂનાં વર્ષોમાં ‘અભિષેક’ નામના સામિયકમાં લખવાનું ચાલુ કર્યું. પછી પાંચથી છ વર્ષ જેવું ‘ચિત્રલેખા’ સામયિક સાથે જોડાયેલાં રહ્યાં. પતિ કાન્તિ ભટ્ટ સાથે આપબળે ૧૯૮૬થી ‘અભિયાન' સાપ્તાહિક શરૂ કર્યું. ૧૯૯૨માં ‘ઇન્ડિયા ટુડે' ગુજરાતી પાક્ષિકમાં સીનિયર કોપી એડિટર તરીકે જોડાયાં. દરમ્યાન તેમણે અનેક અંગ્રેજી સામયિકો-દૈનિકો, એજન્સી, વેબસાઇટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy