SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તથા બાહોશ સંચાલક એવાં મધુરીબહેનને ગુજરાતી પત્રકારત્વજગત સારી રીતે જાણે છે. ૧૯૫૦માં ‘ચિત્રલેખા’ની સ્થાપના અને ૧૯૫૮માં ‘જી’ શરૂ કર્યા પછી સ્થાપક, સંપાદક, માસિકતંત્રી શ્રી વજુભાઈ કોટકને તમામ કાર્યોમાં ટેકો આપતાં રહ્યાં. પતિના અચાનક અવસાન પછી તે પ્રકાશનગૃહની સંપૂર્ણ જવાબદારી તેમણે સંભાળી લીધી હતી. તેમણે આ બંને સામયિકોને વધુ લોકભોગ્ય બનાવવા માટે વારંવાર ફેરફારો કરાવ્યા હતા. તેમના પ્રકાશનગૃહ તરફથી ‘મિત્ર', ‘જન’, ‘આસપાસ’, ‘યુવદર્શન’ તથા ‘અભિયાન’ નામનાં નવાં સામયિકો શરૂ થયાં છે. ચિત્રલેખા’ ગુજરાતી ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષામાં પણ પ્રકાશિત થાય છે. મધુરીબહેનને પત્રકારત્વના તેમના યજ્ઞકર્મમાં કવિ, લેખક, સિનેપત્રકાર, જિતુભાઈ મહેતા, કવિ વેણીભાઈ પુરોહિત તથા નવલકથાકાર હરિકસન મહેતાનો સાથ વિશેષ મળી રહ્યો. તેમનું કુટુંબ પણ આજ વ્યવસાયમાં છે. જયન્તિકા જયન્તભાઈ પરમાર ધારાશાસ્ત્રી પિતા કાળીદાસ ઝવેરી સાથે ગાંધીઆશ્રમ રોજ જતાં ગાંધીવિચારનું ઘેલું લાગ્યું, જે જિંદગીભર રહ્યું. ૧૯૪૨ની આઝાદીની લડતમાં, ૧૯૪૬માં કોંગ્રેસ સેવાદળના કાર્યકર તરીકે તાલીમવર્ગોનું સંચાલન કર્યું તથા ૧૯૫૦માં સમાજવાદી પક્ષની નારીસમિતિમાં સક્રિય રહ્યાં. ૧૯૫૩થી ૧૫ દરમ્યાન ‘ઊર્મિ-નવરચના’ માસિકના “ગૃહમંડલ” વિભાગનું સંચાલન-લેખન કર્યું. તે માટે ૧૯૬૫ સુધી લખતાં રહ્યાં. ૧૯૫૫થી ૬૦ સુધી વિકાસગૃહમાં નિરાધાર બાલિકાઓ માટેના શિક્ષણકાર્યનું આયોજન કર્યું અને કામ કર્યું. અખિલ હિંદ મહિલા પરિષદના સ્થાપનાકાળથી જોડાયેલાં રહ્યાં અને તેના ત્રૈમાસિક મુખપત્ર ‘ઉત્તરા’ના માનતંત્રી તરીકે કાર્યરત રહ્યા. આ તમામ વર્ષોમાં તેમનું લેખન કાર્ય સતત ચાલુ રહ્યું. દૂરદર્શન અને આકાશવાણી પરથી તેમનાં લખાણો, વાર્તાલાપ, ચર્ચા વગેરે પણ શ્રોતાઓ–ભાવકજનોને મળતાં રહ્યાં. તેમણે અનેક શ્રેષ્ઠસંપાદનો પણ આપ્યાં છે. ૧૯૭૭માં તેમને શ્રેષ્ઠ મહિલાવિકાસ આલેખન માટેનો ગુજરાત રાજ્યસરકારનો એવોર્ડ અને મહિલા પરિષદ ગુજરાતશાખાનો વિશેષ સેવા ચંદ્રક મળેલ છે. સેવાના ‘અનસૂયા' સામયિકના તેઓ સ્થાપક સંપાદક છે. અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ અને મીડિયા વિમેન્સ ફોરમના સભ્ય છે. તેમણે આ તમામ વર્ષોમાં સત્ત્વશીલ અને સંયમી તથા સમાજઉપયોગી લેખન કર્યું છે. Jain Education International rotg કુન્દનિકા કાપડિયા પત્રકાર તરીકેની જ તેમની ઓળખને અહીં યાદ કરીએ. ૧૯૫૫થી ૫૭ સુધી ‘યાત્રિક’ માસિકનાં તંત્રીપદે રહ્યાં અને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’ માસિકનાં તંત્રીપદે રહ્યાં. સાહિત્યક્ષેત્રે તેમના પ્રદાન માટે અનેક ઠેકાણે ઘણું લખાયું છે. અધ્યાત્મના રસ્તે ચાલી નીકળેલાં તેમણે અક્ષરની આરાધના કરીને પરમ તત્ત્વની સમીપે' પહોંચવાનો નિરંતર પ્રયાસ કર્યો કર્યો. હોમાઈ વ્યારાવાલા (૧૯૧૩) સાઇકલ પર બે મોટા થેલા. એકમાં બલ્બ અને બીજામાં કેમેરા. સાડી તો પહેરવી જ પડે. દિલ્હીની સડકો પર દોડાદોડ જતી આ પારસીબાનુ સૌને માટે કૌતુક હતી, પણ માણેકશા વ્યારાવાલાના પ્રેમમાં પડેલા હોમાઈ ધીમે ધીમે કેમેરાના પ્રેમમાં પણ કેદ થઈ ગયાં. ભારતને આઝાદી મળવાનાં થોડાં વર્ષો અગાઉ જ તેમણે ફોટોગ્રાફી શરૂ કરી હતી. પતિ-પત્ની બંને કામ કરે. ભારતના પ્રથમ મહિલા પત્રકાર-ફોટોજર્નાલિસ્ટ તરીકે પોતાનું નામ સિદ્ધિફલક પર અંકિત કરાવી ચૂકેલાં હોમાઈ ભારતની આઝાદીની મધ્યરાત્રિની એ ક્ષણોના સાક્ષી છે. તેમની પાસે સ્વાતંત્ર્યતા સંગ્રામની અને આઝાદી મળ્યાની ક્ષણની અનેક વિરલ તસ્વીરો છે. હોમાઈની પોતાની સૌથી મનપસંદ તસવીર ‘આઝાદ હિંદના પ્રથમ વડાપ્રધાનની પ્રવચન આપતી વેળાની તસવીર' છે. તેમની પ્રથમ તસવીર બોમ્બે ક્રોનિકલ'માં પ્રસિદ્ધ થઈ હતી અને તે માટે તેમને એક રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે મુંબઈમાં અનેક ઠેકાણે ફોટોગ્રાફી કરી હતી. એ જમાનામાં વિજળીની સુવિધા ન હતી. પલંગ નીચે ઘૂસી જઈને ફોટોગ્રાફ ડેવલપ કરનાર હોમાઈનો કેમેરાપ્રેમ યથાવત છે. હોમાઈ જીવનના તમામ રંગોને માણી રહ્યાં છે. તનુશ્રી છેલ્લાં ૩૫થી વધુ વર્ષોથી પત્રકારત્વક્ષેત્રે સક્રિય કામગીરી કરનાર તનુશ્રી બંગાળી કુટુંબમાં ગુજરાતમાં જન્મ્યાં અને ઉછર્યાં. તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, વેસ્ટર્ન ટાઇમ્સ, ચેતના, ચેતના ન્યૂઝ (ત્રૈમાસિક)નું સંપાદન કરેલું છે. અમદાવાદમાં ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ઘણાં વર્ષો સુધી કામ કર્યા બાદ હાલ તેઓ હૈદરાબાદના જાણીતા અખબારમાં કાર્યરત છે. તેમણે પત્રકારત્વની સફળ કારકિર્દીની સાથોસાથ સંશોધનકાર્ય પણ ચાલુ રાખ્યું. વસ્તી માટેના એક મોટા પ્રોજેક્ટમાં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાથે પણ કામ કર્યું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy