SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શારદાબહેન મહેતા તેમનો જન્મ ૧૮૨૨ની ૨૬મી જૂનના રોજ થયો હતો. તેમણે ‘ધ લેઇક ઑફ પામ’નો અનુવાદ ‘તાડ સરોવર', રમેશચંદ્ર દત્તની ફ્લોરેન્સ નાઇટંગલની જીવનકથાનો અનુવાદ ‘દયાની દેવી’, ‘બાળકનું ગૃહશિક્ષણ’, ‘વ્યક્તિચિત્રો’, પુરાણોના બાળબોધક વાર્તાઓ, પ્રાચીન કિશોરકથાઓ પણ લખેલી છે. તેમની આત્મકથા ૧૯૨૮માં ‘જીવનસંભારણાં' નામે પ્રસિદ્ધ થયેલી છે. ‘સુધાસુહાસિની’ અને હિન્દુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન'નો અનુવાદ વિદ્યાબહેન નીલકંઠ સાથે કરેલો છે. વિનોદિની નીલકંઠ તેમનો જન્મ ૧૯૦૭માં અમદાવાદમાં. ૧૯૨૮માં ગુજરાત કોલેજમાં બી. એ., ૧૯૩૦માં અમેરિકામાંથી મિશિગન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં એમ. એ., અમદાવાદમાં અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓના અધિષ્ઠાતાપદે. ‘ગુજરાત સમાચાર'ની કટાર ઘરઘરની જ્યોત’નું ૧૯૪૦થી ૧૯૮૭ સુધી સંપાદન. ૧૯૬૦થી અખિલ હિંદ મહિલા પરિષદના ત્રિમાસિક મુખપત્ર ‘ઉજાસ’નું સંપાદન. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. વાર્તા, પ્રવાસ, ચરિત્રાત્મક નિબંધ જેવાં ક્ષેત્રમાં તેમનું ઊંડું ખેડાણ છે. લાભુબહેન મહેતા તેમનો જન્મ ૧૯૧૫માં થયો હતો. ૧૯૩૭માં બી.એ. ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’, ‘અખંડઆનંદ’, ‘જન્મભૂમિ પ્રવાસી' જેવાં સામયિકોમાં જીવનભર કટારલેખનનું આલેખન કર્યુ છે. ‘ગૃહમાધુરી' માસિકનું તંત્રીપદ સંભાળ્યું છે. તેમનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. ગાંધીયુગની અસર તળે કેટલાંક દંપતિઓએ પોતે જે ખૂણે કામ કર્યું ત્યાં અજવાળું કરી મુક્યું. લાભુબહેન મહેતા એટલે ‘મારા જીકાકા, મારું રાણપુર' પુસ્તકના લેખિકા. તેમણે અનેક લેખો, પુસ્તકો લખ્યાં છે. કામના ભાગરૂપે, પત્રકારત્વ એક જવાબદારી હોવાથી સમજણમાં આવ્યા તે દિવસથી એમણે લખવાનું ચાલુ રાખ્યું છે. સોરઠના સિંહ ઉપનામથી જાણીતા અમૃતલાલ શેઠના તેઓ દીકરી. સસરાને ઘણો સંકોચ થાય કે મોટા ઘરની દીકરી ગોઠવાશે !–પણ સોપાન સાથે લાભુબહેનનો સંસાર સરળ અને માધુર્યથી હર્યોભર્યો રહ્યો. પિતા અમૃતલાલ શેઠના પત્રકારત્વ અને જીવન અંગે અધિકૃતગ્રંથ આપ્યો. પોતાના પતિની સ્મૃતિમાં તેમણે તેમનું ઉત્તમ ચરિત્ર ‘સ્મૃતિ-શેષ Jain Education International ધન્ય ધરા સોપાન' નામે આપણને આપ્યું છે. તેમની ત્રણ દીકરીઓ વર્ષાબહેન દાસ (નંદિતાદાસ અભિનેત્રીની માતા અને નેશનલ બુક ટ્રસ્ટના ભૂતપૂર્વ ચેરપર્સન), ગીતાબહેન અને રૂપાબહેન પોતાના નાનાજી અને માતા-પિતાનો વારસો જાળવીને બલ્કે સવાયો કરીને સમાજમાં પોતાનું કર્તવ્ય કરી રહ્યાં છે. જયવંતીબહેન દેસાઈ જયવંતીબહેન દેસાઈનો જન્મ ૧૮૯૯માં થયો. સ્ત્રીસેવાના કામ અને સાહિત્યિક જીવનમાં ઓતપ્રોત થઈને તેમણે વડોદરાના ચીમણાબાઈ સ્રીસમાજ દ્વારા ઊગતી વયનાં બહેનોને સેવાના પાઠ ભણાવ્યા હતા. તેમના કાર્યની કદર કરીને વડોદરા રાજ્ય સરકારે તેમને ‘રાજ્યરત્ન’ ખિતાબ આપ્યો હતો. તેમણે સ્ત્રીઓનું માસિક ‘ગુણસુંદરી'નું વર્ષો સુધી સંપાદન કર્યું હતું. આ સામયિકે ગુજરાતના પત્રકારત્વમાં અને ખાસ તો મહિલા પત્રકારત્વમાં ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી પાયાનું કામ કર્યું હતું. સરોજિની મહેતા (વિદ્યાબહેન નીલકંઠનાં પુત્રી) જન્મ અમદાવાદમાં. ‘ભગિની સમાજ’ પત્રિકાનું તંત્રીપદ ૧૯૨૫થી સંભાળેલું. તેમણે ‘અમરવેલ’ નામની મૌલિક નવલકથા તેમજ સ્ત્રીજીવનને લગતાં અન્ય પુસ્તકો લખેલ છે. ‘વળતાં પાણી'ને ગુજરાત રાજ્યનું પારિતોષિક મળેલું છે. હંસાબહેન મહેતા હંસાબહેન મહેતાનો જન્મ ૧૮૯૩માં સુરતમાં થયેલો. લંડનમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનું શિક્ષણ લઈને આવ્યાં. બાળમાસિક ‘પુષ્પ’નાં તંત્રી તેમજ વડોદરા યુનિવર્સિટીનાં વર્ષો સુધી કુલપતિપદે રહ્યાં. તેમણે બાળસાહિત્યનાં અનેક પુસ્તકો લખ્યાં છે. બબીબહેન ભરવાડા બબીબહેન ભરવાડા ૧૯૪૦થી વર્ષો સુધી ‘આરસી’ માસિકનાં તંત્રી રહ્યાં. તેમણે દૈનિક ‘પ્રભાત'માં પણ બહેનોનો વિભાગ સંભાળેલો, મધુરીબહેન કોટક પત્રકારત્વમાં મહિલાઓ જવલ્લેજ કામ કરતી એવા સમયગાળામાં મધુરીબહેને પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. ભારતના અગ્રણી મહિલા સિનેપત્રકાર અને કુશળ સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy