SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જ્યોત્સનાબહેન શુક્લ જ્યોત્સનાબહેન શુક્લનો જન્મ ૧૮૯૪ના ઑગસ્ટની ૮મીએ સુરતના નાગર કુટુંબમાં થયો. ગુજરાતી સાત ધોરણ સુધી તેઓ ભણેલાં. એ જમાનાની પરંપરાનુસાર ૧૩ વર્ષે તેમના લગ્ન થઈ ગયેલાં. ૨૦મે વર્ષે પતિનું અવસાન થયું. વૈધવ્યના ઝંઝાવાતોનો અનુભવ કર્યો. પિતાજી તેમને ‘કીકુભાઈ’ના હુલામણા નામથી બોલાવતા. ઘરે રહીને ગુજરાતી, સંસ્કૃત શીખવી; મહાન દેશભક્તોની વાત કરી દેશભક્તિનાં બીજ રોપેલાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલક મહારાજને સજા થતાં તેમણે વિલાયતી કપડાંનો ત્યાગ કર્યો. ઘેર રહીને અંગ્રેજી, મરાઠીનો અભ્યાસ કર્યો. સાહિત્ય, કવિતા, વાર્તાઓ, નવલકથાનું સર્જન કર્યું. રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ‘મુક્તિના રાસ’, ‘આકાશના ફૂલ', ‘બાપુ', બંદીનાં મુક્તિગાન' નામે તેમના કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમનો ફાળો મહત્ત્વનો છે. ૧૯૨૧માં ‘વિનોદ’ નામનું માસિક ચાલુ કર્યું, ૧૯૨૨માં ‘ચેતન’ નામના માસિકના સહતંત્રી તરીકે લેવાયાં. ૧૯૨૮માં ‘સુદર્શન’ નામના સામાયિકનું સહતંત્રીપદ સ્વીકાર્યું જે આગળ જતાં દૈનિકપત્ર થતાં તેના તંત્રી તરીકે લેવાયાં. તેમની આગઝરતી કલમને કારણે કોપાયમાન થયેલી સરકારે ‘સુદર્શન’ અને પ્રેસ એમ બંને પર સીલ માર્યું. ૧૯૫૯થી ૧૯૬૮ સુધી જન્મભૂમિ જૂથના પત્રોના સુરતના દૈનિક તંત્રી તરીકે તેમણે જવાબદારીભર્યું કામ કર્યું. પત્રકારત્વના ક્ષેત્રે મહત્ત્વના અને નીડર પત્રકારત્વની કદર કરતાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ તેમને ફાયરિંગ લેડી જર્નાલિસ્ટ' તરીકે બિરદાવ્યા હતાં. ૧૯૭૬માં ૮૩ વર્ષની વયે તેમનું અવસાન થયું. ઊર્મિલા મહેતા ૧૯૩૦-૩૧ની સત્યાગ્રહ ચળવળમાં સમગ્ર દેશની અને ગુજરાતની સ્ત્રીઓએ અપૂર્વ ભાગ લીધો. તેને પરિણામે ૧૯૩૧ના મે માસમાં સુરતથી ‘સ્ત્રીશક્તિ’ નામનું સામયિક શરૂ થયું. કેવળ સ્ત્રીઓના પ્રશ્નો ચર્ચતા આ સાપ્તાહિકના પહેલાં સ્ત્રીતંત્રી ઊર્મિલા મહેતા હતાં. તે પછી સૂર્યલક્ષ્મી ધરમદાસ હતાં. ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત તરફથી પ્રકાશિત થતું આ સામયિક શરૂઆતનાં ત્રણ વર્ષ જ લોકપ્રિય રહ્યું હતું. વિજ્યાલક્ષ્મી ત્રિવેદી વિજયાલક્ષ્મી ત્રિવેદીનો જન્મ ૧૮૮૯માં ભાવનગરમાં થયો હતો. ૧૯૧૦ના ડિસેમ્બરના ‘સુંદરી સુબોધ'માં લખેલો Jain Education International ૪૦૫ તેમનો લેખ ‘મનુષ્યજીવનની સફળતા' ખૂબ જાણીતો થયો હતો. તેમનામાં સ્વદેશી આંદોલનની અસર હતી. માત્ર અગિયારમે વર્ષે લગ્ન, ત્યાર પછી બે પુત્રીઓના જન્મ પછી ૨૪ વર્ષની વયે ૧૯૧૩માં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૪માં તેમનો લેખ ‘સ્વદેશપ્રેમ’ મરણોત્તર પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમણે જો સ્ત્રી શિક્ષણ લેશે તો દેશસેવામાં સીધી જ ઉપયોગી થશે” એમ જણાવ્યું હતું. તેમણે ‘વસંત', ‘સાહિત્ય', ‘સુંદરી સુબોધ', ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં કાવ્યો અને લેખો મારફતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાવ્યશાસ્ત્રમાં મહુવાના જાણીતાં હરસુખગૌરી વામનરાવને તેઓ ગુરુ ગણતાં. હરસુખગૌરીનું ‘સતી સીમંતિની’, ‘તારા' તેમ જ ‘હરિશ્ચંદ્ર વિરહ' તથા ‘ઋણશૃંગ' કાવ્યસંગ્રહ હતા. વિજયાલક્ષ્મીનાં કાવ્યો પણ ખૂબ ભાવાવાહી બની રહેલાં. તે જમાનામાં પુરુષોના ‘ગૃહલક્ષ્મી' વિશેનાં બેવડાં વલણોની સામે જોરદાર પ્રતિકાર કરીને સમાન અધિકારોની માંગણી તેમણે કરી હતી. વિદ્યાબહેન નીલકંઠ તેમનો જન્મ ૧૮૭૬ની પહેલી જૂને અમદાવાદમાં થયો હતો. તેમનાં લગ્ન નાની વયે સાહિત્યકાર રમણલાલ નીલકંઠ સાથે ૧૮૮૯માં થયાં હતાં. લગ્ન પછી પતિના સહકારને લીધે ભણી શક્યાં. ૧૯૦૧માં તેઓ અને તેમનાં બહેન શારદાબહેન મહેતા ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતકો બન્યાં. સમાજસુધારા વિશેના લેખો નારીકુંજ (૧૯૦૫)માં, ફોરમ (૧૯૫૫)માં, ગૃહદીપિકા (૧૯૩૧)માં, જ્ઞાનસુધા (૧૯૫૦)માં પ્રસિદ્ધ થયા છે. પ્રો. ઘોંડો કેશવ કર્વેનું ચરિત્ર ૧૯૧૩માં લેખસ્વરૂપે લખ્યું. ‘મહિલામિત્ર’ સામયિકનું તેમણે સંપાદન કર્યું હતું. ૧૯૪૩માં ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલન (વડોદરા)નાં તેઓ પ્રથમ મહિલા પ્રમુખ હતાં. ૧૯૨૫માં અમદાવાદમાં મળેલી પત્રકાર પરિષદ વખતે ‘ગુજરાતી પત્રદર્શન’ તેમણે તૈયાર કરેલું ઉપરાંત ગુજરાતની સ્ત્રીકવિઓ' અને કટાક્ષલેખ ‘ત્રણ શોકદેવીઓ’, ‘રુદન પરિષદ' વગેરે તેમણે લખેલાં. ૧૯૦૭માં ‘સુધાસુહાસિની’ અને ૧૯૧૫માં ‘હિન્દુસ્તાનમાં ‘સ્ત્રીઓનું સામાજિક સ્થાન’, ‘હિંમતલાલની હિંમત' નાટક પણ લખેલાં. તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં ૧૯૨૫થી ૧૯૫૭ સુધી (બત્રીસ વર્ષ) મંત્રી રહેલાં. ૧૯૨૬માં તેમને કૈસરેહિંદ'નો પુરસ્કાર મળેલો. ૧૯૫૭માં તેમનું અવસાન થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy