SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ધન્ય ધરા થયેલાં આરતીબહેને શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત જામનગરની સેન્ટ એન્સ સ્કૂલમાં શીખવવાથી કરી. ત્યારબાદ અમદાવાદમાં બી. ડી. આર્ટ્સ કોલેજ અને ડી. એલ. એસ. કોલેજમાં અધ્યાપન કર્યું. પત્રકારત્વના ક્ષેત્રે “સમાંતર’ સાપ્તાહિકનું તંત્રીપદ અને સંપાદકીય કાર્ય ૧૯૮૭થી ૨૦૦૬) સુધી સંભાળ્યું. “બાળદુનિયા' પાક્ષિકને પણ ગૌરવપૂર્વક ચલાવ્યું. સાહિત્ય પરિષદના પારિતોષિક પ્રાપ્ત થયેલાં તેમનાં પુસ્તકો “વેલ કમ હોમ' (આંતરરાષ્ટ્રીય ફિલ્મોનો આસ્વાદ) અને આશાભૂમિની ખોજમાં (સાંસ્કૃતિક નિબંધો) ઘણાં જાણીતાં છે. પત્રકાર પતિ વિષ્ણુ પંડ્યાની સાથે તેમણે “રંગ દે બસંતી ચોલા', રક્તરંજિત પંજાબ', “જયહિંદ! જયહિંદ', “માં! તુઝે પ્રણામ', ગુજરાત : ૧૮૫૭’, ‘સત્તાવનથી સુભાષ' વગેરે પુસ્તકો લખ્યાં છે. તેમણે રાજનીતિ, પત્રકારત્વ, જીવની, ઇતિહાસ વિષયના આશરે ૭૫ પુસ્તકો લખ્યાં છે. હાલ તેઓ વિષ્ણુ પંડ્યાના પુસ્તકોની નવી આવૃત્તિના પ્રકાશનમાં વ્યસ્ત છે. સાહિત્ય, પત્રકારત્વનું કામ ચાલુ રાખ્યું અને થોડો સમય “નાગપુર ટાઈમ્સ'માં પણ કામ કર્યું હતું. ભોપાલમાં પણ પત્રકાર તરીકે સેવાઓ આપી. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'માં જોડાયા બાદ ફિલ્મફેર’ સામયિકમાં જોડાયા. ઘણાં વર્ષોથી ‘ફિલ્મફેર' એવોર્ડના આયોજક છે. અમિતાભ બચ્ચનના જીવનચરિત્રના પ્રકાશનકાર્યના પ્રોજેક્ટ સાથે મીરાં જોશી જોડાયેલાં છે. મૂળ ભાવનગરના વતની મીરાંબહેન વર્ષોથી મુંબઈ છે. ટીના દોશી પારૂલ ટીના દોશીનું નામ ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે અજાણ્યું નથી. પત્રકારત્વ, લેખન અને સંશોધનક્ષેત્રે હથોટી ધરાવનારાં પારૂલ ટીના દોશીએ ૧૯૮૯માં “જન્મભૂમિ' દૈનિક-મુંબઈથી પત્રકારત્વની શરૂઆત કરી. ફીચરલેખન શરૂઆતથી જ તેમનો રસનો અને અધિકૃત વિષય રહ્યો. ‘ચિત્રલેખા' સાપ્તાહિક અને ઇન્ડિયન એક્સપ્રેસ' જૂથના દૈનિક સમકાલીન (મુંબઈ)માં વિપુલ પ્રમાણમાં લખ્યું. સમકાલીન દૈનિકમાં પુસ્તકોની સમીક્ષાના પાનાનું લાંબા સમય સુધી સંપાદન પણ કર્યું. ગુજરાતમાં “દિવ્યભાસ્કર', સંદેશ, સમભાવ, ફૂલછાબ, ગુજરાત ટુડે, પડકાર, હમલોગ વગેરે દૈનિકોમાં શ્રેણીબદ્ધ રીતે કોલમ લેખન કર્યું. ભાસ્કર જૂથના સામયિક અહા જિંદગી'માં નવપ્રકાશનો અને સર્જકો વિશેનાં પાનાનું સંપાદન કરવા ઉપરાંત કટારલેખન કરે છે. તેમણે લંડનથી પ્રકાશિત ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોના અમદાવાદ ખાતેના ઇન્ચાર્જ અને એડિટોરિયલ કો-ઓર્ડિનેટર તરીકેની જવાબદારી પણ નિભાવી છે. હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ભૂદાન ચળવળના રાષ્ટ્રીય અધ્યયનમાં સંશોધક તરીકે કાર્યરત છે. તેમણે “પગ વિનાનાં પગલાં' પુસ્તકથી લેખક તરીકે પગરણ માંડ્યા અને એક પછી એક સાત પુસ્તકો આપ્યાં છે. તેમાંના કેટલાંકને પુરસ્કૃત પણ કરાયાં છે. શ્રેષ્ઠલેખન અને પત્રકારત્વ માટે તેમને સાહિત્ય અકાદમીનો, ગુજરાતી સાહિત્ય પરિષદનો, ગુજરાતી દૈનિક અખબારસંઘનો અને મહારાષ્ટ્ર સરકારનો એવોઝ મળેલા છે. ટક્કરનું સંપાદન કરનારાં નક્કર સંપાદિકા ડો. આરતી પંડ્યા ડૉ. આરતીબહેન પંડ્યાનું નામ પત્રકારત્વ, લેખન સંપાદનના ક્ષેત્રે જરાય અજાણ્યું નથી. સંસ્કૃત નાટકો ઉપર મહાનિબંધ કરીને મહર્ષિ ૨. છો. પરીખના માર્ગદર્શનમાં તૈયાર 'અન્ય જાણીતા મહિલા લેખકો, સંપાદકો સૌદામિની વ્યાસ ‘અંગના' નામના વાર્ષિકનાં વર્ષો સુધી સંપાદક હતાં. સરોજ પાઠક “ગુજરાતમિત્ર' દૈનિકમાં કટારલેખિકા ઉપરાંત, વાર્તાકાર, નિબંધકાર, નવલકથાકાર તરીકે તેમનાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. રંભાબહેન ગાંધી ૧૯૭૦થી ૭૭ સુધી “જૈન સમાજ પત્રિકા'ના તંત્રી હતાં. નાટ્યકાર, ગીતકાર, નિબંધકાર, વાર્તાકાર, હાસ્યલેખિકા અને આકાશવાણી મુંબઈ સાથે સક્રિય હતાં. ધીરુબહેન પટેલ નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, જન્મભૂમિ પ્રકાશિત “સુધા' સાપ્તાહિકના તંત્રી. ૧૯૩૩થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્ર વિજેતા હતાં. પુષ્પાબહેન મહેતા સમાજકલ્યાણ બોર્ડના માસિક “સમાજનાં સ્થાપક તંત્રી, ભારતી સાહિત્ય સંઘની બહેનો માટેના માસિક ‘ભગિની'નું તંત્રીપદ થોડો સમય સંભાળ્યું. ૧૯૫૫માં પદ્મભૂષણનો ખિતાબ અને ૧૯૮૩માં “જાનકીદેવી બજાજ' એવોર્ડથી સમ્માનિત. સૌરાષ્ટ્રના માલધારી જીવનને રજૂ કરતી નવલકથાઓ, વાર્તાઓ પ્રગટ થઈ ચૂકી છે. વિકાસગૃહ અને જયોતિસંઘનાં સ્થાપક, Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy