SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ધન્ય ધરા વાત નો'તી. હાર્યા અને પાછા વળવું પડ્યું પણ પોતે મનથી હાર્યા નહીં. ‘ગદ્ર' પ્રવૃત્તિના ઇતિહાસમાં પછીના વર્ષોમાં તેમનું યોગદાન ક્યાંય નોંધાયેલું જોવા મળતું નથી. ગદ્ર'નો ઇતિહાસ પ્રખ્યાત પત્રકાર ખુશવંતસિંહે લખ્યો છે. પછીના વર્ષોમાં “ગ' પ્રવૃત્તિમાં શીખોનું અને પંજાબીઓનું વર્ચસ્વ વધારે રહ્યું હતું. હોપકિન્સનની હત્યાના પ્રકરણમાં તેમની ધરપકડ થઈ. તેમને કેનેડાથી બર્મા લઈ જવાયા. શક્ય છે કે ત્યાં જેલમાં કે જેલબહાર તેમને ફાંસીએ દેવાયા હોય, ગોળીએ દેવાયા હોય. શક્ય છે કે આપણા છગન ખેરાજ વર્મા ઉર્ફ હસન રહીમે પણ આવી જ રીતે શહાદત વહોરી હોય. આજે આપણી પાસે તેમની કોઈ યાદગીરી નથી. પત્રકાર દેસાઈ નીરુભાઈ (૧૯૧૨–૧૯૯૩) મધ્યમવર્ગીય બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં જન્મેલા નીરુભાઈ દેસાઈ વિદ્યાર્થીકાળથી નેતા તરીકે સક્રિય હતા. શરૂઆતના વર્ષોમાં સામ્યવાદથી અંજાયેલા હતા પણ પછીના વર્ષોમાં ગાંધી વિચારસરણીથી અભિભૂત થયા હતા. આઝાદી આંદોલનની તમામ ચળવળોમાં અગ્રણી તરીકે જોડાયા અને યુવાનો માટેની વિવિધ તાલીમ શિબિરોનું આયોજન સંચાલન કર્યું હતું. અમદાવાદમાં ‘રંગમંડળની સ્થાપના કરીને નાટ્યપ્રવૃતિનો વિકાસ કર્યો હતો. “હિંદ છોડો' આંદોલનમાં જોડાયા અને દોઢ વર્ષ કારાવાસ ભોગવ્યો હતો. આ ઘટનાને કેન્દ્રમાં રાખીને તેમણે “ઘુવડ બોલ્યનવલકથા લખી. તેઓ વ્યવસાયે પ્રયોગશીલ અને દૃષ્ટિવંત પત્રકાર હતા. ૧૯૩૯માં “રેખા' સામયિકમાં જોડાયા અને ૧૯૪૫થી લોકપ્રકાશન લિમીટેડના “ગુજરાત સમાચાર'માં જોડાયા. પ્રજાબંધુ' સાપ્તાહિકમાં “સોદાગર' ઉપનામથી તેઓ આર્થિક સમીક્ષા લખતા. ગુજરાતી પત્રકારત્વમાં તેમને આર્થિક પત્રકારત્વના પ્રણેતા કહેવામાં આવે છે. વ્યાપાર' સાપ્તાહિકમાં અનેક વર્ષો સુધી તેમણે અર્થતંત્રને લગતા લેખો લખ્યા. “ગુજરાત સમાચારના સાંધ્ય દૈનિક ‘લોકનાદ'ના ગુજરાતી ડાયજેસ્ટ “શ્રીરંગ' માસિકના તથા ફિલ્મસાપ્તાહિક ‘ચિત્રલોકના તંત્રી તરીકે કામગીરી બજાવી તે તમામ સામયિકને આગવો ઓપ આપ્યો. ગુજરાતી પત્રકારત્વમાં તેમણે રાજકારણ ઉપરાંત કલા, સાહિત્ય, સંસ્કૃતિ, રમતગમત, પર્વતારોહણ વગેરે વિષયોને સ્થાન આપવા સહિત અનેક નવા કટારલેખકોની પેઢીને તૈયાર કરી હતી. ‘ગુજરાત સમાચાર'ની “વાસરિકા' કૉલમ મારફતે તેમણે ગુજરાતની ઓછી જાણીતી ઘટનાઓ અને ઓછી જાણીતી વ્યક્તિઓ અંગે લખાણો લખીને લોકોને માહિતગાર કર્યા હતા. ગુજરાતી પત્રકારત્વના નિર્ભીક પત્રકારોની પેઢીમાં તેઓ અગ્રેસર પત્રકાર ગણાય છે. પુનિત મહારાજ (૧૯૦૮ થી ૧૯૬૨) ગુજરાતના લોકસંત, ભજન પરંપરાના સાધુ, સમાજસેવક એવા પુનિત મહારાજનું બાળપણ ઘણી તકલીફોથી ભરેલું હતું. અમદાવાદમાં નોકરીની હાડમારી સહન ન થતાં માતાએ પાછા ધંધુકા બોલાવી લીધા. “ગર્જના' દૈનિકથી અખબારીજગતમાં તેમનો પ્રવેશ થયો. અમૃતલાલ જી. શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને “વીણા નામના સાપ્તાહિકના તંત્રી બન્યા. અત્યંત નીડર પત્રકાર. કોઈનીયે શેહમાં તણાય નહીં એવું વ્યક્તિત્વ. માધ્યમિક શાળાના શિક્ષણ દરમ્યાન શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કમાં આવવાથી કવિતાના બીજ રોપાયાં. પછી તો રોજના એક કાવ્યનો નિયમ થઈ ગયો. પછી તો સહજ ફૂરણાથી કાવ્યો રચાવા લાગ્યાં. તેમણે ૧૫૦૦થી વધુ ભજનો, આખ્યાનો, નવધાભક્તિ ભાગ-૧ થી ૧૧, પુનિત ભાગવત જેવો વિસ્તૃત ગ્રંથ ‘વડલાનો વિસામો” જેવા ૬૦ થી વધુ ગ્રંથો આપ્યા છે. માનવસેવા, પ્રભુસેવા અને સંસ્કૃતિસેવાના ક્ષેત્રમાં એમનું અનોખું પ્રદાન રહ્યું છે. તેમણે સ્થાપેલ આશ્રમો અને જનકલ્યાણ’ સામયિક હજુ પણ ઉત્તમ રીતે કામ કરે છે. ઉચ્ચકોટિના પત્રકાર પ્યારેલાલ નાયર ગાંધીજીના અંતેવાસી તરીકે જાણીતા પ્યારેલાલ નાયરને સૌ કોઈ ઓળખે છે. તેમણે અનેક પુસ્તકો અને સંપાદનો આપ્યાં છે. ગાંધીજીનું સાંનિધ્ય મેળવવા અને તેમની સાથે જોડાવા માટે તેમણે તેમનો એમ.એ. ફાઈનલનો અભ્યાસ છોડીને અનેક વખત તેમની મુલાકાત માંગી, સંમતિ માગી. ગાંધીજીએ તેમને અસહકારનો સિદ્ધાંત અને આચરણ” એ વિષય પર નિબંધ લખવા કહ્યો. પ્યારેલાલે એ વિષય પર નિબંધ લખીને બાપુને આવ્યો. તેમને એ પસંદ પડતાં તેમણે પ્યારેલાલને પોતાની સાથે જોડાવાની હા પાડી. ૧૦ ઓક્ટોબર, ૧૯૨૦થી ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરી સુધી તેઓ ગાંધીજી સાથે રહ્યા. આ તમામ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy