SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સમય દરમ્યાન તેમણે ગાંધીજીએ ચિંધેલા તમામ કાર્યો ઉત્સાહથી કર્યા. મહાદેવ દેસાઈના અવસાન બાદ તેઓ ગાંધીજીના અંગત સચિવ રહસ્યમંત્રી બન્યા. તેમણે આ દિવસો દરમ્યાન લખેલી નોંધોમાંથી તેમણે પુસ્તકો તૈયાર કર્યા છે. તેઓ ઉચ્ચકોટિના પત્રકાર હતા. તેઓ ‘યંગ ઇન્ડિયા' અને ‘હરિજન બંધુ’ તથા અન્યમાં હરિજનપત્રોમાં લેખો લખતા, વળી ગાંધીજીના ગુજરાતીમાં પ્રકાશિત થતા લેખોનો અંગ્રેજી અનુવાદ પણ આપતા. આમ, તેમનું પત્રકારત્વ ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને જ થયું. ગાંધીજીના જીવન અને ચિંતન અંગે તેમણે અનેક અધિકૃત ભાષ્ય આપ્યા છે. જેમાં (૧) ધ એવિક ફાસ્ટ, (૨) એ પિક્ષ્ચિમેજ ફોર પીસ, (૩) એ નેશન બિલ્ડર એટ વર્ક અને અન્ય સાતથી આઠ પ્રકાશનો ધ્યાનાર્હ છે. બકુલ ત્રિપાઠી (વિક્રમી કટારલેખન) વ્યવસાયે અધ્યાપક અને સાહિત્યમાં હાસ્યકાર અને નાટ્યકાર તરીકે જાણીતા બકુલભાઈ મહાપ્રયાણના આગલાદિન સુધી લખતા રહ્યા હતા. દુનિયામાં ગમે તે ખૂણે હોય તેમની નિયમિત કટારમાં ક્યારેય રજા પડે નહીં. ‘કુમાર’ સામયિકમાં તેમનો પહેલો લેખ છપાયો અને તેમની સર્જનયાત્રા શરૂ થઈ. ૧૯૫૩થી તેમણે અમદાવાદથી પ્રકાશિત થતાં વર્તમાનપત્ર ‘ગુજરાત સમાચાર’માં ‘ઠોઠ નિશાળિયો' તખલ્લુસથી ‘કક્કો અને બારાખડી’ની કટાર લખવાની શરૂઆત કરી. વિવિધ સામયિકોમાં પણ તેમના ખૂબ લેખો પ્રકાશિત થવા માંડ્યા હતા. તેમના હાસ્યનિબંધોનો પ્રથમસંગ્રહ ‘સચરાચર' ૧૯૫૫માં પ્રગટ થયો. તે પછી સમયાંતરે તેમના હાસ્યલેખોના સંગ્રહો પ્રકાશિત થતાં રહ્યા છે. તેમનાં અનેક પુસ્તકોને વખતોવખત અકાદમી અને પરિષદોનાં પારિતોષિકો મળી ચૂક્યાં છે. માત્ર ૪૦ વર્ષની વયે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. હાસ્યલેખોમાં પણ તેમણે અનેક પ્રકારો અને સુક્ષ્મપ્રકારોનું લેખન કર્યું હતું. તેમણે ‘લીલા' નામનું હાસ્યનાટક પણ લખ્યું હતું. તેના અનેક પ્રયોગો થયા હતા અને આંતરરાષ્ટ્રીય નાટ્યસ્પર્ધામાં પણ તેને સ્થાન મળ્યું હતું. તેમણે હાસ્યલેખન વિષયક શાસ્ત્રીય ચર્ચા કરવા માટે અનેક વિદેશ પ્રવાસો પણ કર્યા હતા. ગુજરાતી સાહિત્યના અધ્યક્ષ તરીકે તેમણે અનેક મહત્ત્વનાં કાર્યો હાથ ધર્યાં હતાં પણ અતિ શ્રમ, તનાવ અને હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું. Jain Education International ૩૯૩ બચુભાઈ રાવત ‘કુમાર' ગુજરાતી પત્રકારત્વમાં જેમ હાજી મહંમદને યાદ કરીએ તેમ હાજી પાસે કેળવાયેલાં લોકો અને હાજીના રસ્તે ગુજરાતી પ્રજાને સંસ્કારી અને સુંદર સામયિકો, લખાણો, તસવીરો આપવાની નેમ ધરાવતા પત્રકારોમાં ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવતને અવશ્ય યાદ કરવા પડે. સતત સક્રિય, સાહિત્યિક શૈલીમાં લેખોનું સંપાદન, લેખનની ફાળવણી, વાચકો સાથેનો ગાઢ નાતો અને શ્રેષ્ઠ પત્રકારત્વનો દાખલો બેસાડવા માટેનો પુરુષાર્થ એટલે ‘કુમાર'ના બચુભાઈ રાવત. ગાંધીયુગના આ પત્રકાર તેમના સમયથી ઘણું આગળ જોઈ શકતા. ‘કુમાર’ સામયિક અંગે તેમના મનમાં એક ચોક્કસ નકશો તૈયાર રહેતો. એ દિવસોમાં એવું કહેવાતું કે, ‘‘કુમાર’માં છપાય એ કોઈ ચંદ્રક મળ્યા બરાબર કહેવાય.” બચુભાઈ રાવતે ગુજરાતની પ્રજાને સાહિત્ય મારફતે સંસ્કારસૂચિ આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ૧૯૨૪થી ૧૯૪૨ દરમ્યાન રવિશંકર રાવળ સાથે સહતંત્રી તરીકે અને ૧૯૪૩થી ૮૦ દરમ્યાન તંત્રી તરીકે કુશળ કામગીરી બજાવી હતી. ૧૯૩૦માં તેમણે ‘બુધસભા’ની સ્થાપના કરી હતી, જેણે અનેક નવોદિત કવિઓને પ્રેરણા–પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. તેમનાં જાણીતાં સર્જનોમાં ‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકળા'માં કળાવિષયક લેખો અને ‘કળાવિવેચન’ છે. ઉપરાંત ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ' પુસ્તક, ‘ટૂંકી વાર્તાઓ' (અનુવાદ) આપ્યાં છે. ૧૯૪૮માં તેમને પત્રકારત્વક્ષેત્રે કરેલા પ્રદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૭૫માં ‘પદ્મશ્રી'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. બંસીલાલ વર્મા (ચકોર) પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્ટૂનનું મહત્ત્વ ખસૂસ છે જ. ઠેઠ તેના આવિર્ભાવકાળથી સમાચારો અને લેખોની સાથે ઠઠ્ઠાચિત્રો અને વ્યંગચિત્રો છપાતાં આવ્યાં છે. ‘ચકોર' નામે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતમાં જાણીતા બંસીલાલ વર્મા ઉત્તર ગુજરાત (મહેસાણા)ના વતની. વડનગરના મહંતશ્રીની શાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ૧૯૩૨માં તેમણે ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું બહાર પાડ્યું હતું. ૧૯૩૩માં ચિત્રકળાના વધુ અધ્યયન માટે તેઓ અમદાવાદ આવ્યા અને અહીં જ વસ્યા. અહીં તેમણે એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. ૧૯૩૫માં ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલની ચિત્રશાળામાં પ્રવેશ મેળવ્યો. કોંગ્રેસના અધિવેશનમાં પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy