SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ 360 ધન્ય ધરા અમદાવાદ પરથી તેમના અનેક કાર્યક્રમો રજૂ થતા રહ્યા છે. તેમના કેટલાંક પુસ્તકોના હિન્દી અનુવાદ પણ થયાં છે. અંદાજે છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ ગુજરાતી દૈનિક “સંદેશ” સ્ને પછી ગુજરાત સમાચાર'ના કટારલેખક તરીકે અવિરત કાર્યરત રહ્યા તેમણે અનેક સામયિકોનાં, ગ્રંથોના, ચારિત્રગ્રંથોના સંપાદનનું હિમાલય જેવું કાર્ય કર્યું છે. તેમણે ‘કિશોર', “પરબ' અને “બુદ્ધિપ્રકાશ' સામયિકોનું સંપાદન પણ કરેલું છે. તેમના મતે તેમણે કરેલા બાઈબલનો અનુવાદ અને ગાંધીજીના અક્ષરદેહના ત્રીસ ભાગમાં તેમણે કરેલા અનુવાદો તેમને મન મહત્ત્વના છે. તેમને તેમના અનુવાદો માટે અને વિવેચનો માટે અનેક પારિતોષિકો-ચંદ્રકોથી નવાજવામાં આવ્યા છે. આ તમામ સન્માનમાં ‘રવીન્દ્ર તત્ત્વાચાર્ય', “રણજિતરામ ચંદ્રક', ‘હરનાથ ઘોષ એવોર્ડ’ અને ‘ન હન્યતે' માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ શિરમોર છે. તેમના કટારલેખન અને નિયમિત સાહિત્યપ્રવૃત્તિના પરિપાકરૂપે લગભગ ૧૦૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે. પ્રા. નગીનદાસ પારેખ (સંપાદક, અનુવાદક, વિવેચક) (૧૯૦૩ થી ૧૯૯૩). બંગાળી સાહિત્યને ગુજરાતી ભાષામાં લાવી આપવાનું યુગકાર્ય પ્રા. નગીનદાસભાઈએ કર્યું છે. રવીન્દ્રનાથ ટાગોરની ધરે—બાહિરે'થી માંડીને શરદબાબુની ‘પરિણિતા” જેવી વિખ્યાત નવલકથાઓને ગુજરાતી પ્રજા માટે લાવી આપીને તેમણે અસંભવ-સંભવ કરી બતાવ્યું છે. તેમણે “ગીતાંજલિ'નો પણ ગુજરાતી અનુવાદ આપ્યો છે. આ ઉપરાંત તેમણે અનેક બંગાળી લખાણો મૂળને અનુરૂપ રહી પત્રકારત્વ અને સામયિકોના માધ્યમથી ગુજરાતીઓને આપ્યાં છે. “અભિનવનો રસવિચાર અને બીજા લેખો' તેમના અભ્યાસલેખોનો સંગ્રહ છે. “ન હન્યતે'ના અનુવાદ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. અંગ્રેજી અને સંસ્કૃતમાંથી પણ ઉપયોગી ઉત્કૃષ્ટ સાહિત્યિક અનુવાદો તેમણે આપ્યા છે. તેમણે નવલરામ', “મહાદેવ દેસાઈ”, “પ્રેમાનંદ', “ગાંધીજી જેવાં પુસ્તકો પણ આપ્યાં છે. અનેક સંપાદનો, અનુવાદો અને મૌલિક લેખનની વચ્ચે રમમાણ રહેતા નગીનદાસ પારેખ આપણું સદ્ભાગ્ય છે, ગુજરાતી ભાષાનું પણ. ગુજરાતના શ્રેષ્ઠ અનુવાદક, વિવેચક, સંપાદક તરીકે જેઓ ગુજરાત બહાર પણ એટલા જ સ્થાપિત છે તેવા નગીનદાસભાઈનો જન્મ ગુજરાતના વલસાડમાં. ગાંધીજીની અસહકાર આંદોલનની લડતનો નાદ લાગવાથી અભ્યાસ છોડીને તેઓ તેમાં જોડાયા. ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. રામનારાયણ પાઠક અને ઇન્દુભૂષણ મજમુદારની સાથે રહીને તેમને ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યનો નેડો લાગ્યો. વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન તેઓ અંગ્રેજીમાં ‘ક્રિટિક’ અને ગુજરાતીમાં પ્રભાત' નામના હસ્તલિખિતપત્રોનું સંપાદન કરતા. શાંતિનિકેતનમાં પણ શિક્ષણ લીધું. ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. કારાવાસ ભોગવ્યો. નર્મદ (૧૮૩૩ થી ૧૮૮૬) યુગપ્રવર્તક, પત્રકાર, સાહિત્યસર્જક નર્મદનો જન્મ વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મુંબઈમાં પિતાની નોકરી તેથી શિક્ષણ ત્યાં જ થયું. બાળવયે લગ્ન, શિક્ષણ, વિધૂર થયા. બધું સતત એક પછી એક નાનીગૌરીના અવસાન બાદ પુનઃ મુંબઈ જઈને ઉચ્ચ અભ્યાસમાં મન પરોવ્યું. કવિતા બિલકુલ સહજ રીતે સ્ટ્રરે. વઝવર્થના કાવ્યોની અસર, ડાહીગૌરી સાથે લગ્ન કર્યું. ૧૮૬૪માં સુધારાપ્રવૃત્તિને વેગ આપવા માટે “કલમના ખોળે માથું મૂક્યું અને ડાંડિયો' પખવાડિક શરૂ કર્યું. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનઉત્થાનને તેમણે સ્વધર્મ માન્યો. નર્મદે સાહિત્યના અનેક સ્વરૂપોમાં વિશાળ ફલક પર પ્રદાન કર્યું છે. અને તેથી જ તેઓ યુગપ્રવર્તક કહેવાયા છે. ગુજરાતી પદ્યને અનેક કાવ્યો, અનેક મહાકાવ્યો અને સદાબહાર ગીત “જયજય ગરવી ગુજરાત’ આપનાર નર્મદની ગદ્યક્ષેત્રે પણ એટલી જ મોટી સિદ્ધિ છે. નર્મદનું નિબંધકાર, તત્ત્વચિંતક, વિવેચક, ચરિત્રલેખક, ઇતિહાસકાર તરીકેનું બહુમૂલ્ય પ્રદાન છે. ૧૮૬૬માં લખેલી પણ ૧૯૩૪માં શતાબ્દીપ્રસંગે પ્રગટ થયેલી આત્મકથા “મારી હકીકત' ગુજરાતી ભાષાની પ્રથમ અધિકૃત અને શાસ્ત્રીય આત્મકથા ગણાય છે. નર્મદની રચનાઓએ અને અભ્યાસી લખાણોએ તેમને શાસ્ત્રકાર તરીકે સ્થાપિત કર્યા છે. નર્મદે મુંબઈથી સુરત આવીને ૧૯૫૧-પરમાં એટલે કે તેમની ૧૯ વર્ષની વયે “સ્વદેશ હિતેચ્છુ' નામની સંસ્થાના ઉપક્રમે “જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક શરૂ કરેલું. પણ એ ઝાઝું ન ચાલતાં ૧૮૬૪માં ૩૧ વર્ષની વયે “ડાંડિયો' નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. ‘ગાંઠનો ખરચ કહાડવો પડશે તેમ છતાં સ્પેક્ટટર જેવું લખાણ કહાડવું તો ખરું” એ નર્મદની પ્રતિજ્ઞા હતી. નુકશાન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy