SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૮૯ તેમણે ઐતિહાસિક નવલકથાઓ પણ રચી. નાટક, ચારિત્રલેખન, પત્રકારત્વ અને વિવેચનક્ષેત્રે પણ તેમણે કલમ ગતિશીલ રાખી. કોઈનો લાડકવાયો' અને “છેલ્લો કટોરો' જેવી તેમની રચનાઓ આજે પણ સાંભળનારની આંખમાં આંસુ લાવી દે તેવી છે. મેઘાણી કર્મચેતનાના પ્રતિનિધિ, સતત ઝઝૂમતા, અતિશ્રમથી થાકેલા આ સર્જકે કલકત્તાથી લખ્યું, “......અંધારું થઈ જાય છે. ગોધૂલિનો વખત છે.........મારો ગોવાળ મને બોલાવે છે. હું રસ્તો નહીં ભૂલું.................લિખિતંગ હું આવું છું. ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર) ઠક્કરબાપાનું હુલામણું નામ પામેલ ઠક્કરબાપાએ આજીવન દલિતો અને સમાજથી તિરસ્કૃત થયેલાં લોકોની સેવા કરી. કામ એજ તેમની ઓળખ બની રહી હતી. તેઓ મૂકસેવક તરીકે જાણીતા થયા હતા. આઝાદી આંદોલનમાં તેઓ ગાંધીજીએ ચીંધેલાં કાર્યો કરતા રહ્યા. આઝાદી બાદ તેઓ બંધારણસભામાં ચૂંટાયા. હરિજનો અને આદિવાસીઓના કલ્યાણ માટેની યોજનાઓ પણ તેઓ ઘડતા રહ્યા અને અમલમાં મુકાવતા રહ્યા. તેમની પત્રકારત્વની કામગીરી પણ આ સાથોસાથ ચાલતી રહી. “હરિજન, “સર્વર્સ ઓફ ઇન્ડિયા', ‘હિન્દુસ્તાન ટાઇમ્સ' જેવાં સામયિકોમાં તેઓ લેખો લખતા રહ્યા. તેમની ડાયરીઆદિવાસીઓના પ્રશ્નો અંગેના તેમના “કાળે મેમોરિયલ વ્યાખ્યાન' અને “ભારતની આદિમજાતિ' જેવાં પુસ્તકો જાણીતાં દેવદાસ ગાંધી ૨૨મી મે ૧૯00ના રોજ દક્ષિણ આફ્રિકામાં ડરબનમાં તેમનો જન્મ થયો અને એ પણ ગાંધીજીના હાથે. ગાંધીજીના સૌથી વધુ જાણીતા પુત્ર અને ખાસ તો વ્યવસાયે પત્રકાર. પરંપરાગત શિક્ષણ તો એમને મળ્યું નહોતું પણ અનુભવની શાળામાં ખૂબ ઘડાયા. ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતનમાં પણ થોડું ઘણું ભણ્યા. ગાંધીજીના કામમાં તેમની પૂરતી શ્રદ્ધા ને તેથી જ તેમણે ૧૯૨૦-૨૧માં અસહકારની ચળવળમાં ભાગ લીધો. ૧૯૩૨માં ગોળમેજી પરિષદ બાદ ૧૯૩૩માં અને ૧૯૪૨માં એમ ચાર વખત કારાવાસ ભોગવ્યો. તેમણે દિલ્હીની જામિયામિલિયા ઇસ્લામિયા ખાતે હિન્દીના શિક્ષણની અને ૧૯૨૯થી ૪૨ દરમ્યાન દક્ષિણનાં રાજ્યોમાં હિન્દી પ્રચારની કામગીરી સંભાળી. ૧૯૨૦-૨૧ના સમયગાળા દરમ્યાન તેઓ મોતીલાલ નહેરુના ‘ઇન્ડિપેન્ડન્ટ'ના તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૨૩-૨૪ દરમ્યાન ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ પત્રોનું સંપાદન પણ તેમણે સંભાળ્યું. ૧૯૩૩માં તેમણે “હિન્દુસ્તાનના તંત્રી તરીકે સ્વતંત્ર રીતે જવાબદારી સંભાળી. સૌને તેમની ખરી શક્તિનાં દર્શન ત્યારબાદ જ થયાં. તેમના સમયગાળા દરમ્યાન અખબારનું સર્ક્યુલેશન ઘણું જ વધ્યું. રાષ્ટ્રીય ચળવળના લોકમાધ્યમ તરીકે તેની સારી એવી લોકપ્રિયતા થઈ હતી. તેની અંગ્રેજી ઉપરાંત હિન્દી આવૃત્તિ પણ શરૂ થઈ હતી. પત્રકારત્વના તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે અનેક હોદ્દાઓ અને મહત્વની જગ્યાઓ પર પદભાર સંભાળ્યો હતો, જેમાં ઓલ ઇન્ડિયા ન્યૂઝ પેપર એડિટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે, યુ.એન.કમિશન ઓન ફ્રીડમ ઓફ થોટ્સના પ્રેસના સભ્ય તરીકે મહત્વનાં છે. ગાંધીજીના પુત્ર તરીકે તેમણે પત્રકાર અને પત્રકારત્વ એમ બંને ક્ષેત્રે ઉચ્ચ માનાંક સ્થાપિત કર્યા હતા. દોલત ભટ્ટ (“સાહિત્યની દોલતનો સમૃદ્ધ કટારલેખક') શ્રી દોલત ભટ્ટ ગુજરાતી સાહિત્યને નવલકથા, લોકકથા, ઇતિહાસકથા, બાલકથા તેમજ લોકસાહિત્ય દ્વારા સમૃદ્ધ કર્યું છે. તેમના બાળસાહિત્યનાં પુસ્તકોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનાં ઇનામો પ્રાપ્ત થયાં છે. તેમને શ્રેષ્ઠ સંવાદલેખન માટેનો રાજ્ય સરકારનો એવોર્ડ મળ્યો છે. તેમની અનેક નવલકથાઓનાં રંગીન ચિત્રો ઊતર્યા છે. આકાશવાણી–રાજકોટ ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ, નવજીવન અને અન્ય ગાંધીસંસ્થાઓ માટે જીવન સમર્પિત કરનાર ઠાકોરભાઈએ વંસ્થાઓ માટે જીવન સમર્પિત ના કોરા વખતોવખત પત્રકારત્વ અને સંપાદનક્ષેત્રે પણ કામ કર્યું હતું. સ્નાતક થયા બાદ કાકાસાહેબ સાથે તેમનું ઘડતર થયું. સત્યાગ્રહ આશ્રમમાં શિક્ષક તરીકે જોડાયા. તે દરમ્યાન (‘યંગ ઇન્ડિયા” અને ‘નવજીવન’માં કામ કરવા માંડ્યું. અનેક વખત જેલમાં પણ ગયા. ૧૯૩૭માં મોરારજી દેસાઈના અંગત મદદનીશ તરીકે જોડાયા. ૧૯૪૪માં ગાંધીજીએ લડત પાછી ખેંચી અને સાપ્તાહિકપત્રો ચાલુ કર્યા. ઠાકોરભાઈએ અમદાવાદ આવીને ‘નવજીવન’પત્રોના સંપાદન-લેખનની જવાબદારી સંભાળી લીધી. આજીવન ગાંધીવિચારકેન્દ્રી પ્રવૃત્તિ કરતા રહ્યા. Jain Education Intemational on Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy