SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઇતિહાસકાર–પત્રકાર કૃષ્ણલાલ ઝવેરી ‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો' નામે સાહિત્યિક ઇતિહાસથી જાણીતા શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ ગુજરાતીભાષાનો પહેલો વ્યવસ્થિ-ઇતિહાસ આપ્યો હતો. તેમણે ‘મોર્ડન રિવ્યૂ’માં વર્ષો સુધી અંગ્રેજીમાં પુસ્તકસમીક્ષા કરી અને અંગ્રેજી અને ગુજરાતીમાં પરસ્પર સાહિત્ય રસાસ્વાદ અને સમીક્ષા કરાવતા રહ્યા. તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં દળદાર સાહિત્યઇતિહાસ લખ્યો. તેમની તમામ પ્રવૃત્તિ સંશોધન, અધ્યયન અને વિવેચનમાં વિકસતી રહી. તેમણે ઇતિહાસવિષયક હૈદરઅલી અને ટીપુ સુલતાન’ ‘ઔરંગઝેબ અને રાજપૂતો', ‘બાદશાહી ફરમાનો' લખ્યા છે. કૃષ્ણલાલ શ્રીધરાણી (કોરસ્પોન્ડન્ટ) સાહિત્યનાં કવિતા અને નાટકનાં સ્વરૂપોમાં ઊંડું ખેડાણ કરનાર શ્રીધરાણીજી તે જમાનાના ‘અમૃતબજાર પત્રિકા’ નામના અંગ્રેજી દૈનિકના ગુજરાત ખાતેના પ્રતિનિધિ હતા. તેમણે વર્ષો સુધી આ જવાબદારી સફળતાપૂર્વક સંભાળી. આઝાદી આંદોલનમાં ગાંધીરંગે રંગાયેલા આ સર્જકપત્રકારે ગુજરાતી-અંગ્રેજીમાં થઈ ૧૦થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમને ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૬૧માં અપાયો હતો. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા એવા પદ્મશ્રી કુમારપાળ દેસાઈનો પત્રકાર– કટારલેખક તરીકેનો પરિચય પણ ગુજરાતની અને સમગ્ર વિશ્વમાં પથરાયેલી ગુજરાતીભાષી પ્રજાને છે જ. સૌરાષ્ટ્રના રાણપુરમાં જન્મ, વતન સાયલા અને કર્મભૂમિ અમદાવાદ. ગુજરાતી ભાષાના માધ્યમથી રમતગમતથી માંડીને જૈનદર્શન જેવા અઘરા વિષયના ક્ષેત્રોમાં સાત્ત્વિક ભાષામાં તાત્ત્વિક વાત કરવી જેમને મન રમત વાત છે, સહજ વાત છે તેવા સદાસ્મિત કુમારપાળભાઈ દેસાઈ સુધી તેમની પત્રકારત્વ અને સાહિત્યની કામગીરીના પરિપાકરૂપે પદ્મપુરસ્કાર સામે ચાલીને આવ્યો છે. ઇંટ અને ઇમારત’, ‘ઝાકળ બન્યું મોતી', ‘રમતનું મેદાન’, ‘પાંદડું અને પિરામીડ' જેવી અઠવાડિક કૉલમો મારફતે તેઓ ગુજરાતી ભાષાભાષી લોકોને નિયમિત મળે છે. તેમનું સાહિત્ય અને પત્રકારત્વ પરસ્પરની ભેળસેળમાંથી નિષ્પન્ન થયું નથી. બંને સ્વરૂપોમાં નોખી ભાત તેમણે આત્મબળે ઉપસાવી છે. તેમણે માહિતી પત્રકારત્વની એક નવી શૈલી Jain Education International ૩૮૦ વિકસાવી છે. તેમણે અનેક પુસ્તકો આપ્યાં છે. સાહિત્યના તમામ સ્વરૂપો જેમાં ચરિત્ર, બાળસાહિત્ય, પ્રૌઢસાહિત્ય, નવલિકા, ચિંતન, સંશોધન, વિવેચન જેવાં ક્ષેત્રોમાં ૮૦થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમ્માનો પ્રાપ્ત થયાં છે. વિદેશમાં જૈનધર્મના પ્રચારપ્રસાર માટે જૈના' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી તેમને સમ્માન પ્રાપ્ત થયું છે. તેમના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓએ જૈનદર્શન, ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને સમૂહમાધ્યમ વિષયમાં પીએચ.ડી. કર્યું છે. કેખુશરો કાબરાજી (૧૮૪૨–૧૯૦૪) મુંબઈમાં જન્મ, પણ કામ કર્યું સમગ્ર ગુજરાતી સમાજ માટે. કારકિર્દીની શરૂઆત સ્વતંત્ર પત્રકાર તરીકે કરી. જામે જમશેદ'માં રિપોર્ટર તરીકે જોડાયા. ત્યાં જ તંત્રી પણ બન્યા. સામાજિક કુરિવાજોનો વિરોધ તેમના લેખોનો મુખ્ય સૂર રહેતો. તેઓ આધુનિક વિચારસરણીના પુરસ્કર્તા હતા. તેઓ તેમની દીકરી અને પુત્રવધૂને પત્રકારત્વમાં લાવ્યા હતા. તેમણે ‘રાસ્ત ગોફતાર' સામયિકને પણ પોતાની સૂઝ અને શક્તિથી સંવર્ધિત કર્યું હતું. તેમના અનુગામી તરીકે પુતળીબાઈએ પણ પત્રકારત્વમાં ઉત્તમ પ્રકાશન કર્યું. તેઓ પ્રખર ભાષણકર્તા હતા. રસપ્રદ ભાવવાહી શૈલી અને સમાજના પ્રચલિત કુરિવાજો સામે લડવાની તેમની પ્રબળ ઇચ્છાએ તેમને અનેક ઠેકાણે ભાષણો આપવા બોલાવતા. વિધવાવિવાહનો વિરોધ કરનાર સામે તેમણે સઘન-સબળ પ્રયત્નો કર્યા હતા. મૃત્યુ પછી રોવા–કૂટવાનો રિવાજ, પડદાપ્રથા બંધ કરાવવાના તેઓ હિમાયતી હતા. તેઓ આજન્મ પત્રકાર રહ્યા અને માત્ર પારસી કોમના જ નહીં–સમગ્ર ગુજરાતના બની રહ્યા. ચાંપશી ઉદેશી (૧૮૯૨-૧૯૭૪) ગુજરાતી પત્રકારત્વમાં શિષ્ટ, સુંદર અને સાહિત્યિક પત્રકારત્વની પરંપરામાં ચાંપશીભાઈનું નામ આદરસહિત લેવાય છે. પત્રકારત્વમાં તેમની તાલીમ અનેક સિદ્ધહસ્ત પત્રકારો અને તંત્રીઓના માર્ગદર્શનમાં થઈ. ‘વીસમી સદી' સામયિક સાથે તેઓ ઘણા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. તેમની પત્રકારત્વની કારકિર્દીનો ઉઘાડ અને વિસ્તાર કલકત્તામાં થયો. ૧૯૨૨ના એપ્રિલ માસમાં તેમણે ‘નવચેતન’ સામયિકનો પ્રથમ અંક પ્રકાશિત કર્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy