SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ અલારખા, હાજી મહંમદ શિવજી (૧૮૭૮થી ૧૯૨૧) ‘વીસમી સદી’ માસિક દ્વારા ગુજરાતી પત્રકારત્વમાં આગવો ચીલો ચાતરનાર અને બ્રિટન અને અમેરિકાનાં સામયિકો જેવું સામયિક ગુજરાતીમાં આપવાની નેમ રાખનાર સાહિત્યસેવી અને લેખક પ્રેમી પત્રકાર એટલે હાજી. સંસ્કારસમૃદ્ધ અને આધુનિકતાના સમન્વયથી તેમણે ‘ગુલશન’ નામનું એક સામયિક પણ કાઢ્યું હતું. ૧૯૦૧માં શરૂ થયેલું આ સામયિક એકાદ વર્ષ ચાલેલું. ૧૯૧૬માં ‘વીસમી સદી' સામયિકનો આરંભ થયેલો. એપ્રિલનો અંક માર્ચમાં બહાર પાડીને હાજીએ પોતાની પત્રકારત્વની ધગશ સૌને દાખવી હતી. ૧૦ માસ અગાઉના ‘વીસમી સદી'ના ટાઇટલ બ્રિટનથી છપાઈને આવી પહોંચ્યા હતા. એ જમાનાના હાજીના ‘વીસમી સદી’ના અંકો આજે પણ ગુજરાતી પત્રકારત્વના એ સુવર્ણયુગની યાદ અપાવે તેવા છે. હાજી મહંમદે સામયિકને સંગીન બનાવવા પાછળ જાત ઘસી નાખી હતી. ૪૪ વર્ષની વયે તેમનું ધનુર્વાને કારણે આકસ્મિક નિધન થયું. તેમણે ‘વીસમી સદી’ માટે આર્થિક ખુવારી જે હદે વહોરી તેની કલ્પના થઈ શકે તેમ નથી. હાજીની પ્રથમ પત્નીએ તેમના સંઘર્ષના દિવસોમાં અને બીજી પત્નીએ અંતિમ દિવસોમાં ખૂબ સાથ આપ્યો હતો. કનૈયાલાલ મુન્શી, ચંદ્રશંકર પંડ્યા અને નરસિંહરાવ દિવેટિયા જેવા અનેક સાહિત્યકારોની પ્રગતિમાં ‘વીસમી સદી’નો ફાળો અનન્ય હતો. પત્રકારત્વ ક્ષેત્રના દિગ્ગજ શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી તેમને કલાનો શહીદ' કહીને યાદ કરતા. કલાને ઘેર ઘેર પહોંચતી કરવાનો’ તેમનો ઉદ્દેશ તેમણે આજન્મ પાળ્યો હતો. કલાની બાબતમાં તેમની સૂઝ અદ્વિતીય હતી. તેમણે ‘મહેરુન્નિસા’ તથા ઇમાનનાં મોતી’ જેવાં નાટકો ઉપરાંત ‘રશીદા' નામની નવલકથા લખી હતી. ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વને નવી દિશા આપનાર તરીકે હાજીને સૌ યાદ રાખશે જ. હાજી અંગે વધુ જાણવા માટે www.gujarativismisadi.com@ log on કરો. આચાર્ય ગુણવંતરાય (૧૯૦૦-૧૯૬૫) સાગરસાહસકથાઓ મારફતે ગુજરાતના સાહિત્યજગતને મળેલા ગુણવંતરાય આચાર્ય સાચા અર્થમાં પત્રકારત્વની દેન છે. લેખનનાં અનેકક્ષેત્રોમાં તેમણે નાની વયે જ કાઠું કાઢ્યું Jain Education International હતું. અહીં માત્ર તેમના પત્રકારત્વ અંગેની ચર્ચા કરીએ. ૧૯૧૭માં મેટ્રિક થયા પછી તેમણે શિક્ષણની સાથે લેખન શરૂ કર્યું. ૧૯૨૭માં તેઓ ‘સૌરાષ્ટ્રમિત્ર’ સાથે સંકળાયા એ પછી ક્રમશઃ ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં ને ‘ફૂલછાબ' સાપ્તાહિકના તંત્રીપદે રહ્યા. ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર'માં પણ તેમણે કટારલેખક તરીકે સેવાઓ આપેલી. તેમણે એક ફિલ્મ સામયિક પણ ચલાવેલું. ધન્ય ધરા પત્રકારત્વે તેમને અતિલેખન તરફ પ્રેર્યા, તો એ જ પત્રકારત્વે તેમની લખાવટને જિજ્ઞાસાપોષક ને રસપ્રદ બનાવી. સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીના ઉછેરે અને એની બોલીના સંસ્કારે તેમના પત્રકારત્વ અને લેખન પર એક વિશેષ શૈલીની અસર જોવા મળે છે. આનંદશંકર બા. ધ્રુવ ‘વસંત' ‘વસંત' સાહિત્યિક-સામાજિક સામયિક દ્વારા ભારતીયગુજરાતી સાહિત્યજગતમાં જેમનું નામ અમર થઈ ગયું છે તેવા આનંદશંકર બા. ધ્રુવનું સાહિત્યિક લેખન પત્રકારત્વના માર્ગે થયું. ગોવર્ધનયુગના મહાપંડિત એવા આચાર્યશ્રી આ. બા. ધ્રુવના પ્રચલિત નામથી સાહિત્યજગતમાં સર્વત્ર વિદ્યમાન પ્રજ્ઞાપુરુષે ગુજરાતીભાષાને મિષ્ટ-શિષ્ટ, સંસ્કારી અને ગૌરવભરી લેખનશૈલી આપી છે. ધર્મમુદ્દે તાત્ત્વિકચિંતન કરતા લેખોનો સંગ્રહ ‘આપણો ધર્મ' નામે ઘણો જાણીતો છે. ગાંધીજીના સંગેરંગે તેમની સાહિત્ય, શિક્ષણ અને સમાજસેવાની યાત્રા ઘણી વિસ્તરી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આચાર્ય તરીકે તેમણે સેવા આપી હતી. ગૂજરાત વિદ્યાપીઠની વિકાસયાત્રામાં સહભાગી રહ્યા. તેમના સાહિત્યવિષયક લખાણોના ગ્રંથો ‘કાવ્યતત્ત્વવિચાર' અને ‘સાહિત્યવિચાર’ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આસ્તા દિનશા ગોરવાલા (ઓપિનીયન) For Private & Personal Use Only વિષ્ણુ પંડ્યાએ લખેલ ‘અલવિદા ગોરવાલા' લેખમાંથી મળેલી વિગતો અનુસાર ગોરવાલા નિર્ભીક પત્રકારત્વ યુગના પ્રતિનિધિ હતા. કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તેમણે નિર્ભીક પત્રકારત્વ કર્યું. સિંધ પ્રદેશમાં તેમની ન્યાયપદ્ધતિની ઘણી લોકચાહના હતી. કટોકટી લદાઈ ત્યારે શબ્દોના માધ્યમથી ઝઝૂમતા પત્રકારોમાં એડી ગોરવાલા અને સાહિત્યકાર વિદૂષી દુર્ગાભાઈ ભાગવત.-આ બે જણાએ જ હિંદની બૌદ્ધિક ચેતનાને બળ પુરું પાડ્યું. એ. ડી. ગોરવાલાનું ‘ઓપિનિયન’ એટલે તદ્દન www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy