SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૮૩ સાદુ ચારપાનાનું ચોપાનિયું–તેમાં તેઓ જે પ્રકારના લખાણો લખતાં તેવું લખવું આજે પણ અશક્ય લાગે. તેમણે બૌદ્ધિકોમાં ચેતના જગાવી અને શાસનમાં ગભરાટ ફેલાવ્યો હતો. એવું કહેવાય છે કે પંડિત જવાહરલાલ નેહરુ પોતાના પરની ધારદાર ટીકા માટે લક્ષ્મણના કાર્ટુન અને ગોરવાલાનું “ઓપિનિયન’ પસંદ કરતા હતા. વખત આવ્યે ગાંધીજી સામે પણ તેમણે પોતાનો મત રજૂ કરી આકરી ટીકા કરી હતી. | ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'માં તેમની ‘વિવેક' નામની કૉલમ ચાલતી હતી. જેને તમામ ક્ષેત્રના લોકો બહુ રસથી વાંચતા હતા. તેમના ખુદના સામયિક શરૂ કરવા પાછળ પણ મોટાભાગના સામયિકોનો જાકારો જવાબદાર હતો. છતાં તેઓ કહેતા, “થોડાક લોકો વિચારતા થાય તો ઘણું–આમ તો હેતુ વ્યર્થ જ છે છતાં, ક્યારેક, કોને ખબર શું થશે. સેન્સરશીપના દિવસોમાં પ્રેસ પર જાખી આવી. મુદ્રણાલય બદલતા રહ્યા. છેલ્લે સાઈક્લોસ્ટાઈલ ચોપાનિયું બહાર પાડ્યું. ‘દર્પણ અને સ્ત્રી’ નામની ટૂંકી વાર્તાઓ હાહાકાર મચાવ્યો. કટોકટીના દિવસોમાં એક લાખ અટકાયતીઓ “નાવમેં નદીમાં ડૂબી જાય' એવી ચળવળવાણી ઉચ્ચારતા તેમણે કહ્યું હતું કે, “સાચે જ તેઓ મોટા ગુનેગારો છે. તેમણે સત્તાવાદની સામે લડવાનો ભયંકર ગુનો કર્યો છે.” ગોરવાલાનું ચિંતન તેમના જ શબ્દોમાં........ જરાક વિચારો......આપણા રાષ્ટ્રજીવનની શરૂઆત શામાંથી થઈ હતી ? ભારતના ભાગલા પછી આપણે એશિયામાં સૌથી અધિક શક્તિશાળી તાકાત ધરાવતું રાષ્ટ્ર હતા. સુવ્યવસ્થિત યોગ્ય વહીવટીતંત્ર હતું. કાયદો-વ્યવસ્થા જળવાતાં. ચીજવસ્તુના ભાવ પ્રમાણમાં ઓછા હતા અને સ્થિર હતા. સાંસ્કૃતિક અનુભવ હતો. આટલા સમૃદ્ધ વારસા સાથે ભારત ઘણું ઉજ્જવળ ભાવિ નિર્માણ કરી શક્યું હોત, પણ આ દેશે તેમ કર્યું નહીં, અને કોઈએ આત્મશોધન પણ ના કર્યું ?” કોઈનેય તકલીફ આપ્યા વગર ગોરવાલાએ, “એક ઓર પારસીએ” દેશની સેવા કરીને ચૂપચાપ વિદાય લીધી. ગોરવાલાના “ઓપિનિયન'ની ફાઈલો ક્યાં હશે ? એના અંગે સંશોધન કોણ કરશે ? ક્યારે કરશે ? ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૮૮૦માં મુંબઈથી “ગુજરાતી' સાપ્તાહિક શરૂ કરનાર શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનું ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે. મધ્યકાલીન કવિતાના સંપાદક તરીકે તથા કુશળ નવલકથાકાર અને અનુવાદક-તરીકે જાણીતા એવા તેઓ આજે પણ ગુજરાતી સાહિત્યજગતમાં તેમના યુગ શાશ્વત સર્જન “ચંદ્રકાન્ત’ને કારણે જાણીતા છે. “ચંદ્રકાન્ત' સર્જન માત્ર તેમની વિચારયાત્રા કે કલ્પનાવિહાર નથી, પણ યથાર્થ અને વેદાંતના વિચારોને સાંકળીને થયેલી ઉત્તમ રચના છે એવું વિદ્વાનોનું માનવું છે. તેમણે બૃહદ્ કાવ્યદોહન'ના આઠ ભાગ અને “કથાસરિતસાગરના બે ભાગનું સંપાદન કરેલું છે. ગુજરાતના મધ્યકાલીન ભક્તકવિઓનાં જીવનચરિત્રો અને રચનાઓને તેમણે બૃહદ કાવ્યદોહન'માં સમાવ્યાં છે. કૃષ્ણચરિત્ર', “ઓખાહરણ', ‘નળાખ્યાન', “નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ' તેમનાં સંપાદિત પુસ્તકો છે. તેમણે કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પણ લખી હતી. જેમાં ‘ગંગા તથા શિવાજીની લૂંટ’ અને ‘ટીપુ સુલતાન'નો સમાવેશ થાય છે. “ગુજરાતી' સાપ્તાહિક શરૂ કર્યું તે અગાઉ તેઓ સુરતથી સ્વતંત્રતા' માસિક ચલાવતા હતા. ચારુચર્યા, વિદૂરનીતિ, શ્રીધરી ગીતા, શુકનીતિ, કળાવિલાસ, રાજતરંગિણી તેમના જાણીતા અનુવાદો છે. તેમના સાહિત્યિક અને પત્રકારત્વના યોગદાનનો અભ્યાસ કરવા માટે થઈને વિવિધ વિશ્વવિદ્યાલયોમાં અનેક શોધનિબંધો થયા છે. પત્રકાર ઈશ્વર પેટલીકર સત્યઘટનાઓ પર આધારિત સાહિત્યસૃષ્ટિના સર્જક ઈશ્વર પેટલીકરે ગુજરાતી ભાષાને સમર્થ નવલકથાઓ અને નવલિકાઓ આપી છે. રોજેરોજ સમકાલીન ઘટનાઓને વિચારીને, સમજીને, લોકહિતની વાત શોધીને પત્રકાર ઈશ્વર પેટલીકરે તેમની કોલમના માધ્યમથી સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવાહોનું ચિંતન કરતા લેખો લખ્યા છે. લોકહિતચિંતક પત્રકાર તરીકે તેઓ જાણીતા થયા હતા. ઉત્તમલાલ ત્રિવેદી (૧૮૭૨થી ૧૯૨૩) પંડિતયુગના એક ઉત્તમ વિવેચક તરીકે તેમની નામના થઈ અને આજે પણ છે. વડનગરા નાગર કુટુંબમાં જન્મ, ઉછેર-શિક્ષણ-પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ઘણાં વર્ષો તેમણે અમદાવાદ અને મુંબઈમાં વકીલાત કરી. નાગરસમાજ અને તેનાં મંડળો, કેળવણી મંડળ, સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું. www.jainelibrary.org Jain Education Intemational Education International For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy