SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ૧૯૮૮થી શ્રી રઘુવીર ચૌધરીએ ગુજરાત યુનિ.માં પત્રકારત્વનો અભ્યાસક્રમ (બેચલર ઇન જર્નાલીઝમ કમ્યૂનિકેશન અને પબ્લિક રિલેશન્સ) શરૂ કર્યો. તેની પ્રથમ બેચના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવી ૧૯૮૯માં ઉત્તીર્ણ. ૧૯૮૯ માર્ચથી ૧૯૯૩ સુધી ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' (ગુજરાતી આવૃત્તિ)માં પૂર્તિ વિભાગના સંપાદક તરીકે, અનુવાદક તરીકે અને રિપોર્ટર તરીકે કામગીરી કરી. રોજેરોજની કામગીરીના ભાગરૂપ અંદાજે ૨૦૦ લેખો આ સમયગાળા દરમ્યાન થયા. થોડા મહિનાઓ જ્યહિન્દ’ જૂથના ‘સખી’ સામયિકના મુખ્ય સંપાદક તરીકે કામ કર્યું. આ સામયિક માસિક હતું. તેને પાક્ષિક બનાવ્યું અને તત્કાલીન સર્વોચ્ચ વેચાણ ધરાવતું સામયિક (મહિલાઓ માટેનું) બનાવ્યું. ધન્ય ધરા ૧૯૯૪ જાન્યુઆરીથી ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વવિભાગના અધ્યાપક તરીકે કાર્યરત થયા બાદ અધ્યયન અધ્યાપન યાત્રા દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા ૫૦ વર્ષથી સતત પ્રકાશિત થતાં સામયિક ‘સમય’ અંગે શોધકાર્ય કરી M.Phil(અનુપારંગત)ની પદવી મેળવી. ‘ગુજરાતી અખબારો અને નારીચેતના' વિષય લઈને ડૉ. કુમારપાળ દેસાઈના માર્ગદર્શનમાં Ph.D. (વિદ્યાવાચસ્પતિ)ની પદવી હાંસલ કરી. અધ્યાપન કાર્યના વર્ષો દરમ્યાન ૨૦ થી વધુ અભ્યાસલેખો પ્રકાશિત થયા છે. પત્રકારત્વના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મોનોગ્રાફ લખ્યા છે જેમાંનો ‘ભારતીય જનસંપર્કના પિતામહ : મહાત્મા ગાંધી' પ્રકાશિત થયો છે. અન્ય મોનોગ્રાફ પુસ્તકોમાં પ્રકરણ તરીકે પ્રકાશિત થયાં છે. ‘સમય’ : એક અધ્યયન M. Phil નો શોધનિબંધ પુસ્તક તરીકે પ્રકાશિત થઈ ચૂક્યો છે. તેમનો પી.એચ.ડી.નો શોધનબંધ ‘ગુજરાતી અખબારો અને નારીચેતના પ્રકાશિત થઈ ચૂક્યો છે.' પી.એચ.ડી. પછીના વર્ષોમાં તેમનો સ્વાધ્યાય સતત ચાલુ રહ્યો છે. પથપ્રદર્શક પ્રતિભાઓ' નામના માહિતીકોશમાં તેમણે જાણીતા ગુજરાતી પત્રકારોનો પરિચય માટેનો આલેખ લખ્યો છે. તદ્ઉપરાંત ગુજરાતની પ્રકાશનપ્રવૃત્તિ અંગે પણ તેમણે માહિતીલેખ લખ્યો છે. તેમના અનેક અભ્યાસલેખ જાણીતા, અભ્યાસુ ગુજરાતી સામયિકોમાં છપાયા છે. સૌરાષ્ટ્ર યુનિ.ની રાજકોટ એકેડેમિક સ્ટાફ કોલેજ તદ્ઉપરાંત અનેક સરકારી, બિનસરકારી સંસ્થાઓમાં તેમણે તજ્જ્ઞ તરીકે વ્યાખ્યાનો આપ્યાં છે અને અનેક તાલીમશાળાઓમાં શીખવા અને શીખવવા માટે પણ જાય છે. હાલમાં તેમણે ગૂજરાત વિદ્યાપીઠ અંગે એક દસ્તાવેજી ચિત્રનાં નિર્માણ કાર્યમાં લેખનકાર્યની જવાબદારી સંભાળી હતી. ‘ગૂજરાત વિદ્યાપીઠનું ગુજરાતનાં શૈક્ષણિક વિકાસમાં યોગદાન' વિષય અંગેના નિબંધને ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો અને ‘મંગલગ્રહ એક વૈજ્ઞાનિક ખોજ' નામના નિબંધને હિન્દી સાહિત્ય પરિષદ તરફથી ચંદ્રક એનાયત થયો છે. તેઓ અનેક શૈક્ષણિક, બિનશૈક્ષણિક સંસ્થાઓના સદસ્ય છે. અનેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ સમિતિના સદસ્ય છે. ગુજરાતના જાણીતા સામયિક ‘નવચેતન’ તરફથી તેમને તેમના લેખ ‘ગુજરાતી પત્રકારત્વ અને વીતેલું વર્ષ ૨૦૦૫’ માટે શ્રેષ્ઠ લેખનો વિશેષ પુરસ્કાર પણ મળેલો છે. ગૂજરાત વિદ્યાપીઠના ‘ગ્રામજીવનયાત્રા’ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે રાણપુર તાલુકાના ચાર ગામની નિવાસીયાત્રા કરી છે. તા. ૧૦-૧૦-૨૦૦૭ના રોજ પત્રકારત્વ અને શિક્ષણક્ષેત્રે પ્રદાન બદલ ‘સખી' (જય હિંદ પ્રકાશન, અમદાવાદ) તરફથી ‘સખી શક્તિ' એવોર્ડ (૨૦૦૭) એનાયત થયો છે. —સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy