SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મુાતી પત્રકારો : કટાર લેખકો સામાજિક ઉત્થાન માટે કે સાંસ્કૃતિક વિકાસ માટે સમૂહ માધ્યમોનો ફાળો જરાય નાનો સૂનો તો નથી જ હોતો. મોબાઈલ ફોનમાં યુરોપની ધરતી પર રમાતી રમત જોતા યુવાનને ખબર નથી હોતી કે એક જમાનામાં એક ગામના બનાવને બીજા ગામમાં પહોંચતાં દિવસો અને મહિનાઓ લાગતા. પણ આજે આ સમૂહ માધ્યમોમાં શિખર સ્થાને રહ્યું છે છાપું–વર્તમાનપત્ર. સાંપ્રત સમયમાં ઇલેક્ટ્રોનિક ટેક્નોલોજીના વિકાસને લીધે સમગ્ર વિશ્વ બહુ નજીક આવી ગયું છે. દુનિયાભરમાં બનતા બનાવો ત્વરાથી દેશવિદેશમાં પ્રસરી જાય છે. તેમ છતાં આકાશવાણી કે દૂરદર્શન કરતાં અખબારનું એક ચોક્કસ વર્ચસ્વ રહ્યું છે એટલે જ છાપામાં લખતા લેખકની જવાબદારી ઘણી વધી જાય છે. પત્રકાર સામાન્ય ઘટનાનો અહેવાલ આપતો હોય કે સમૂહજીવનને લગતાં વિચારો ફેલાવતો હોય, પણ દરેક ક્ષણે પત્રકાર શ્રદ્ધેય લાગતો હોવો જોઈએ. —ડૉ. પૂનિતાબહેન હર્ષે મહાકવિ નાનાલાલ એટલે તો છાપાને તેજ–છાયાનાં રેખાચિત્રો કહેતા. એ દૃષ્ટિએ તટસ્થ, સંવેદનશીલ અને તર્કપૂત પત્રકારત્વ હમેશાં આદરપાત્ર ગણાયું છે. એ માટે પત્રકારની સજ્જતા સર્વતોમુખી હોવી જરૂરી છે. કારણ કે આમ જનતા માટે છાપું એ સમૂહજીવનનાં તેજચિત્રો હોય છે. ૩૦૯ ગીતાના કથન અનુસાર વ્ યદ્ આવરતિ શ્રેષ્ઠ: તદ્ તરેવેતરો: નનઃ ।' મહાત્મા ગાંધીએ સમગ્ર દેશને જગાડવામાં જે જે પ્રવૃત્તિઓ ચલાવી તેમાં છાપાંનો કેટલો ફાળો છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ગુજરાતી અખબારોએ નવા યુગની ભાવનાના પ્રતીકરૂપે આપેલો વિશિષ્ઠ ફાળો સીમાચિહ્નરૂપ બન્યો છે. ધર્મ, અર્થકારણ કે રાજકારણની ચર્ચાથી માંડીને તત્કાલીન સમાજના સળગતા સવાલો–પ્રશ્નોને વાચા આપવાનું કામ ગુજરાતી અખબારોએ નીડરપણે કર્યું અને તે રીતે હમેશાં સત્યનું પુરસ્કરણ કર્યું છે. વર્તમાનપત્ર સમાજજીવનનો એક આદર્શ છે પત્રકાર સમાજજીવનનો સાચો પહેરેગીર છે. સાર્વજનિક હિતોના ચોકીદાર તરીકે સમાજની જાગૃતિ, ઉન્નતિ અને પ્રગતિમાં તેમણે મહત્વનો ભાગ ભજવવાનો હોય છે. પત્રકાર ઉપરાંત સંપાદકો અને તંત્રીની જવાબદારી પણ ઓછી નથી. આ સૌને સમય અને સંજોગોની સાથે તાલ મીલાવવો પડે છે. પત્રકાર સમાજને જવાબદાર હોવો જોઈએ. એની દૃષ્ટિ સત્યનિષ્ઠ અને સર્વજનહિતાય હોવી જોઈએ. એની કલમ પારદર્શી અને કલ્યાણકારી હોવી જોઈએ. પક્ષપાતી કે નકારાત્મક વલણ ધરાવતા પત્રકારને સમાજ ક્યારેય સ્વીકારતો નથી. આમ પ્રજાની નાડ પારખનાર પત્રકાર જનતા પર સીધો પ્રભાવ પાથરતો પત્રકાર હંમેશા દેવ જેમ પૂજાસ્થાને છે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. પુનિતા અરુણ હણુનો જન્મ ૧૨-૪-૧૯૬૮ના રોજ સમેતશિખરની પોળ, માંડવીની પોળ-અમદાવાદમાં. માતા દેવયાની ભટ્ટ અને પિતા ડૉ. જગદીશચંદ્ર ત્રિવેદીને ત્યાં થયો. Jain Education Intemational પ્રાથમિક શિક્ષણ વનિતા વિશ્રામમાં, ધોરણ-૭થી નદીપારના વિસ્તારની શ્રી સમર્થ હાઈસ્કૂલમાં, બી.એસ.સી. (ફિઝીક્સ) સાથે એમ.જી. સાયન્સ કૉલેજમાંથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy