SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ તેઓશ્રી પંચાલ શોધ સંસ્થાન, કાનપુરના ૧૯૯૩-૯૬ દરમ્યાન મંત્રી હતા. ૧૯૯૬થી ૯૯ આજ સંસ્થાના ઉપપ્રમુખ, ૧૯૯૯થી ઇન્ડિયન આર્ટ હિસ્ટરી કૉંગ્રેસ, ગૌહાટીમાં કારોબારી સમિતિના સભ્ય હતા. પ્રકાશનો ડૉ. શ્રીવાસ્તવે ભારનીય ક્લાના ક્ષેત્રે ૨૦ જેટલા પ્રાચીન સંશોધનના ગ્રંથો લખ્યા છે. એમાં પ્રધાન વિષયો આ પ્રમાણે છે : ‘સાંચીનાં શિલ્પોમાં જીવન', ‘શ્રીવત્સ; ભારતીય કલાનું એક માંગલિક પ્રતીક’, ‘સભ્યતાઓ ભારતીય કલા-પ્રતીક', શિલ્પશ્રી ઃ ભારતીય ક્લા અને સંસ્કૃતની દૃષ્ટિએ અભ્યાસ', ભારતીય પુરાતત્ત્વ વિજ્ઞાન', 'બંઘાવર્ત', 'ભારતીય સિક્કા, આપણી સભ્યતાના સાથી”, “પ્રાચીન ભારતીય વાસ્તુકલા', ‘દૈવી મૂર્તિઓ’, ‘માંગલિક પ્રતીક', ‘ભારતીય કલા સંપદા’, ‘સ્વસ્તિક’, પટના મ્યુઝિયમ', 'પંચાલનું મૂર્તિશિલ્પ', 'ઉમા-મહેશ્વર : મૂર્તિવિધાનની દૃષ્ટિએ'. વિવિધ જર્નલોમાં લગભગ ૩૦૦ જેટલાં સંશોધનપેપરો પ્રકાશિત કર્યાં. આ ઉપરાંત ઇન્ડિયન આર્ટ હિસ્ટરી કૉંગ્રેસની ગૌહત્તી સેશનના જર્નલ કલા'ના બે ભાગ (૧૯૯૪-૯૫ અને ૧૯૯૫-૯૬) સંપાદિત કર્યા. કાનપુરથી પ્રગટ થતા પંચાલ શોધ સંસ્થાનના જર્નલ ‘પંચાલ’નાં વોલ્યુમ ૫ થી ૧૧ (૧૯૯૨થી ૧૯૯૯) સંપાદિત કર્યાં. નવી શોધોમાં ચંદ્રગુપ્ત-કુમારદેવીના ચાંદીના દુર્લભ સિક્કા મેળવ્યા, જેના વિશે જર્નલ ઑફ ન્યુમિસમેટિક સોસાયટી ઑફ ઇન્ડિયાના ૩૭મા વોલ્યુમ (૧૯૭૫)માં નોંધ પ્રગટ કરી. મધ્યપ્રદેશમાં સાંચી, કાનખેરા અને નાગૌરીની ટેકરીઓ પરનાં Jain Education International ગરુડ સ્થંભ, દીવ ધન્ય ધરા શૈલચિત્રો પ્રાચ્ય પ્રતિભા'ના ૪થા વોલ્યુમમાં પ્રગટ થયા. સમ્માનો અને ઍવોર્ડો બિહાર સરકારના રાજભાષા વિભાગ તરફથી એમના પુસ્તક 'શ્રીવત્સ : એક માંગલિક પ્રતીક' (હિન્દી)ને ૧૯૮૪૮૫ વર્ષ દરમ્યાન પ્રગટ થયેલ કલાવિભાગના સર્વોત્તમ હિન્દી ગ્રંથનો પુરસ્કાર પ્રાપ્ત થયો. “ભારતીય કલા પ્રતીક' એ ગ્રંથને લખનૌ ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન દ્વારા સંસ્કૃતિક્ષેત્રે ૧૯૮૯ના સર્વોત્તમ ગ્રંથની એવોર્ડ મળ્યો. કેનેડાની ઓટાવા યુનિવર્સિટીની કેનેડા એશિયન સ્ટડીઝ એસોસિયેશન દ્વારા બંધાવર્ત : માંગલિક પ્રતીકનો ઉદ્દભવ અને વિકાસ' એ વિષય ઉપર વ્યાખ્યાન આપવા આમંત્રણ મળ્યું. એ લેખ જર્નલ ઑફ સાઉથ એશિયન હોરાઇઝન, વોલ્યૂમ ૪ (૧૯૮૬)માં પ્રગટ થયો. અમદાવાદના ભો. જે. વિદ્યાભવન દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે ૧૮માં માંગલિક પ્રતીકો એ વિષય ઉપર ત્રણ વ્યાખ્યાન આપવા નિમંત્રણ મળ્યું. આ વ્યાખ્યાનો સંય સ્વરૂપે સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં. વારાણસી કલા અને કાંસ્કૃતિ કેન્દ્ર જ્ઞાનપ્રવાહ દ્વારા ૨૦૦૦ના નવેમ્બરમાં કલા-પ્રતીકો' એ વિષય ઉપર વ્યાખ્યાન આપવા નિમંત્રણ મળ્યું. ૨૦૦૨ની સાલમાં પટણા મ્યુઝિયમ દ્વારા ૪થી રાહુલ સાંસ્કૃસ્થાપન સ્મૃતિ વ્યાખ્યાનશ્રેણીમાં વ્યાખ્યાનો આપવા આમંત્રણ મળ્યું. આમ ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ ભારતીય ઇતિહાસ સંસ્કૃતિ અને કલાના બહુશ્રુત વિજ્ઞાન છે. આ ક્ષેત્રોમાં અનેક ગ્રંથોનું આલેખન કરીને તથા શિલ્પશાસ્ત્ર અને કલાવિષયક અનેક સંશોધનલેખો પ્રગટ કરીને બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. સોમનાથના નવા મંદિરને રક્ષતો ઘાટ અને તેના ઉપરનું સ્મારક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy