________________
શાશ્વત સૌરભ ભાગ-૨
કમિશનની ઇતિહાસ પેનલના ૧૯૮૦-૮૨ દરમ્યાન સભ્ય, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની અભિલેખવિદ્યા અને સિક્કાશાસ્ત્રની સલાહકાર સમિતિના સભ્ય, મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ આર્કિયોલોજી ઍન્ડ મ્યુઝિયમ્સ (૧૯૭૯-૮૧)ના સભ્ય, સેન્ટ્રલ એડવાઇઝરી બૉર્ડ ઑફ આર્કિયોલોજીના સભ્ય, અંજનેરીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ ઇન ન્યુમિસમેટિક સ્ટડીઝની સલાહકાર સમિતિના સભ્ય (૧૯૮૮થી) તરીકે એમણે સેવાઓ આપી હતી.
જર્નલ ઑફ ન્યૂમિસ્મેટિક સોસાયટી ઑફ ઇન્ડિયાના સંપાદક (૧૯૭૦-૭૬), જર્નલ ઑફ એપિગ્રાફિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા (૧૯૭૪-૮૩)ના સંપાદક, ન્યુમિસ્મેટિક ડાઇજેસ્ટના ૧૯૮૧થી સંપાદક હતા. Bulletin of Indian Cain Society 'નિધિ', વો. ૧, ૧૯૯૦ના મુખ્ય સંપાદક હતા. Journal of the Accademy of Indian Numismatics and Sigillographyની સલાહકાર સમિતિના સભ્ય હતા. વ્યાખ્યાનો
આંધ્રપ્રદેશના આર્કિયોલોજી અને મ્યુઝિયમ વિભાગ, હૈદરાબાદ અને વિજયવાડા તરફથી આયોજિત શ્રી સોમશેખર શર્મા સ્મૃતિ વ્યાખ્યાનમાળા, જમ્મુ યુનિવર્સિટીની મહારાજા રણવીરસિંઘ સ્મૃતિ વ્યાખ્યાનમાળા (૧૯૮૧), ગુન્ટુરના આર. સુબ્રહ્મણ્યમ રિસર્ચ સેન્ટરની પ્રો. આર. સુબ્રહ્મણ્યમ્ સ્મૃતિ વ્યાખ્યાનમાળા, લખનૌ સ્ટેટ મ્યુઝિયમની પ્રો. વી. એસ. અગ્રવાલ સ્મૃતિ વ્યાખ્યાનમાળા (૧૯૮૫), પટનાની બિહાર પુરાવિદ પરિષદમાં પ્રો. વી. એ. નારાયણ સ્મૃતિ વ્યાખ્યાન (૧૯૯૨), ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીનું પ્રો. જગન્નાથ અગ્રવાલ સ્મૃતિ વ્યાખ્યાન (૧૯૯૪), માયસોરમાં ડૉ. એસ. પી. નિવારી સ્મૃતિ વ્યાખ્યાન (૧૯૯૫), અને રાયપુર (મ.પ્ર.) સરકારી પી. જી. સંસ્કૃત કોલેજમાં પ્રો. એચ. કે. બરપૂજરી એન્ડોમેન્ટ વ્યાખ્યાન શ્રેણી (૨૦૦૧) વગેરે સ્થળોએ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં.
આ ઉપરાંત ડૉ. શાસ્ત્રીએ અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની કૉન્ફરન્સો અને સેમિનારોમાં માગ લીધો હતો. ઉત્ખનનોમાંથી પ્રાપ્ત સિક્કાઓ' વિશેના નાગપુર યુનિવર્સિટી દ્વારા ૧૯૭૦માં આયોજિત રોમિનાર પ્રાચીન ભારતીય સિક્કાઓમાં વિદેશી તત્ત્વો' (૧૮૭૨), ન્યુમિસ્મેટિક સોસાયટી ઑફ ઇન્ડિયા, (વારાણસી), ‘વાકાટકોનો સમય' (૧૯૮૪, નાગપુર યુનિવર્સિટી), 'સાતવાહનોનો સમય-યુગ' (૧૯૯૪,
Jain Education International
3oto
નાગપુર યુનિ.), મહાભારત (૨૦૦૦, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ, સિમલા) પરના સેમિનારોમાં કન્વીનર તરીકે કાર્ય કર્યું.
ગ્રંથપ્રકાશન અને સંશોધનલેખો
ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, સંસ્કૃત વિદ્યા, અભિલેખો, સિક્કાઓ જેવા વિષયો ઉપર ડૉ. ચાસીએ ૨૬ જેટલા ગ્રંથો લખ્યા છે. એમાં દૃષ્ટાંતરૂપ ગ્રંથોમાં `India as seen in the Brhatsamhita of Varahamihira', Yadava Inscriptions from Ambe Jogai', 'Coinage of Satavahanas and Coin from Excavations', 'Pauni Excavations', Kaushambi Hoard of Magha Coins', Ajanta, `The Age of the Vakatakas', 'Inscriotions of the Sarabhapurlyas, Panduvamshins and Somavamishins', Mahabharata and a cultural History of the Western Deccan' જેવા ઉત્તમ ગ્રંથોનો સમાવેશ થાય છે.
સિક્કાશાસ્ત્ર, અભિલેખવિદ્યા, પ્રાચીન ઇતિહાસ જેવા વિષયોમાં તેઓશ્રીએ ઘણા લેખ લખ્યા છે. સંસ્કૃત, હિંદી અને મરાઠીમાં પણ લેખ-પ્રકાશન થયેલું છે. આમ કુલ મળીને તેઓશ્રીએ ૪૫૦ જેટલા લેખોનું પ્રકાશન કર્યું છે. આ ઉપરાંત ગ્રંથ સમીક્ષાઓ, આમુખો અને અવસાન નોંધો પણ એમણે લખેલી છે.
આમ પ્રાચ્યવિદ્યાના મહાન વિદ્વાન ડૉ. અજયમિત્ર શાસ્ત્રીએ સંશોધનક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે અને એ રીતે વિદ્યાજગતમાં ચિરસ્થાયી સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ (જન્મ ૧૯૩૬)
ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વના મોટા ગજાના વિદ્વાન ડૉ. એ. એલ. શ્રીવાસ્તવનો જન્મ ૧૯૩૬માં થયો હતો. બી. એ. અને એમ. એ.ની પદવી પ્રથમ વર્ગમાં લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી. પી.એચ. ડી.ની પદવી પણ `Life Depicted in Sanchi SYkulpturehs' વિષય પર મહાનિબંધ તૈયાર કરી લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી.
અધ્યાપનક્ષેત્રે ડૉ. શ્રીવાસ્તવે અલાહાબાદ યુનિવર્સિટીની સી. એમ. પી. કોલેજના એશિયન્ટ હિસ્ટરી, ક્ચર એન્ડ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ૧૯૬૯થી ૧૯૯૬ સુધી સેવાઓ આપી.
For Private & Personal Use Only
www.jainelibrary.org