SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સિક્કાશાસ્ત્રમાં પણ મહત્ત્વનું પ્રદાન કર્યું અને ભારતીય ઇતિહાસના ઘડતરમાં નવી દિશા ઉદ્ઘાટિત કરી. ડૉ. સરકાર ઉત્તમ કોટિના માર્ગદર્શક શિક્ષક હતા. એમણે કોલકાતા યુનિવર્સિટીના માન્ય અનુસ્નાતક શિક્ષક તરીકે પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયમાં ૧૬ વિદ્યાર્થીઓને પી.એચ. ડી.નું માર્ગદર્શન પૂરું પાડ્યું. ડૉ. સરકારે દેશ અને વિદેશોની વિવિધ યુનિવર્સિટીઓ અને વિદ્યાસંસ્થાઓમાં અનેક મહત્ત્વના વિષયો પર સંખ્યાબંધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં. સંશોધન અને લેખનક્ષેત્રે એમની સિદ્ધિઓ અપૂર્વ અને વિરલ હતી. પ્રાચ્યવિદ્યાના વિવિધ વિષયોમાં એમણે ૭૫ જેટલા મૌલિક અને સંપાદિત ગ્રંથો તેમજ બારસો ઉપરાંત સંશોધનપૂર્ણ અને માહિતીપ્રદ લેખો, સમીક્ષાઓ અને નોંધો લખી છે. એમના કેટલાક ગ્રંથો નીચે મુજબ છે. ‘સિલેક્ટ ઇન્સ્ક્રિપ્શનન્સ', ભાગ-૧ અને ૨ (૧૯૬૫ અને ૧૯૮૩) ‘સ્ટડીઝ ઇન ધ રિલિજિયસ લાઇફ ઑફ એશિયન્ટ એન્ડ મિડિએવલ ઇન્ડિયા' (૧૯૫૧), ‘ઇન્સ્ક્રિપ્શન્સ ઑફ અશોક’ (૧૯૫૭), ‘અર્લી ઇન્ડિયન ઈંડિજીનસ કોઇન્સ (૧૯૭૦), ‘પોલિટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઑફ એશિયન્ટ એન્ટ મિડિએવલ ઇન્ડિયા' (૧૯૭૪), ‘સમ પ્રોબલમ્સ ઑફ ઇન્ડિયન હિસ્ટરી એન્ડ કલ્ચર' (૧૯૭૪), ધ કાન્યકુબ્જ ગૌડા સ્ટ્રગલ ડ્રોમ ધ સિક્સ્ડ ટુ ધ ટ્વેલ્થ સેન્ચુરી એ. ડી. (૧૯૮૫) પાંત્રીસ વર્ષની ઉજ્વલ કારકિર્દી દરમ્યાન વિદ્યોપાસક ડૉ. સરકારે અનેક આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કોન્ફરન્સો અને સેમિનારોમાં વિભાગીય પ્રમુખ અને પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી અને ઉત્કૃષ્ટ સમ્માનો પ્રાપ્ત કર્યાં હતાં. ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી (જન્મ ૧૯૧૯) ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાના બહુશ્રુત વિદ્વાનનો જન્મ ૧૭ ઑક્ટોબર, ૧૯૧૯ના રોજ મલાતજ (જિ. આણંદ) મુકામે થયો હતો. પિતામહ વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી સંસ્કૃત પ્રાકૃતના સાક્ષર અને ગુજરાતી ભાષાના વિદ્વાન હતા. વ્રજલાલ શાસ્ત્રીના મોટાભાઈ છોટાલાલ ત્રવાડી સંત કવિ છોટમ તરીકે ઓળખાતા. પિતા ગંગાશંકર જ્યોતિષ અને વૈદકમાં નિપુણ હતા. મોટાભાઈ શંકરલાલ શાસ્ત્રી ગુજરાતી Jain Education International ધન્ય ધરા ભાષા અને સાહિત્યના વિવેચક હતા. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રાથમિક શિક્ષણ મલાતજમાં અને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ જૂનાગઢમાં પૂર્ણ કર્યું. ૧૯૪૦માં સંસ્કૃત વિષય સાથે બી. એ. થયા પછી અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં એમ. એ. નો અભ્યાસ કરી ૧૯૪૨માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષય સાથે એમ. એ થયા. પ્રો. રસિકલાલ પરીખના માર્ગદર્શન હેઠળ ‘વલભીના મૈત્રક રાજાઓના સંસ્કૃત અભિલેખોમાંથી મળતી માહિતી' એ વિષય ઉપર પી.એચ. ડી.નો અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૪૭માં મુંબઈ યુનિવર્સિટીની પી.એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૪૫-૪૬થી અધ્યાપક તરીકે સેવાઓ આપી. એક વર્ષ પૂના અને કોલ્હાપુરમાં પુરાતત્ત્વના સિદ્ધાંત અને કાર્યક્ષેત્રની તાલીમ મેળવી અને ૧૯૫૬ સુધી તો ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે તેઓશ્રીએ ૧૯૫૬થી ૧૯૬૮ સુધી ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપી અને ૧૯૬૮થી ૧૯૭૯ સુધી અધ્યક્ષ તરીકે સેવા આપી. આ સમગ્ર ગાળા દરમ્યાન ડૉ. શાસ્ત્રીએ અધ્યયન, અધ્યાપન, સંશોધન અને લેખનક્ષેત્રે રચનાત્મક કાર્ય કરી વિદ્યોપાસના કરી. અભિલેખોમાં વૈશારદ્ય પ્રાપ્ત કર્યા પછી અભિલેખોને ઉકેલવા તેનું લિવ્યંતર, સારદોહન, સંપાદન અને વિવેચન કરવું એ એમની પ્રધાન વિદ્યાકીય પ્રવૃત્તિ રહી. એમાં ક્ષત્રપકાલથી માંડી અર્વાચીન કાલ સુધીના લગભગ ૬૧ જેટલા અભિલેખોને ઉકેલી એનું સંપાદન અને વિવેચન પ્રગટ કર્યાં. અભિલેખવિદ્યાના ક્ષેત્રે એમનું આ મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ વિષયમાં ડૉ. શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ૧૪ વિદ્યાર્થીઓ અને સંસ્કૃતમાં ૮ વિદ્યાર્થીઓ પી.એચ. ડી. થયા છે, એમાં સ્થાપત્ય, ઇતિહાસ, ધર્મસંપ્રદાયો, પૌરાણિક, અનુશ્રુતિઓ, લિપિવિદ્યા, રાજ્યતંત્ર અને હસ્તપ્રતો, ભટ્ટિકાવ્ય, રાજતરંગિણી અને પુરાણો, કવિ સોમેશ્વર અને તેની કૃતિઓ, રૂપકો અને મહાકાવ્યો, કાલગણના જેવા વિવિધ વિષયો ઉપર શોધપ્રબંધો લખાયા છે. સંશોધનક્ષેત્રે ડૉ. શાસ્ત્રીજીની સિદ્ધિઓ અપૂર્વ અને વિરલ છે. એમના મૌલિક સંશોધનગ્રંથોમાં અંગ્રેજી શોધપ્રબંધના ગુજરાતી અનુવાદ ઉપરાંત એમાં અન્વેષણનાં અન્ય સાધનોનો તથા અન્ય સમકાલીન રાજ્યોનો સમાવેશ કરી મૈત્રકકાલીન ગુજરાત' (ઇતિહાસ અને સંસ્કૃતિ) ૧૯૫૫માં પ્રકાશિત કર્યો. આ ગ્રંથને ૧૯૫૧થી ૧૯૫૫ દરમ્યાન પ્રસિદ્ધ થયેલા શ્રેષ્ઠ ઇતિહાસગ્રંથ તરીકે મૂલવી સુરતની નર્મદ સાહિત્યસભાએ ૧૯૫૮માં ડૉ. શાસ્ત્રીને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy