SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯૬૦માં અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા દ્વારા ડૉ. શાસ્ત્રીએ સંશોધનક્ષેત્રે કરેલ ઉત્તમ કામગીરી બદલ પ્રસિદ્ધ રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન કરી એમનું બહુમાન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાળાઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કવિ નર્મદ વ્યાખ્યાનમાળામાં ૧૯૭૭માં ‘ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રી' વિશે સુરતમાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં. મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યામાળાના ઉપક્રમે ૧૯૮૧માં ‘ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ' વિશે પાંચ વ્યાખ્યાન આપ્યાં. આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં તથા ઇતિહાસ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિર, મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, વડોદરા મ્યુઝિયમ, ગુજરાત વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓના ઉપક્રમે વ્યાખ્યાન આપ્યાં હતાં. ગ્રંથ પ્રકાશન અને સંપાદન ડૉ. શાસ્ત્રીના મૌલિક ગ્રંથોમાં મુખ્ય ૧૯ જેટલા ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાં ‘હડપ્પા અને મોહેંજો દડો’ (૧૯૫૨), મૈત્રકકાલીન ગુજરાત' (૧૯૫૫), ‘ઇન્ડોનેશિયામાં વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ' (૧૯૫૭), ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (૧૯૬૪, ૧૯૭૩), ‘પ્રાચીન ભારત’ (ભાગ ૧-૨, ૧૯૭૦), ‘સિલોન’ (૧૯૬૯), ‘અશોક અને એના અભિલેખ’(૧૯૭૨), ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃતિ’ (૧૯૭૫), ‘ભારતનું બૌદ્ધ સ્થાપત્ય' (૧૯૮૩). ‘ભારતીય અભિલેખવિદ્યા' (૧૯૭૩), ‘ભારતીય સિક્કાશાસ્ત્ર' (૧૯૭૯) વગેરે. ડૉ. શાસ્ત્રીએ પ્રા. રસિકલાલ પરીખ સાથે ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'નું સંપાદન કર્યું. શ્રીમદ્ ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિના ગ્રંથ ૧ અને ૩ના સ્કંધ ૭નું સંપાદન કર્યું. વારા સંબંધોઘોત, શવ્વરત્નપ્રવીપ અને વ્યશિક્ષાનું સંપાદન કર્યું. મહાન શિક્ષણકાર શ્રી કરુણાશંકર ભટ્ટના પત્રો અને તેમની નોંધપોથીઓમાંથી સમાજોપયોગી અંશો તારવી સ્મારક ગ્રંથ તૈયાર કર્યો. સમ્માન ૧૯૮૨ અને ૧૯૯૧માં ડૉ. શાસ્ત્રીનું જાહેર સમ્માન કરવામાં આવ્યું હતું. તેમનો અભિનંદનગ્રંથ તૈયાર કરવામાં આવ્યો હતો. Jain Education Intemational ૩૫ સભ્યપદ ડૉ. શાસ્ત્રી ઘણી વિદ્યાસંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાત વિદ્યાસભાની કારોબારી, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયની અભ્યાસ સમિતિના અધ્યક્ષ, ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રથમ પ્રમુખ, ગુજરાત રાજ્યની પુરાતત્ત્વ સલાહકાર સમિતિમાં, જિલ્લા સર્વસંગ્રહોની સલાહકાર સમિતિમાં ડૉ. શાસ્ત્રીએ યોગદાન આપ્યું છે. ડૉ. શાસ્ત્રીએ ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાના ક્ષેત્રે એક સાચા સંશોધક તરીકે ગુજરાતના પ્રાચીન કાલનાં સંશોધન અને લેખનનો ઝીણવભર્યો અભ્યાસ કર્યો અને ઉપલબ્ધ સાધનોના ઉપયોગ અને તુલનાત્મક ઇતિહાસ લેખન દ્વારા પ્રાચ્યવિદ્યાવિદોમાં નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડૉ. ઝયાઉદ્દીન અબ્દુલહઈ દેસાઈ (જન્મ : ૧૭ મે, ૧૯૨૫, અવસાન ઃ ૨૪ માર્ચ, ૨૦૦૨) ડૉ. ઝિયાઉદ્દીન દેસાઈ અરબી-ફારસી લિપિના એક સમ્માન્ય તજ્ઞ અને પ્રસિદ્ધ અભિલેખવિદ હતા. આર્કિયોલોજિકલ સર્વેની અરબી-ફારસી અભિલેખવિદ્યા શાખાના વર્ષો સુધી મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ, સુપરિન્ટેન્ડેન્ટ અને નિયામક તરીકે સેવાઓ આપી હતી. મુંબઈ યુનિવર્સિટીમાંથી તેઓશ્રીએ ૧૯૪૬માં ફારસી અને ઉર્દૂ વિષયો સાથે બી. એ. (ઑનર્સ)ની પદવી પ્રથમ વર્ગમાં મેળવી. ઇરાનની તહેરાન યુનિવર્સિટીમાંથી 'Life and works of Faidi social reference to NalDam (Nal-Damayanti) વિષય ઉપર પી.એચ.ડીનો મહાનિબંધ લખી પી.એચ. ડીની પદવી મેળવી. ડૉ. દેસાઈને ઘણાં માન-સમ્માન અને એવોર્ડો મળ્યા છે. જાફર કાસમ ગોલ્ડ મેડલ સંસ્કાર એવોર્ડ, ચાન્સેલર્સ મેડલ, ગુજરાત ઉર્દૂ એકેડેમી, ગૌરવ પુરસ્કાર, ડૉ. એલ. પી. તેસીતોરી ગોલ્ડ મેડલ વગેરે. ૧૯૮૨માં એપિગ્રાફિકલ સોસાયટી દ્વારા તામ્રપત્ર અર્પણદિલ્હીનાં ગાલિબ ઇન્સ્ટિટ્યૂટ તરફથી સંશોધન માટેનો ફખ્રુદ્દીન અલી અહમદ પુરસ્કાર (૧૯૯૯), ૧૯૮૩માં રાષ્ટ્રપતિ પુરસ્કાર. ૧૯૪૭-૫૩ દરમ્યાન અમદાવાદ, મુંબઈ અને રાજકોટની સરકારી કોલેજોમાં ફારસીના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. ૧૯૫૩માં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy