SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રાચ્યવિદ્યાના પ્રજ્ઞાવંતો ઉત્ખનન-વિદ્યાક્ષેત્રમાં આપણે ત્યાં જે જ્વલંત વિજ્ઞાનીઓ થયા તેમાં ડૉ. હસમુખ સાંકળિયા, ડૉ. કચ્છના ભગવાનલાલ ઇન્દ્રજી, અમદાવાદના ગિરજાશંકર આચાર્ય, ડૉ. વસંત અમૃત પંડ્યા, પી. પી. પંડ્યા, છોટુભાઈ ખત્રી, જયેન્દ્ર નાણાવટી, મુકુન્દ રાવલ, વડોદરાના હીરાનંદ શાસ્ત્રી, પી. એ. ઇનામદાર, ડૉ. ધવલીકર, રાજકોટના વાય. એમ. ચિત્તલવાલા વગેરે ગણી શકાય. સમુદ્રમાં ડૂબેલી દ્વારકા ક્યાં છે? કઈ જગ્યાએ મૂળ દ્વારકા હશે? તે અંગે અનુમાનો, સંશોધનો થતાં જ રહ્યાં છે. છેલ્લે ભાવનગર પાસે ભંડારિયા નજીક ૨૦૦૧-૨૦૦૨માં ઉત્ખનન થતાં સિંધુખીણની સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ હોવાની શક્યતા પણ ઊભી થઈ છે. સંશોધનમાં આપણને જે કાંઈ મૂર્તિકળા, સ્થાપત્યકળા, ચિત્રકળા, કાષ્ટશિલ્પકળા, અભિલેખ, મુદ્દાશાસ્ત્રકળા ખરેખર તો આ બધામાં અનાસક્ત ભાવ રજૂ થયો છે, જે આપણી કલા સંસ્કૃતિને ઉજાગર કરે છે. પ્રાચ્યવિદ્યાની પ્રભાવક પ્રતિભાઓ ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટ (ઈ. સ. ૧૮૩૯–૧૮૮૮) ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી એક મહાન અભિલેખવિદ, લિપિવિદ, ઇતિહાસકાર અને સંશોધક હતા. પુરાતત્ત્વના જ્ઞાતા અને સંશોધનના જીવ ડૉ. ભાઉ દાજીના એ પરમ પ્રિય શિષ્ય તથા સહાયક હતા. તામ્રપત્રો, ગુફાલેખો, શિલાલેખો, સ્તંભલેખો, સિક્કાઓ જેવી મૂળભૂત અને પ્રાથમિક આધાર સામગ્રીનું સંશોધન કરી તેનું ક્રમબદ્ધ આલેખન-સંપાદન કરનાર ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી એક સમર્થ પુરાતત્ત્વવિદ અને ગુજરાતના ઇતિહાસના આલેખનકાર હતા. ગિરનારના પ્રાચીન શિલાલેખોની લિપિ ઉકેલનાર સર્વપ્રથમ અક્ષરબ્રહ્મના ઉપાસક હતા. પ્રાચ્યવિદ્યાના પ્રજ્ઞાવંતોના પરિચયો રજૂ કરનાર ડૉ. ભારતીબહેન શેલત ભારતીય સંસ્કૃતિનાં પૂજક છે. તેમનો વિસ્તૃત પરિચય આ ગ્રંથના પ્રથમ ભાગમાં જૈન અભિલેખોનું ઐતિહાસિક વિશ્લેષણ લેખમાળાને પ્રથમ પાને પ્રગટ થયેલ છે. —સંપાદક પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા. જન્મસ્થળ જૂનાગઢ, જન્મ ૭ નવેમ્બર, ૧૮૩૯ના રોજ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરત અને 396 Jain Education International –ડૉ. ભારતીબહેન શેલત For Private & Personal Use Only ભરૂચમાં થયેલું. પિતાશ્રી જ્યોતિષી અને મોટાભાઈ કરુણાશંકર વેદાંતી તથા વ્યાકરણશાસ્ત્રી હતા. મોટાભાઈ પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ૧૮૫૪થી ૧૮૬૧ દરમ્યાન અંગ્રેજીનું પર્યાપ્ત જ્ઞાન મેળવ્યું. ડૉ. ભાઉ દાજી પાસે રહીને મૌર્ય સમ્રાટ અશોકના તથા બીજા પ્રાચીન લેખોની ભાષા સમજવામાં જરૂરિયાત ઊભી થતાં તેમણે પાલિ ભાષા અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો. બીજા મોટાભાઈ રઘુનાથજી પાસેથી વૈદકશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. જૂની લિપિઓ ઉકેલવાનો ભગીરથ પ્રયાસ ભગવાનલાલે આરંભ્યો. અગાઉ જેમ્સ પ્રિન્સેપે ગિરનાર, ધૌલી, કપર્દિગિરિ વગેરે સ્થળોના અશોકકાલીન લેખોની નકલ મેળવી, અક્ષરોના વળાંક ઉકેલીને પ્રાચીન બ્રાહ્મી લિપિની બારાખડી છપાવી. એ બ્રાહ્મી લિપિની વર્ણમાલા પરથી ભારે પરિશ્રમ કરીને તેમણે ગિરનારના શૈલલેખો ઉકેલીને તેની નકલ કરવાનું દુષ્કર કાર્ય કર્યું. કર્નલ લેંગ અને એલેક્ઝાંડર ફૉર્બ્સની ભલામણથી ડૉ. ભાઉ દાજીએ એમને પોતાના સહકાર્યકર તરીકે નોકરીમાં રાખ્યા અને પ્રાચીન ભારતના ઇતિહાસ' સંબંધી જે કાંઈ પ્રાથમિક અને પુરાવશેષી સામગ્રી મળે તેની સવિસ્તાર નોંધ કરવાનું કાર્ય ડૉ. ભાઉદાજીએ ભગવાનલાલને સોંપ્યું. ભગવાનલાલ ઇન્દ્રજીએ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy