SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. ભારતભરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા વગેરે રાજ્યોનાં વિવિધ સ્થળોનો પ્રવાસ ખેડ્યો અને પ્રાથમિક સામગ્રી એકત્ર કરી. જે જે સ્થળોએ જતાં ત્યાં સ્થળ પર જ શિલાલેખોની નકલ કરી લેતા, પ્રાચીન સિક્કાઓ ખરીદી લેતા. પ્રાચીન મંદિરો, કલાત્મક સ્તંભો, શિલ્પો, ધાતુપાત્રો, માટીનાં વાસણોના અવશેષો, મુદ્રાઓ, મણકા વગેરેના ફોટોગ્રાફ પાડી લેતા. પંડિત ભગવાનલાલે પોતકના ભારતના પ્રવાસોમાંથી જે કંઈ પુરાતન સામગ્રી મળેલી તે અંગેના લેખો તૈયાર કરીને જર્નલ ઑફ ધ બોમ્બે બ્રાન્ચ ઑફ રોયલ એશિયાટિક સોસાયટીના જુદા જુદા વોલ્યૂમોમાં, ઇન્ડિયન એન્ટીક્વીનાં વોલ્યૂમોમાં અને બોમ્બે ગેઝેટિયરના વિવિધ ભાગોમાં પ્રકાશિત કર્યા હતા. આ લેખોમાં ગુજરાત અને માળવાના ગધૈયા સિક્કા', ‘શિલાહારવંશનું તામ્રપત્ર’, ‘દક્ષિણ ભારતના આંધ્રભૃત્ય રાજાઓના સિક્કા’, ‘નવસારીનું ચાલુક્ય વંશનું દાનશાસન', ત્રૈકૂટક રાજા દહ્રસેનનું દાનશાસન', પ્રાચીન નાગરી અંકચિહ્નો’, ‘જૂનાગઢનો રુદ્રદામાનો શૈલલેખ,' ‘અશોકના અભિલેખો’, ‘સ્કંદગુપ્તનો કહૌમ શિલાલેખ’, ‘ઉદયગિરિ ગુફાની હાથીગુંફા અને બીજા ત્રણ શિલાલેખો', ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ', થાણાનો પ્રાચીન ઇતિહાસ’, ‘નાસિકની પાંડુલેન ગુફાઓ', ‘પશ્ચિમી ક્ષત્રપો’, ‘મથુરાનો સિંહસ્તંભ શિલાલેખ’ વગેરે ૩૩ જેટલા લેખોનો સમાવેશ થયો છે. રાષ્ટ્રીય અને પંડિત ભગવાનલાલનું સમ્માન ઃ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુરોપીય પુરાતત્ત્વવિદોએ પંડિતજીને સમ્માનિત કર્યા. તેમાં ડૉ. વ્યૂહલર, જે. એમ. કેમ્પબેલ, ડૉ. કાસ્પ્રિંગ્ટન, ડૉ. બર્જેસ, ડૉ. પીટરસન મુખ્ય હતા. જીવનનાં છેલ્લાં ચૌદ વર્ષો દરમ્યાન એમના સંશોધનનાં તારણો પ્રસિદ્ધ થયાં. જેની દેશિવદેશમાં કદર થઈ. ૧૮૭૭માં ‘રોયલ એશિયાટિક સોસાયટી'ની મુંબઈ શાખાએ તેમને માનદ સભ્ય' ચૂંટ્યા. ૧૮૮૨માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો' મુંબઈ સરકારે તેમને નીમ્યા. જર્મનીની લીડન યુનિવર્સિટીએ ૧૮૮૪માં તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી. આજ વર્ષમાં લંડનની રોયલ એશિયાટિક સોસાયટીએ પણ તેમને ‘ફેલો' તરીકે ચૂંટ્યા. સને ૧૮૮૮માં ઓગણપચાસ વર્ષની નાની ઉંમરે તેમનું અવસાન થયું. છવ્વીસ વર્ષની તેમની વિદ્યોપાસના દરમ્યાન પંડિત ભગવાનલાલે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં પ્રવાસ Jain Education International ધન્ય ધરા ખેડ્યો અને અભિલેખો-સિક્કાઓનો અભ્યાસ કર્યો. અખંડ ઉદ્યોગ, અસાધારણ ઉત્સાહ, ખંત, સૂક્ષ્મ ગ્રહણશક્તિ, તીક્ષ્ણ બુદ્ધિ, એકાગ્રતા વગેરે એમના સ્વભાવમાં હોવા સાથે તટસ્થતા, પ્રતિભા અને કલ્પનાશક્તિ પણ એમનામાં ખૂબ હતી. ઇતિહાસ પુરાવિદ્યા, અભિલેખો, સિક્કાઓ, દેશી વૈદક, ધર્મ, જ્ઞાતિઓ વિશે તેઓ અપાર જ્ઞાન ધરાવતા હતા. આ મહાન પુરાવિદને યુરોપીય વિદ્વાનોએ પણ ભવ્ય અંજલિ આપી છે. વલ્લભજી હરિદત્ત આચાર્ય (સને ૧૮૪૦-૧૯૧૧) વલ્લભજી હરિદત્ત આચાર્ય જૂનાગઢ ક્ષેત્રના એક પ્રતિભાવંત ઇતિહાસવિદ હતા. જન્મ વડનગરા નાગર કુટુંબમાં સને ૧૮૪૦– કિશોર વયથી તેઓ સંસ્કૃતમાં કાવ્યરચનાઓ કરતા. તેઓ એક સારા કવિ અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન, પુરાતત્ત્વવિદ અને ઇતિહાસકાર હતા. સંસ્કૃત સાહિત્યના ગ્રંથો ‘કીર્તિકૌમુદી’, ‘પ્રબોધ ચંદ્રોદય' અને વાલ્મીકિ “રામાયણ”નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમને પુરાતત્ત્વ અને ઇતિહાસના અધ્યયન અને સંશોધનમાં પ્રીતિ વિશેષ હતી. અનેક શિલાલેખો, મૂર્તિઓ, તામ્રપત્રો, સિક્કાઓ શોધી, એનું સંશોધન કરી સૌરાષ્ટ્રપ્રદેશના ઇતિહાસ પર ઘણો પ્રકાશ પાડ્યો છે. ૧૮૬૩માં વલ્લભજી આચાર્ય પ્રભાસપાટણના પ્રવાસે ગયેલા. ત્યાંના શિલાલેખોની નકલ લઈ એક પુસ્તકરૂપે તેને બાંધી કર્નલ જે. ડબલ્યુ. વોટ્સનને આપી. ૧૮૬૨માં ડૉ.ભાઉ દાજીએ ૧૮૬૨માં વલ્લભજીને ભગવાનલાલ ઇન્દ્રજીના સહાયક તરીકે જૂનાગઢમાંનાં અશોકના શૈલલેખો અને પ્રભાસપાટણના લેખોની નકલ કરવા માટે નીમ્યા હતા. ૧૮૬૫થી ૧૮૮૮ સુધી કુલ ૨૩ વર્ષ જૂનાગઢ રાજ્યના વિવિધ હોદ્દાઓ ઉપર કામ કર્યું. ૧૮૮૮માં તેમની નિમણૂક રાજકોટમાં વોટ્સન મ્યુઝિયમમાં પ્રથમ ક્યુરેટર તરીકે થઈ હતી. ક્યુરેટર તરીકે તેઓ ૧૮૮૯થી ૧૯૧૦ સુધી રહ્યા. આ કાળ દરમ્યાન તેમની વિદ્વત્તાથી ઇતિહાસસંશોધન, આધારસાધન સંગ્રહણ, પુરાવશેષોની જાળવણી, લેખો અને સિક્કાઓનું એકત્રીકરણ, ઉત્ખનન જેવાં ક્ષેત્રો પ્રભાવિત થયાં હતાં. કર્નલ વોટ્સનને કાઠિયાવાડ પ્રાંતનો ઇતિહાસ લખવામાં વલ્લભજી આચાર્યે ઘણી સહાય કરી હતી. જૂનાગઢનો અશોકનો લેખ ઉકેલાયા પછી તેની આજુબાજુમાં સ્તૂપ હોવાની ધારણા વલ્લભજીએ કરી હતી. તેઓ ૨૭-૧૨-૧૮૮૮ના રોજ ગુફાજલી નદીનું મૂળ શોધી બોરિયા (લાખામેડી) ગયા. ત્યાં તેમણે બોરિયાનો સ્તૂપ શોધ્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy