SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ ધન્ય ધરા સાહિત્ય, ધર્મ અને ક્લા ક્ષેત્રના પુરસ્કર્તાઓ સાધુ વાસવાણી (ધર્મવિયા) આનંદશમ ધ્રુવ (Alice) અને ગુજરાતી સાહિત્યનું સંવર્ધન કરીને જે સેવા આપી રહ્યા છે, એ બદલ એમને ખોબલેખોબલે અભિનંદન. ગુજરાતી સાહિત્યના સર્જકોનો પરિચય આપતો વિશ્વનો એકમાત્ર બ્લોગ : sureshbjani.wordpress.com બનાવ્યો છે. વિવિધ પ્રકારના સાહિત્યકારોના બાયોડેટા, તેમના જીવનની રૂપરેખા, કવિઓ, સાહિત્યકારો, લેખકોની સચિત્ર માહિતી આપતી સરસ રીતે ગોઠવેલી અનુક્રમણિકા, આ બ્લોગમાં જોવા મળે છે મારા મતે ઇન્ટરનેટના આ યુગમાં વધુને વધુ ગુજરાતી બ્લોગનું નિર્માણ થતું હોય તો તે પરદેશમાં થાય છે. પરદેશમાં રહીને પણ સાચો ગુજરાતી, ગુજરાતની અસ્મિતાને ક્યારેય ભૂલી શકતો નથી. ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત રાખવા પોતે હંમેશા પ્રયત્નશીલ રહેતો હોય છે. આવું અદ્વિતીય યોગદાન આપનાર ગુજરાતીઓમાં સુરેશ જાનીને યાદ કરવા પડે. પમી માર્ચ, ૧૯૪૭ના રોજ અમદાવાદમાં જન્મેલા સુરેશભાઈએ એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી બી.ઈ. (મીકેનીકલ અને ઇલેક્ટ્રીકલ)ની ઉપાધિ મેળવી છે. ૧૯૬૫માં અમદાવાદ ઇલેક્ટ્રીકસીટી કું.માં સહાયક એન્જિનીઅર તરીકે જોડાયા. પાંત્રીસ વર્ષે નોકરીમાંથી ૨૦૦૦ની સાલમાં સાબરમતી પાવરસ્ટેશનમાંથી જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. ભાષા, વિજ્ઞાન અને ગણિતમાં ઊંડો રસ ધરાવતા સુરેશભાઈ ત્યારબાદ અમેરિકા પહોંચ્યા. ધર્મમાં માત્ર માનવધર્મને જ સાચો ધર્મ માનનાર, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીતનો શોખ ધરાવનાર સુરેશભાઈએ ગુજરાતી બ્લોગ ચાલુ કર્યો. આ બ્લોગને દુનિયાભરના ગુજરાતીઓ તરફથી સારો આવકાર મળ્યો છે. પુત્રી ઋચા (MBA) , પુત્રો વિહંગ(M.S), ઉમંગ(MBA) અને ધર્મપત્ની જ્યોતિબહેન સાથે સગપણની સુવાસ માણતા રહેતા સુરેશભાઈ ડલાસમાં રહીને ગુજરાતીઓના ઉત્કર્ષમાં રસ લેનારા કર્મયોગી છે. સુરેશભાઈના મનગમતા બ્લોગના વિષયો જોઈએ : “કાવ્યસૂર, ગુજરાતી પ્રતિભા પરિચય, અંતરની વાણી, કલરવ, સર્જન સહિયારું, હાસ્યદરબાર, કવિલોક, તુલસીદલ, તણખા વ.વ.' છેલ્લે સુરેશભાઈને વિનંતી કરીએ કે ગુજરાતી સાહિત્યને ઉજાગર કરવા તમે વધુ ને વધુ ગુજરાતી બ્લોગ વિકસાવતા રહો અને એ રીતે ગુજરાતની અસ્મિતાની જાળવણી કરતા રહો. આ માટે ઈશ્વર તમોને બળ અને શક્તિ આપે, એવી શુભેચ્છાઓ. બાલાલ ભુલાખીદાસ જાની. (ગુજરાતી સાહિ સંશોધe કનૈયાલાલ મા. મુનશી () I. : --' એક 5 - 6 કાકા કાલેલકર (નવલખાણના સર્ષ) ઝવે મેવાણી (કવિ સંશોધe . પણો કિશોરલાલ મશરૂવ (૩િ પ્રા. રણ . હાકોમ (ગાંધીયુગી વિષા) રેખાંકન : મણિભાઈ મિસ્ત્રી Jain Education Intemational ucātion Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy