SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એન્જિનિયરીંગમાં સરફેસ સાયન્સના વિભાગીય અધ્યક્ષ તરીકે અદ્ભૂત કામગીરી બજાવતા દિનેશભાઈ ગર્વથી કહે છે, મારે માત્ર બે જ સંતાનો નથી, પણ આ યુનિવર્સિટીમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ મારા સંતાનો છે. ૧૮૫૩માં સ્થપાયેલી આ યુનિવર્સિટીમાં ચાળીસ હજાર વિદ્યાર્થીઓ ભણે છે. ૬૦૦ ભારતીય વિદ્યાર્થીઓ છે તો ૬૦ ભારતીય પ્રોફેસરો છે. ફ્લોરિડા રાજ્યની ધારાસભામાં ૧૯૮૮માં તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતો ઠરાવ સૌપ્રથમ વાર પસાર કરીને પ્રા. દિનેશ શાહને અભિનંદન આપ્યા હતા. દેશપરદેશના ઘણા વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. નવ વર્ષની કુમળી વયે પિતાની છત્રછાયા ગુમાવનાર, આર્થિક વિટંબણાઓ સાથે ઝઝૂમીને વિધવા માએ જેમને સંસ્કારો આપીને જતન કર્યું, સંગીતના રસિયા, અમેરિકામાં રહીને ભારતીય જીવનમાં મૂલ્યોની જાળવણી કરનાર, સંવેદનશીલ કવિહૃદય ધરાવતા દિનેશભાઈએ અનેકવાર ભારતથી નામાંકિત સંગીતકારોને નિમંત્રણો પાઠવીને કાર્યક્રમો ગોઠવ્યા છે. ૧૯૫૫માં એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં ઝળહળતી ફતેહ મેળવનાર દિનેશભાઈનો જન્મ કપડવણજમાં થયો હતો. વધુ અભ્યાસ માટે મુંબઈ એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા. આર્થિક હાલત બહુ જ ખરાબ એટલે ભણતરનો ખર્ચ ટ્યુશનો કરીને પૂરો કરતા. પ્રખર ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈનાં પુત્રવધૂ માધુરીબહેન દેસાઈના પરિચયમાં આવ્યા. એમની હૂંફ અને મમતા વડે તેજસ્વી કારકિર્દી સાથે બી.એસ.સી. થયા. માધુરીબહેનની પ્રેરણાથી દિનેશભાઈ ૧૯૬૧માં અમેરિકા ગયા. ૧૯૬૫માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાંથી વિશ્વવિખ્યાત ડૉ. જે.એચ. સુલમાનના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. થયા. સરફેસ સાયન્સના ક્ષેત્રમાં નવો રાહ ચીંધે એવા પાંચ પુસ્તકો પ્રગટ થયા છે. ૩૦૦ જેટલા દેશપરદેશના પરિસંવાદોમાં ભાગ લીધો છે તો ૫૦ જેટલી કોર્પોરેટ લેબોરેટરીઓમાં તેઓ સલાહકાર તરીકે સેવાઓ આપે છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા ઇન્ડિયા કલ્ચર એન્ડ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી, જેના સ્થાપકપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. આ સાંસ્કૃતિક કેન્દ્ર એટલે કે સભાખંડને આધુનિક રૂપ આપવા પાંચ લાખ ડોલર્સ ભેગા કર્યા. ૧૨૦૦૦ ચો. ફૂટનો હોલ છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓ વારંવાર મળતા રહે છે. ભારતથી આવેલા વિદ્યાર્થીઓને હૂંફ અને નિકટતા મળી રહે, એવો આ કેન્દ્રનો સ્તુત્ય પ્રયાસ છે. દર Jain Education International ૩૬૫ વર્ષે આ કેન્દ્રના પ્રમુખ બદલાવા જોઈએ, એ નીતિનો અમલ એમણે કરાવ્યો છે. તેજસ્વી કારકિર્દી ઘડવામાં જેમણે યોગદાન આપ્યું હતું એવા માધુરીબહેન દેસાઈને એ ક્યારેય ભૂલી શકશે નહીં. દિનેશભાઈ ભણીગણીને પ્રતિષ્ઠા પામ્યા છતાં માધુરીબહેનને મળવા સહકુટુંબ ભારત જતા હોય છે. ગ્યાન્સવિલેમાંની આ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા દર વર્ષે ઓક્ટોબરના બીજા અઠવાડિયે હોમકમીંગ પરેડ યોજે છે. આવા બહુમાનની અધિકૃત વ્યક્તિ પ્રોફેસર આલીશાન ગાડીમાં પસાર થાય. એની પાછળ બેન્ડવાજાં હોય. યુનિવર્સિટીના એવેન્યુના બે માઈલ લાંબા રસ્તાની બન્ને બાજુએ આ અદ્ભુત દૃશ્ય જોવા દોઢ બે લાખ વિદ્યાર્થીઓ, આમંત્રિતો અને પ્રોફેસરો હારબંધ ગોઠવાયેલા હોય. ૧૯૯૨માં ડૉ. દિનેશ શાહને એમના ધર્મપત્ની સુવર્ણાબહેન સાથે માર્શલ બનીને સન્માનવામાં આવ્યા ત્યારે જેમની બન્ને કિડનીઓ નિષ્ફળ ગઈ હતી, તેવા એમના ૮૫ વર્ષના વૃદ્ધ માતા શારદાબહેન, એમના સુપુત્ર ડૉ. દિનેશ શાહનું આવું દબદબાભર્યું બહુમાન જોવા વ્હીલચેરમાં હાજર હતા. દેશપરદેશમાં અનેક એવોર્ડોથી સન્માનિત થયેલા ડો. દિનેશ શાહે ગુજરાતને ગૌરવશાળી બનાવ્યું છે. વૈજ્ઞાનિક તરીકે હજી વધુ ને વધુ સંશોધનો કરી, વિજ્ઞાનશાખાને વધુ યોગદાન આપે અને કવિ તરીકે વધુને વધુ કાવ્યસંગ્રહો આપી ગુજરાતી સાહિત્યને અજવાળતા રહે, એવી મંગલ કામનાઓ અને શુભેચ્છાઓ. થોડા વર્ષો પહેલાં ડો. દિનેશ શાહના કાવ્યસંગ્રહ ‘પરબ તારાં પાણી'નું વિમોચન મુંબઈમાં થયું હતું. એ સમયે બે લાખ રૂપિયાનું દાન માનવતા અને જ્ઞાનની પરબ માંડી બેઠેલા, માધુરીબહેન દેસાઈના ટ્રસ્ટમાં આપીને દિનેશભાઈએ ઋણમુક્ત થવા યત્કિંચિત્ પ્રયત્ન કરેલો. ગુજરાતી સાહિત્યના સર્જકોનો પરિચય કરાવનાર બ્લોગના રચયિતા સુરેશ જાની ‘આ ક્ષણમાં જીવો’ના જીવનમંત્ર સાથે સંતાકુકડી, છૂક છૂક ગાડી, લખોટી જેવી રમતોમાં ઓતપ્રોત થવા પાંસઠ સાલના ડોસાજીને ચાર સાલના બાળક થવાનું મન થાય છે. અમેરિકામાં રહીને ગુજરાતી બ્લોગનું નિર્માણ કરીને ગુજરાતી સાહિત્યના અનેક સ્વરૂપોને સ્થાન આપનાર સુરેશ જાની ગુજરાતી ભાષા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy