SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ કલ્યાણ અર્થે ઉપયોગી એવા સંશોધનો કરી ગુજરાતનું ગૌરવ બની રહે, એવી શુભેચ્છાઓ. ગુજરાતી સાહિત્યના હિતચિંતક અને ‘ગુજરાત દર્પણ'ના તંત્રી સુભાષ શાહ આપણે સહુ જાણીએ છીએ કે દેશભરમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ધીરેધીરે બંધ થતી જાય છે. આજની પ્રજા કોન્વેન્ટ કલ્ચરમાં રહીને અંગ્રેજી માધ્યમમાં ભણવા માંગે છે. જો દેશમાં જ આવી હાલત હોય તો પરદેશમાં કેવી હાલત હશે ? વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા સુભાષભાઈ શાહ ગુજરાતી ભાષાને ટકાવી રાખવા ભગીરથ પ્રયત્નો કરે છે. શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારના ત્રિવેણી સંગમ સમી સાક્ષરભૂમિ નડીયાદના વતની સુભાષભાઈએ ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા ભરપૂર કોશિશ કરી છે. ગુજરાતી સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ લો†પ્રયતા અને સર્વાધિક વાચકો ધરાવતું અમેરિકાના ટ્રાયસ્ટેટ ઉપરાંત શિકાગો, જ્યોર્જીઆ, કેલિફોર્નિયા, કેનેડા અને લંડનમાંથી સર્વપ્રથમ પ્રસિદ્ધ થતું એકમાત્ર ગુજરાતી નિઃશુલ્ક સામાજિક સામયિક, ‘ગુજરાત દર્પણ’ છેલ્લા ચૌદ વર્ષથી ન્યૂજર્સીથી પ્રગટ થાય છે. જેના તંત્રી છે સુભાષ એમ. શાહ. ગુજરાતી સમાજને સુદૃઢ બનાવવાની ભાવના સાથે સુભાષભાઈએ આ માસિકનું પ્રકાશન કર્યું. એ દિવસોમાં પ્રીન્ટીંગ ટેક્નોલોજી સુષુપ્ત અવસ્થામાં હતી. પ્રેસ નહીં, ટાઈપ સેટીંગ માટે કોમ્પ્યુટર જેવી સુવિધા નહીં અને હાથમાં ગાડી પણ નહીં. હૈયે હામ અને સમાજોપયોગી કાર્યમાં અગ્રેસર થવા એમણે હરણફાળ ભરી. કવિ, લેખકો પણ ઉત્સાહભેર એમના લખાણો મોકલતા રહ્યા. યોગ્ય પસંદગીના લખાણો, વર્ષોથી પ્રગટ કરતા રહી, સુભાષભાઈએ એક નવી કેડી કંડારી આપી છે. લવાજમ અને ડોનેશન વગર પ્રગટ થતું આ સામયિક ઉત્તરોત્તર વિકસી રહ્યું છે. ૧૨ પાનાંથી શરૂ થયેલું આ માસિક આજે ૧૬૨ પાનાંના દળદાર સામયિક તરીકે પ્રગટ થાય છે. શરૂઆત ૧૫૦૦ કોપી પ્રગટ થતી હતી; આજે ૨૭૦૦૦ કોપી છપાય છે. ભારતમાં અને અમેરિકામાંથી પ્રીન્ટીંગ ડીપ્લોમાં મેળવેલ એમના દીકરા કલ્પેશનો સારો સાથસહકાર મળ્યો છે. તો સુભાષભાઈના ધર્મપત્ની ભગવતીબહેન ટાઈપસેટીંગનું કામ તેમજ પ્રેસમાંથી છપાઈને આવ્યા પછી પૂર્ણસ્વરૂપનું મેગેઝીન Jain Education International ધન્ય ધરા પ્રકાશિત કરવા પૂરતું ધ્યાન આપે છે. આમ સુભાષભાઈ માત્ર સ્વપ્નદૃષ્ટા જ નહીં પણ ગુજરાતી સમાજના ઘડવૈયા તરીકે માનસન્માનના અધિકારી બને છે. આ સામયિકના પ્રકાશનને કારણે પરદેશમાં અનેક લેખકો પ્રકાશમાં આવ્યા છે. ઇઝલીન ખાતે એમની ઓફિસમાં એક લાયબ્રેરીનું સંચાલન થાય છે. જેમાં ગુજરાતી ભાષાના ઉત્તમ લેખકોના લગભગ ૩૦૦૦ પુસ્તકો ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાને અનહદ પ્રેમ કરતા ગુજરાતી રસિકજનો આ પુસ્તકો વાંચવા માટે લઈ જાય અને પછી પાછા આપી જાય. કોઈ સાહિત્યકાર ન્યૂજર્સી જાય એટલે સુભાષભાઈનો પરિવાર સેવાભાવથી પ્રેરિત થઈને એમની સારામાં સારી પરોણાગત કરે. વળી જરૂર પડે, સમાજસેવા અર્થે તન-મનધન ખર્ચી નાખે. તાજેતરમાં ડાયાસ્પોરિક સર્જકોને ઉત્તેજન આપવા માટે એક લાખ રૂપિયાનું દાન ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદને આપ્યું છે. દરિયાપારના સર્જકો દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકોમાંથી એક પુસ્તકની પસંદગી કરવામાં આવશે અને તેના લેખકને દર બે વર્ષે રૂા. ૫,૦૦૦/-નો ‘ગુજરાત દર્પણ એવોર્ડ' આપવામાં આવશે. આમ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે ભાવનાશીલ અને સમાજોપયોગી કાર્યો માટે જાણીતા સુભાષભાઈએ અમેરિકામાં રહીને ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા જે ભગીરથ પ્રયાસો કર્યા છે, એ માટે પરદેશમાં વસતા ગુજરાતી રસિકજનો ક્યારેય સુભાષભાઈના આ અપ્રતિમ અને અદ્વિતીય કાર્યને ભૂલી શકશે નહીં. આપણે સહુ ઇચ્છીએ કે મા સરસ્વતીની પૂજા કરવા સુભાષભાઈને સ્વાસ્થ્યભર્યું, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય. સમર્થ વૈજ્ઞાનિક અને કવિ ડૉ. દિનેશ શાહ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતા રહેલા, સંકલ્પશક્તિ અને નિષ્ઠાના બળે પથ્થર પીંગળાવીને પાણી વહેડાવનાર, ડૉ. દિનેશ શાહે આવનારી પેઢીઓ તેમજ વૈજ્ઞાનિકોને સાચો રાહ ચીંધી શકે અને વિજ્ઞાનના સંશોધનક્ષેત્રે અપૂર્વ સફળતા મળે એવા અનેક ક્ષેત્રોમાં પહેલ કરી છે. વિશ્વવિખ્યાત યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં કેમિકલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy