SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમણે પાંત્રીસ વર્ષ આફ્રિકામાં અને લગભગ એટલાં જ વર્ષો ઇંગ્લેન્ડમાં રહી ગુજરાતી ભાષાની આરાધના કરી છે. ભારતથી હજારો માઇલ દૂર રહેવા છતાં ત્યાં રહીને કાવ્યો, ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓનું સર્જન કરતા રહ્યા છે. યુગાન્ડામાં હતા ત્યારે લશ્કરી સરમુખત્યાર ઈ. ડી. અમીને એશિયાવાસીઓને પોતાની મિલ્કત છોડીને ચાલ્યા જવાનો હુકમ કરેલો. ડાહ્યાભાઈએ અપૂર્વ હિંમત દાખવી, ગાંધીજીના ભક્તને શોભે એમ, અહિંસક વીરત્વપૂર્વક એ હુકમનો અનાદર કરેલો. અમીનના સૈનિકો ડાહ્યાભાઈને પકડી ગયેલા. નિર્વાસિતોને એમણે મદદ કરવાનું ચાલુ રાખેલું. આવા પરગજુ, કવિ, વાર્તાકાર, નવલકથાકાર, ડાહ્યાભાઈ પટેલનો જન્મ ત્રીજી એપ્રિલ ૧૯૨૦ના રોજ ચરોતરના સુણાવ ગામમાં થયેલો. તેઓ ગુજરાતી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત, હિંદી અને સ્વાહિલી ભાષા જાણે છે. તેમણે ગાંધીજી વિષયક સુંદર સ્તોત્રો સંસ્કૃતમાં રચ્યાં છે. તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પોતાના ગુરુ માને છે. એમણે ગાંધીજી ઉપર મહાકાવ્ય લખ્યું. આ ‘મોહન ગાંધી' મહાકાવ્ય નવ ગ્રંથોમાં અને સવાલાખ પંક્તિઓમાં વિસ્તરેલું છે. આમ ગાંધીજી જેવી વિરાટ વિભૂતિને શબ્દદેહ આપીને ભગીરથ કાર્ય કર્યું છે. ‘અંકુર’, ‘દર્દીલે ઝરણાં', ‘સ્ફુરણા' જેવા સાત કાવ્યસંગ્રહો, ‘અંતિમ આલિંગન’, ‘તિમિરનું તેજ’, ‘વનની વાટે’, શાલિની' જેવી પંદર નવલકથાઓ, ‘છેલ્લો અભિગમ’, ‘કલાવતી', ‘સારસ બેલડાં' જેવા આઠ નવલિકા સંગ્રહો પ્રગટ કરીને ગુજરાતી સાહિત્યને ઉચ્ચતર સ્થાને પહોંચાડ્યું છે. ડાહ્યાભાઈએ સ્વ. જેઠાલાલ ત્રિવેદીના સહયોગમાં ગુજરાતી ભક્તિકાવ્યો, પ્રણય અને ઊર્મિકાવ્યો, લોકગીતો અને ગઝલોના અંગ્રેજી અનુવાદો પ્રગટ કરી ગુજરાતી ભાષાની કાવ્ય સમૃદ્ધિને અંગ્રેજી અનુવાદો દ્વારા વિશ્વના તખ્તા પર મૂકી આપી પ્રશસ્ય સેવા કરી છે. ડાહ્યાભાઈ પટેલનો અમૃત મહોત્સવ અમદાવાદ ખાતે સાતમી જાન્યુઆરી ૧૯૯૬ના રોજ ઊજવાયો ત્યારે એમનાં ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. યશવંત શુક્લ, રમણલાલ જોશી, રણજિત પટેલ ‘અનામી' તેમજ પ્રિયકાન્ત પરીખે આ સમારંભમાં હાજર રહીને ડાહ્યાભાઈનાં કાર્યો વિષે સવિસ્તાર વાતો કરી હતી. સાહિત્યની વધુ સેવા કરતા રહે, એ માટે પ્રભુ તેમને નિરામય દીર્ઘાયુ અર્ધે, એવી અભ્યર્થના અને શુભેચ્છાઓ. Jain Education International 399 વ્યવસાયે ડૉક્ટર છતાં નીવડેલા કવિ, વાર્તાકાર, નવલકથાકાર નીલેશ રાણા દુનિયામાં નજર કરશું તો જાણવા મળશે કે ડૉક્ટર થઈને ભાષા-સાહિત્યનું કામ કરતા વિદ્વાનો ઓછા જોવા મળશે. ૧૯૭૧માં અમેરિકામાં રહીને ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ખ્યાતનામ ડૉ. નીલેશ રાણા એમ. ડી. વાર્તાઓ, નવલકથાઓ અને કાવ્યો લખતા રહ્યા છે. બચપણથી જ સાહિત્યનો જબરો શોખ એટલે વાર્તાનવલકથા-કાવ્યોનાં પુસ્તકો વાંચતા રહેતા. ૧૯૬૪થી એમના કાવ્યો, વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં. તાજેતરમાં ન્યૂયોર્કથી પ્રગટ થતાં ‘ગુજરાત ટાઇમ્સ'માં એમની ધારાવાહિક નવલકથા ‘આકાશકંપ' પ્રગટ થતી રહી છે. વિવિધ દેશો અને વિવિધ સંસ્કૃતિઓને જોવાનો, જાણવાનો અને માણવાનો એટલો બધો રસ છે કે તક મળતાં જ અન્ય દેશની મુલાકાતે જતા હોય છે. વ્યવસાયે ડૉક્ટર છતાં હૃદયથી સાહિત્યકાર છે. અનુભવ અને અનુભૂતિઓથી સર્જાયેલું એમનું સાહિત્ય સંવેદનશીલ અને માણવા લાયક હોય છે. અમેરિકાના યાર્ડલીમાં વસતા ડૉ. નીલેશ રાણાની બે નવલકથાઓ ‘વર્તુળના ખૂણા' અને ‘પોઇન્ટ ઑફ નો રીટર્ન?' પ્રગટ થઈ ચૂકી છે, તો સાથોસાથ જુદી ભાત પાડતો એમનો વાર્તાસંગ્રહ ‘અનામિકા' પ્રગટ થઈ ચૂક્યો છે. ડૉક્ટરમાંથી લેખક અને લેખકમાંથી ડૉક્ટરને છૂટા પાડવાનો કસબ સફળતાથી અજમાવી ચૂકેલા નીલેશ રાણા, ડોલરથી રંગાયેલ અમેરિકા, ડ્રગ્સથી ખરડાયેલ અમેરિકા, રંગીન અમેરિકા, સંગીન અમેરિકાની નવી નિરાળી વાતોની રજૂઆત ગુજરાતી સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં કામ કરતા રહી યશસ્વી નીવડે એવી શુભેચ્છાઓ. સેવાભાવી, સખાવતી, ગુજરાતનું ગૌરવશાળી રત્ન ડૉ. સુધીર પરીખ દુનિયાની સાત અજાયબીઓમાં પ્રેમના પ્રતીક એવા તાજમહેલને તાજેતરમાં અગ્રસ્થાન મળ્યું છે એવી જ અજાયબીભર્યું સ્થાન ન્યૂજર્સી રાજ્યના વાચાંગ નગરમાં આવેલા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy