SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ધન્ય ધરા આપી ઉમદા કાર્ય કર્યું છે. એમની જ્ઞાતિ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમંડળને જ્ઞાતિજનોનું હિત સચવાય એ માટેનાં કાર્યો કરવા મોટી રકમ ફાળવી છે. ન્યૂજર્સી મેડિકલ સોસાયટી અને અમેરિકન એકેડેમી ઓફ એલર્જી એન્ડ ઇમ્યુનોલોજી આ બંને સંસ્થાઓના તેઓ સક્રિય સભ્ય છે. રાજ્યમાં સ્ટેટ બોર્ડ ઓફ મેડિકલ એક્ઝામિનરની સ્થાપના થયા પછી આ બોર્ડમાં સભ્યપદ પામનાર તેઓ પ્રથમ ભારતીય છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેટીક્ટ–આ ત્રણે રાજ્યોમાં ભૂતકાળમાં કોઈ ભારતીયને આવું બહુમાન મળ્યું નથી. ભારત બહાર વસતા, સફળ ભારતીયજનની સિદ્ધિઓને વાચા આપવા ખાસ કરીને ડૉ. સુધીરભાઈની યશસ્વી કારકિર્દીને જોતાં ઝી ટીવીએ ‘અનટોલ્ડ સક્સેસફૂલ સ્ટોરી’ નામની ડો. પરીખના જીવનકવનને લગતી દસ્તાવેજી ફિલ્મ પણ તૈયાર કરી ડૉ. સુધીરભાઈ પરીખના ભવ્ય નિવાસસ્થાનને આપી શકાય. આ મહાલયને ઇટાલી, ગ્રીસ, ભારત, તુર્કી, ફ્રાન્સ, અમેરિકા, ચીન જેવા દેશોમાંથી આવેલા આકર્ષક અને અલભ્ય રાચરચીલાઓથી શણગારવામાં આવ્યું છે. તાજમહેલ બનાવવા પાછળ સત્તર કરોડ રૂપિયા ખર્ચાયા હતા પણ આ આલિશાન મહેલને શણગારવા બાવીસ કરોડ રૂપિયા ખર્ચાયા છે. અમેરિકામાં વસતા ગોરાઓ, ભારતીય, જર્મન, ગ્રીક, ચીના, આઈરીશ, સ્પેનિશ, ઇટાલી, જાપાની એવા અલગ અલગ દેશના અનેક મહાનુભાવોએ આ રાજમહેલની મુલાકાત લઈને સ્વપ્નમહેલના સર્જકને દિલથી અભિનંદન આપ્યા છે. ૨૮મી ડીસેમ્બર ૧૯૪૬ના રોજ પેટલાદ ખાતે જન્મેલા સુધીરભાઈનું બચપણ બહુ જ અગવડો અને અભાવમાં પસાર થયેલું. પિતાજીની નોકરીની બદલી સાથે અનેક રહેઠાણો બદલાવ્યાં. એમ.બી.બી.એસ. થઈને ઈંગ્લેન્ડમાં સેન્ટ બાર્થોલોમો મેડીકલ હોસ્પિટલમાં બે વર્ષ સિનીયર મેડીકલ ઓફિસર તરીકે કાર્યરત રહ્યા. આ સમય દરમ્યાન એમ.આર.સી.પી. થયા. ૧૯૭૫માં અમેરિકા આવ્યા. અસ્થમા, એલર્જી અને ચામડીના રોગો અને ઇમ્યુનોલોજીના નિષ્ણાત બન્યા. ૧૯૭૯થી ડૉ. સુધીરભાઈએ ખાનગી પ્રેક્ટીસ શરૂ કરી. વિદ્યાર્થીકાળમાં જ્યારે આર્થિક હાલત સારી નહોતી ત્યારે સ્વપ્ન સેવેલું કે સંપૂર્ણ ભારતીય હોય છતાં અમેરિકાની ધરતી પર અદ્વિતીય ભવ્ય રહેઠાણ બાંધવું. સંપૂર્ણ રીતે અમેરિકન હોવા છતાં જેમાં ડગલે ને પગલે ભારતીય સંસ્કૃતિનાં દર્શન થતાં હોય, એવું અનન્ય અને શ્રેષ્ઠ મહાલય બાંધવું. પુત્ર રવિ અને પુત્રી પૂર્વીનાં નામ જોડીને બનાવેલ “રવિ-પૂર્વી' ભવનના ઉદ્દઘાટન પ્રસંગે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના પ્રતિનિધિ રૂપે ૪00 મહાનુભાવો હાજર હતા. આ મોંઘેરા મહેમાનોમાં પ્રથમ કક્ષાના આર્કીટેક્સ, એન્જિનિયરો, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, રાજકીય અને સમાજના મુઠી ઉંચેરા માનવીઓ તેમજ ઉદ્યોગપતિઓ હતા. સરળ, નિખાલસ, હસમુખા સ્વભાવના સુધીરભાઈએ પોતાના ડૉક્ટરી વ્યવસાય અને અન્યોને મદદરૂપ થવાના સ્વભાવને કારણે ન્યૂજર્સીમાં એ અત્યંત લોકપ્રિય છે. એમના ધર્મપત્ની ડૉ. સુધાબહેનનો અનન્ય સાથ મળતાં એમના જીવનલક્ષ્યને પાર પાડવા અનેક સામાજિક કાર્યો કરતા રહ્યા છે. દાનવીર એવા ડૉ. સુધીરભાઈએ સામાજિક, મેડિકલ અને શૈક્ષણિક ક્ષેત્રે અનેક સંસ્થાઓને જરૂરિયાત મુજબ સખાવતો એમના સેવાકાર્યને બિરદાવતા અનેક પારિતોષિકોથી દેશપરદેશમાં એમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિના સમર્થક અને પૂજક, સમાજસેવાનો ભેખ લેનારા, સેવાભાવી, સખાવતી, ગુજરાતનું ગૌરવશાળી રત્ન એવા ડૉ. સુધીરભાઈ પરીખને ખોબલે ખોબલે અભિનંદન. ઓસ્ટ્રેલિયામાંથી પ્રગટ થતું સામયિક “માતૃભાષા'ના તંત્રી પ્રવીણ વાઘાણી દેશમાં કોઈપણ રાજ્યમાં કે પરદેશમાં જ્યારે એક ગુજરાતી વસવાટ કરવા જાય છે, ત્યારે આસપાસના વાતાવરણમાં એક ગુજરાતી પણાની છાંટ એ ચોક્કસપણે મૂકવા પ્રયત્ન કરતો હોય છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહીને ગુજરાતી ભાષા અને ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખવા જે કંઈ ભગીરથ પ્રયત્નો થયા છે, એમાં અગત્યનો મહામૂલો ફાળો નોંધાવ્યો હોય તો એ છે દ્વિમાસિક “માતૃભાષા'ના તંત્રી પ્રવીણ વાઘાણી. | સ્વભાવે નિખાલસ, મળતાવડા, પ્રભાસપાટણમાં ૩૧મી ઓગષ્ટ ૧૯૩૫ના રોજ જન્મેલા પ્રવીણભાઈ ફરવાના એટલા શોખીન છે કે કાશ્મીરથી કન્યાકુમારી, પોરબંદરથી દાર્જીલીંગ તેમ જ બે વાર આખી દુનિયાની દીર્ધયાત્રા કરી ચૂક્યાં છે. ૧૯૫૭માં બી.ઇ. (ઇલેક્ટ્રીકલ એન્જિનીયર)ની ડીગ્રી મેળવી. ગુજરાત ઇલેક્ટ્રીકસીટી બોર્ડ, જ્યોતિ લીમીટેડ વ.માં નોકરી. Jain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy