SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ 350 હૃદયસ્પર્શી છે, એટલાં જ વિચારપ્રેરક પણ છે. જીવનનાં અનેકવિધ પાસાંઓને એમણે કાવ્યોમાં સાંકળી લીધાં છે. ઉગ્ર અસંતોષ, જીવન જીવવાની તાલાવેલી તરસ કે તરફડાટ, વેદનાની વાડી લીલીછમ જેવા અનેક વિષયોને સ્પર્શતી એમની અનેક રચનાઓ દ્વારા વાંચકોનાં દિલ અને દિમાગને ઝંકૃત કરવાનું કામ કવયિત્રી પન્ના નાયકે કલમ દ્વારા કર્યું છે. એમનું કવિકર્મ અદ્ભુત અને યાદગાર છે. ૨૮મી ડિસેમ્બર ૧૯૩૩ના રોજ પન્ના નાયકનો જન્મ મુંબઈમાં થયો હતો. સુરતનાં વતની, પણ અભ્યાસ મુંબઈમાં ૧૯૫૪માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમણે એમ.એ.ની પરીક્ષા ગુજરાતી વિષય સાથે પાસ કરી. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયાં યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાંથી સાઉથ એશિયન સ્ટડીઝ સાથે ૧૯૭૨માં એમ.એ.ની ઉપાધિ મેળવી. ૧૯૬૪થી તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન તરીકે કામ કરે છે. ૧૯૭૬માં ‘પ્રવેશ', ૧૯૮૦માં ‘ફિલાડેલ્ફિયા’, ૧૯૮૪માં ‘નિસબત', ૧૯૮૯માં અરસપરસ', ૧૯૯૦માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી કેટલાંક કાવ્યો”, તેમજ ૧૯૯૧માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી મુંબઈ તરફથી ‘આવનજાવન’ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. મૌલિક કાવ્યો ઉપરાંત તેમણે અનુવાદો કર્યા છે તો ટૂંકી વાર્તાઓ પણ લખી છે. સાહિત્યમાં વિવિધ સ્વરૂપોમાં કશુંક નવું કરવાની ધગશ એમનાં લખાણોમાં દેખાય છે. પરદેશમાં આધુનિક નગરજીવનની સંસ્કૃતિ અને ભૌતિક સુખસગવડોની વચ્ચે જીવતી સ્ત્રીના મનોભાવ એમની કાવ્યરચનાઓમાં ઝિલાતા નજરે પડે છે. કોઈ સંઘર્ષ, વિસ્મય કે તાણ વિના એકવિધ જીવનમાં અનુભવાતી સુસ્તી અને કંટાળો, પરિણામે શૂન્ય બનતી ચેતના, એમાંથી જન્મતો વિષાદ કવિની રચનાનો વિષય બને છે. કવિ એકલતા અનુભવે છે, બધું પરાયું લાગે છે. સંબંધો, પ્રસંગો ઉષ્માવિહીન લાગે છે. એ ઝંખે છે, વતનને ભર્યાભાદર્યા જીવનને આ ભાવ કવિને ઝંકૃત કરે છે અને રચાય છે, શબ્દોના શિલ્પ. સંવેદનશીલ, સર્જકકર્મ પ્રત્યે નિખાલસ, સજાગ કવયિત્રી વધુ ને વધુ માતબર કલાસમૃદ્ધ રચનાઓ રચી, ગુજરાતી સાહિત્યને વધુ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ. Jain Education International ધન્ય ધરા પરદેશમાં રહીને જેમના હૈયે ગુજરાતીઓનું હિત વસેલું છે. લાલચંદ ગગલાણી કલકત્તાથી સો માઈલ દૂર બોલપુર ખાતે આવેલ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાંથી વિશ્વભારતી યુનીવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા લાલચંદભાઈ દુનિયાના મોટા ભાગના દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. એમના હૈયે ગુજરાતની અસ્મિતાનું સારી રીતે સંવર્ધન કેમ થઈ શકે, એના જ વિચારો ચાલતા હોય છે. ૧૯૫૦માં લગ્ન કરીને ૧૯૫૧માં અસ્મારા-એટ્રીઆમાં પિતાજીએ સ્થાપેલ આયાત-નિકાસના ધંધામાં જોડાઈ ગયા. અહીં આવીને ભારતીય સંગઠનનો પાયો નાખ્યો તો સાથોસાથ માધ્યમિક શિક્ષણ ગુજરાતીમાં લઈ શકાય એ માટે ભારતીય શાળા શરૂ કરી. એક હજાર ગુજરાતી પુસ્તકો અને અનેક ગુજરાતી મેગેઝિનો સાથે ભારતીય લાઇબ્રેરી શરૂ કરી. ૧૯૭૦માં ઇથોપિયા દેશ સામ્યવાદી થતાં લાલચંદભાઈ ભારત પાછા ફર્યા. ૧૯૮૦માં એમના નાના ભાઈઓએ તેમને અમેરિકા બોલાવ્યા. ત્યાં જઈને લોસ એન્જિલીસના કેલિફોર્નિયામાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ એસોસિએશન' સ્થાપ્યું, જેનું ચેરમેનપદ એમણે સંભાળ્યું. અઢી લાખ અમેરિકન ડોલર્સનું ભંડોળ ભેગુ કરી UCLA યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા સાથે સંલગ્ન થયા. જે વિદ્યાર્થીએ કોઈ પણ વિષયમાં આધુનિક ભારત પર પી.એચ. ડી. ડૉક્ટરેટ કર્યું હોય એવા અમેરિકામાં રહેતા વિદ્યાર્થીઓ વધુ રીસર્ચ અને ભણવા માટે આવતા. આજ સુધીમાં છ એવોર્ડ આપી ચૂક્યા છે. સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોમાં ગળાડૂબ રહેતા લાલચંદભાઈ વધુ ને વધુ પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ. મોહન ગાંધી' મહાકાવ્યનાં રચયિતા કવિ ડાહ્યાભાઈ પટેલ ખેડૂતના પુત્ર ડાહ્યાભાઈએ કલમ દ્વારા સાહિત્યનો મબલખ પાક ઉતાર્યો. એ માટે એમને જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. લંડનનિવાસી વિશ્વગુર્જર કવિ તરીકે ખ્યાતનામ થયેલા કવિ ડાહ્યાભાઈ પટેલ વ્યવસાયે બેરિસ્ટર હોવા છતાં સાહિત્યને વરેલા હોઈ ‘કવિ’ તરીકે વધુ ઝળક્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy