SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ધષ્ય ધરા ધ્રુજેનો અંગ્રેજી અનુવાદ 'The Shuddering Stones' એમેરિકાનાં જ્યોર્જિયા રાજ્યમાં આવેલ જેડા પ્રેસે તાજેતરમાં પ્રગટ કર્યો છે, જેને દેશ-વિદેશનાં સાહિત્યકારો અને વાચકોનાં ખૂબ જ સારા પ્રતિભાવ સાંપડી રહ્યા છે. | નવલકથાકાર, વાર્તાકાર જય ગજ્જર બહુમુખી પ્રતિભા છે. આવતાં વર્ષોમાં એમની પાસેથી આવી અનેક નવલકથાઓ, નવલિકાઓ લખાતી રહે અને ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય સમૃદ્ધ થતું રહે એવી શુભેચ્છાઓ. પુરુષાર્થથી પ્રારબ્ધ બદલનાર કેની દેસાઈ ગુજરાતીઓના ગૌરવરૂપ કીર્તિભાઈ ગજેન્દ્રભાઈ દેસાઈ (કેની દેસાઈ)નો તાજેતરમાં “એલિસ આયલેન્ડ મેડલ ઑફ ઓનર'ના પ્રતિષ્ઠિત એવોર્ડથી ન્યૂયોર્કમાં નવાજવામાં આવ્યા. પચ્ચીસ વર્ષ પહેલાં દેશ છોડીને અમેરિકા ગયેલા કીર્તિભાઈએ પુરુષાર્થથી પ્રારબ્ધ ઘડી કાઢી ભારતીય અને ગુજરાતી સમાજમાં કપોળ જ્ઞાતિની એક અગ્રગણ્ય આદર્શ યુવા પ્રતિભા તરીકે પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કર્યું છે. “દેશ તેવો વેશ' સૂત્રને અનુસરીને કીર્તિભાઈએ અમેરિકામાં જઈને નામ બદલ્યું. “કેની દેસાઈ યુવાનોના પ્રેરકબળ એવા કેની દેસાઈએ જિંદગીમાં ખૂબ જ તડકાછાંયડીનો અનુભવ કર્યો છે. અમરેલીના વતની ૧૯૯૦માં જન્મેલા કીર્તિભાઈએ ૧૯૮૨માં કોલેજમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ, બી. ઈ. સિવિલની ઉપાધિ સાથે ઝળહળતી ફતેહ મેળવી. ત્યારબાદ ગુજરાત સરકારમાં નર્મદા યોજનામાં નોકરી કરી, કન્સ્ટ્રક્શનનો અનુભવ મેળવ્યો. અમેરિકાથી ગ્રીનકાર્ડ ધરાવતી પરણવા આવેલી યુવતી તૃપ્તિબહેન મહેતા સાથે ૧૯૮૫ની સાલમાં લગ્ન કર્યા અને એકાદ મહિનામાં જ અમેરિકાની વાટ પકડી, પ્રામાણિકતા પરિશ્રમથી આપબળે ઊભા થયેલા કીર્તિભાઈએ દિવસમાં નોકરી અને સ્ટીવન્સ કોલેજમાં રાત્રિના ક્લાસ ભરીને એમ.એસ. કર્યું. પોર્ટુગીઝ કોન્ટ્રાક્ટરના એક કામદાર ભાઈનો સંપર્ક થતાં કીર્તિભાઈએ તૃપ્તિનો 'T', કેનીનો 'K' અને વચમાં 'A' નાખીને TAK કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી. જર્મન કોન્ટ્રાક્ટર પાસેથી એક લાખ, દસ હજાર ડોલર્સનું કામ મળ્યું અને એમનું ભાગ્ય પલટાઈ ગયું. આ અરસામાં ગોરા અનુભવી એન્જિનિયરે પોતાની કંપની બંધ કરી. આ તકનો લાભ લઈ કીર્તિભાઈએ રી. આ તકનો લાભ લઈ કીર્તિભાઈએ ગોરા એન્જિનિયરને ઉચ્ચ હોદ્દો આપી કંપનીમાં રાખી લીધો. ટાક કંપનીને અનુભવી માણસો, ગુણવત્તાભર્યા કામો કરવાની નામના તથા નવી ટેકનોલોજીના સ્વીકારને કારણે ટૂંકા સમયમાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેટિકટ જેવાં રાજ્યોમાં પ્રતિષ્ઠિત કામો મળતાં ગયા. માનવીય સંબંધો રાખવાની કળા આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાને કારણે કીર્તિભાઈ ધંધામાં સફળ થયા. ન્યૂયોર્ક પોર્ટ ઓથોરિટી નાના કોન્ટ્રાક્ટરોમાંથી માત્ર બે જ વ્યક્તિનો પોર્ટ ઓથોરિટીમાં ભાગીદાર તરીકે સ્વીકાર કર્યો છે. આમાંથી એક અમેરિકન છે અને બીજી વ્યક્તિ એટલે ભારતીય ગુજરાતી કેની દેસાઈ છે. આર્થિક પ્રવૃત્તિની સાથે સામાજિક સેવાક્ષેત્રે પણ નોંધનીય કામ કર્યું છે. નવરાત્રિના ગરબા હોય, ગુજરાતી સમાજ હોય કે ભારતીય બિરાદરીની કોઈ સંસ્થા હોય, મંદિરની પ્રવૃત્તિ હોય, કેની દેસાઈ હંમેશાં આવી સારી પ્રવૃત્તિઓને વિકસાવવા સારો સાથસહકાર આપતા રહ્યા છે. પેન્સિલવેનિયામાં વ્રજ મંદિરના તેઓ ટ્રસ્ટી અને ઉપપમુખ છે. એમને અનેક ચંદ્રકો, સ્મૃતિચિહ્નો અને પ્રશસ્તિપત્રોથી નવાજવામાં આવ્યા છે. અમરેલીમાં કપોળ જ્ઞાતિની વાડી હોય કે રૂપાયતન શાળા હોય, દાન આપીને દાદાના નામને ઊજળું બનાવવા હંમેશાં આતુર હોય છે. ક્લાર્ક નગરના મેયરે ટાક કન્સ્ટ્રક્શન કંપનીને સન્માનવા ૧૯૯૭નો પૂરો ડીસેમ્બર માસ એ નગર માટે ‘ટાક માસ’ જાહેર કર્યો હતો. ન્યૂજર્સીમાં ડેમોક્રેટિક પક્ષનાં ભારતતરફી અમેરિકન કોંગ્રેસમેન ફ્રેન્ક પોલોને અમેરિકાના સરકારી ગેઝેટમાં કેની દેસાઈની પ્રવૃત્તિઓને બિરદાવતો લેખ લખ્યો છે. પુરુષાર્થથી પ્રારબ્ધ બદલી શકાય છે, એનો સાચો નમૂનો કેની દેસાઈ અમેરિકાનાં ગુજરાતીઓ માટે ગૌરવરૂપ અને પ્રેરકબળ છે, એમ નિઃશંકપણે કહી શકાય. : જમન, સ્પેનિશ, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા, ગુજરાતી સર્જક ચંદ્રકાન્ત દેસાઈ તેત્રીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ચંદ્રકાન્તભાઈ માત્ર એન્જિનિયર નથી, પણ સાચા અર્થમાં કવિજીવ છે. એ હંમેશાં કહેતા હોય છે, જે કંઈ પણ કાર્ય કરવા માગતા હોઈએ એમાં મન ખૂપાવીને કામ કરવું. વર્ષો લગી એમણે અધ્યાપન ક્ષેત્રે કામગીરી બજાવી છે તો ન્યુક્લીયર એન્જિનિયર તરીકે એમનો અનુભવ બહોળો છે. Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy