SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સાહિત્ય અને સંગીતનો આનંદ આખા જગતને વહેંચવા ઉત્સુક એવા રમેશભાઈને સ્વાસ્થ્યભર્યું દીર્ધાયુ સાંપડો. ધી નેશનલ રિપલ્બિકન બેંક ઓફ શિકાગોના માલિક હીરેન પટેલ મન હોય તો માળવે જવાય' એ કહેવત અનુસાર પરિશ્રમ કરીને, આકાશને આંબવાની જાણે હરણફાળ ભરી હોય, એવું જીવન જીવી જનાર એટલે હીરેન પટેલ. પિતા સારાભાઈની ભક્તિ, નિખાલસતા અને સાહસના ગુણોએ એને સતત પ્રેરણા આપી છે તો માતાની ભક્તિએ એનો જીવનપથ સરળ બનાવ્યો છે. મિતભાષી, તેજસ્વી, વાચનપ્રેમી હીરેન દૃઢ, સંકલ્પશક્તિ અને ધ્યેયસિદ્ધિ દ્વારા ગુજરાતી યુવાનો માટે પ્રેરણારૂપ છે. ૧૯૫૦ના ડિસેમ્બરની ૨૭મીએ અમદાવાદમાં જન્મેલા આ હોનહાર વિદ્યાર્થીએ અમદાવાદની શારદા મંદિરમાંથી એસ. એસ. સી. કર્યું. ત્યારબાદ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં સાયન્સ વિભાગમાં પ્રવેશ કર્યો. ૧૯૬૮માં નોર્થ કેરોલિનાની ગેસ્ટન કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બી. એસ. થવા એમિશન લીધું. અઢી વર્ષ ભણ્યા પછી ૧૯૭૧માં એ શિકાગો ગયા, નોકરીમાં ઝંપલાવ્યું. પ્રખર તેર્જાસ્વતા અને યાદશક્તિ, સખત મહેનત કરવાની ટેવ ઇલેક્ટ્રોનિક્સનું ભણતર. આમ અનુભવનું ભાથું બંધાતું ગયું. દોઢ વર્ષમાં નોકરી છોડી દીધી અને ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો એક મોટો સ્ટોર ખરીદ્યો. સ્ટોરનું નામ આપ્યું એક્સ. વાય. ઝેડ. ભારત, પાકિસ્તાન, ઇરાન, બાંગ્લાદેશમાં કામ આવે એવી ૨૨૦ વોલ્ટની ચીજો એટલે કે રેડિયો, હેરડ્રાયર, ટેપરોકોર્ડર, ટીવી, વિડિયો, રેટ્રિજરેટર જેવી ચીજો અહીં વેચાતી. સાથોસાથ હીરેને રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું. ઓફિસો, દુકાનો અને સ્ટોરો માટેનાં બિલ્ડિંગોની લે-વેચ કરતો. માત્ર ત્રીસ વર્ષની નાની ઉંમરે એની પાસે દશ લાખ ડોલરની મિલ્કત અને રોકડ રકમ એકઠી થઈ ગઈ. આ પહેલાં અમેરિકામાં કોઈ ગુજરાતીએ આવી સિદ્ધિ હોતી મેળવી. ૧૯૭૮થી ૧૯૮૧ સુધીમાં ઓફિસો માટેની છ ગંજાવર ઇમારતો ખરીદી. સ્ટોરનું મોટી મિલ્કતોનું, નિકાસનું કામ ચાલું રાખ્યું. ભાતભાતનાં સાપ્તાહિકો, માસિકો વર્તમાનપત્રોનાં લવાજમો ભરીને મંગાવે તો કોમ્પ્યુટર, રિયલ એસ્ટેટ, બેંકો, અર્થકારણના વૈશ્વિક અને અમેરિકી પ્રવાહોનું એ મોડી રાત સુધી વાચન કરે. Jain Education International ૩૫૩ સ્વબળે આગળ આવેલા હીરેન પટેલે ૧૯૮૪માં ધી નેશનલ રિપબ્લિકન બેંક ઑફ શિકાગો ખરીદી લીધી. આ બેંક ૭૦૦ લાખ ડોલરની માલિકી ધરાવે છે. આજે આ બેંકના ૯૨ ટકા શેરની માલિકી એકલો હીરેન ધરાવે છે. અમેરિકામાં બેંકિગનાં ક્ષેત્રે પ્રવેશીને ગુજરાતીઓની એક નવી છાપ ઊભી કરનાર હીરેન પટેલ ગુજરાતીઓનું ગૌરવ છે, એમ ચોક્કસપણે કહી શકાય. અધ્યાપક, લેખક, ઉદ્યોગપતિ અને સમાજસેવક જય ગજ્જર છત્રીસ વર્ષોથી કેનેડામાં વસતા, અધ્યાપક, લેખક, ઉદ્યોગપતિ અને સમાજસેવા ક્ષેત્રે કેનેડાની સરકારના અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ ઉપરાંત આપણા પદ્મશ્રી સમકક્ષ ઓર્ડર ઑફ કેનેડા'નો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર જય ગજ્જર એક સફળ અને સંસ્કારી સજ્જન તરીકે કેનેડિયન સમાજમાં ઉચ્ચ કક્ષાની પ્રતિષ્ઠા પામ્યા છે. શિક્ષિત, સાહિત્યિક અને સંસ્કારી પ્રતિભાશાળી જયભાઈ કીર્તિનાં શિખરો સર કરી એમની ટોચ પર પહોંચી ગયા છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પાનસર ગામ એમનું વતન છે. એમણે બી. એ. (ઓનર્સ), એમ.એ., સી. એમ. (ભારતના પદ્મશ્રી સમક્ષ) ડિગ્રીઓ મેળવી છે. ૧૯૭૦માં કેનેડા ગયા એ પહેલાં જય ગજ્જરે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાંતરકાર તરીકે અને નવગુજરાત કોલેજમાં ગુજરાતીનાં અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. કેનેડામાં જઈને પ્રિન્ટિંગ ગ્રાફિક આર્ટસનો ધંધો એમણે પૂર્ણરૂપે વિકસાવ્યો છે. ધંધાની સાથે સાથે અનેક સમિતિઓમાં ચેરમેન કે સભ્ય તરીકે કામગીરી કરી. ભારતીય અને કેનેડિયન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેનેડાની સરકારે એમનાં કામોની કદર કરી ૧૯૯૧માં ધ સાઇટેશન ફોર સિટીઝનશિપ એવોર્ડ' અને ધ કેનેડા વોલન્ટિયર એવોર્ડ' એ રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત બીજા અનેક એવોર્ડોથી સન્માનિત થયેલા જય ગજ્જર પ્રથમ ગુજરાતી હોઈ, આ રાષ્ટ્રીય એવોર્ડ માટે પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી અને ગૌરવરૂપ ઘટના ગણે છે. સાથોસાથ સર્જનક્ષેત્રે નોંધનીય કામગીરી બજાવી, ગુજરાતી સાહિત્યને ધબકતું રાખ્યું છે. એમની સાત નવલકથાઓ, બે વાર્તાસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યાં છે. બસોથી વધુ નવલિકાઓ લખનાર, જય ગજ્જરની નવલકથા ‘પથ્થર થર થર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy