SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯૬૩માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ અને પ્રથમ નંબરે આવી એમ. ઈ.ની ડિગ્રી મેળવી ત્યારબાદ વડોદરા તેમજ સૂરતની સરદાર વલ્લભભાઈ પટેલ રીજિઓનલ એન્જિનિયરિંગ કોલેજમાં વીસ વર્ષ લગી પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી.જર્મનીમાં બે વર્ષ રહી તેઓ ભણ્યા અને સંશોધન કર્યું. આમ જર્મન ભાષામાં એમણે પ્રભુત્વ મેળવ્યું. ૧૯૯૮માં અમેરિકામાં ‘ગુજરાતી લિટરરી અકાદમી' તરફથી પ્રથમ સાહિત્ય સંમેલન યોજાયું હતું, જેમાં ચંદ્રકાન્તભાઈએ સક્રિય ભાગ લીધો હતો. ઇન્ડો અમેરિકન લિટરરી અકાદમી’ના સ્થાપક પ્રમુખ ચંદ્રકાન્તભાઈએ અમેરિકાના પ્રખ્યાત બર્ન્સ એન્ડ નોબલ' સ્ટોર્સમાં સાહિત્યિક બેઠકો ગોઠવી, એમણે બેઠકોનો સફળ સંચાલનદોર અને વ્યવસ્થા શક્તિનો પરિચય કરાવ્યો છે. ચંદ્રકાન્તભાઈ દેસાઈ વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તો એ સવ્યવસાયી કવિ છે. ગુજરાતી અને અંગ્રેજી, બન્ને ભાષાઓમાં કવિતા રચે છે. ગુજરાતીમાં એમના ‘ઉન્મેષ’, ‘ઉર્વોન્મેષ’, ‘તમારી ગલીમાં’, ‘અમારી અમેરી ગલી’, ‘ગીત યમુના’ અને ‘ગીતોન્મેષ' કાવ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અંગ્રેજીમાં એમના પાંચ કાવ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. અકાદમીએ ૨૦૦૫માં ચાર ભાષામાં ‘એન્થોલોજી ઓફ પોએમ્સ' પ્રગટ થઈ, જેના મુખ્ય સંપાદક તરીકે તેમણે અમૂલ્ય સેવાઓ આપી. ૨૮૦ પાનાંના આ પુસ્તકમાં આપણા હિંદી, મરાઠી, અંગ્રેજી અને ગુજરાતીભાષી ૧૧૦ સર્જકોની કૃતિઓનો સમાવેશ એમના પરિચય સાથે થયો છે. ૨૦૦૩માં કેપિટલ હિલ, વોશિંગ્ટન ડી. સી.માં નવી ચૂંટાયેલી અમેરિકન કોંગ્રેસના ઉદ્ઘાટન પ્રસંગે કાવ્યપઠન માટે એમને નિમંત્રણ મળ્યું હતું. આવું કાવ્યપઠન કરનાર તેઓ પ્રથમ ઇન્ડો અમેરિકન કવિ છે. પ્રખ્યાત જર્મન કવિ રાઈનર મારિયા રિલ્કેનાં જર્મન કાવ્યોનો સીધો અનુવાદ ચંદ્રકાન્તભાઈ કરે, જેની પ્રસ્તાવના નિરંજન ભગત લખે અને ઉમાશંકર જોષી સ્થાપિત ગંગોત્રી ટ્રસ્ટ આ પુસ્તકને પ્રગટ કરીને પુરસ્કૃત કરે, આ ઘટના અનોખી છે. આશા રાખીએ આ પ્રકારના અનુવાદ, ભવિષ્યમાં વૈશ્વિક ભાષાઓની કવિતાના અનુવાદ મૂળ ભાષાઓમાંથી ગુજરાતીમાં થાય, એ માટે પ્રેરણારૂપ બને. જર્મન, સ્પેનિશ અને અંગ્રેજી ભાષાને આત્મસાત કરનાર, આ ગુજરાતી સર્જકને હૃદયપૂર્વક અભિનંદન. Jain Education International ૩૫૫ સર્વધર્મ સમભાવમાં માનનારા, આંતરરાષ્ટ્રીય ગુજરાતી ગઝલકાર આદિલ મન્સૂરી ન ભારત જેમની માતૃભૂમિ છે અને ગુજરાતી જેમની માતૃભાષા છે, એવા વતનપ્રેમી, આંતરરાષ્ટ્રીય ગઝલકાર, આદિલ મન્સૂરીના હૈયે, હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તે સમયના દર્દભર્યા ઘેરા ઉઝરડા પડ્યા છે, જે શબ્દોમાં ધ્યાન કરવું મુશ્કેલ છે. ૧૯૪૮માં એમના પિતા ગુલામનબી મન્સૂરી સાથે સપરિવાર પાકિસ્તાન આવ્યા. આદિલના પિતા ગુલામચાચા ગઝલો અને શાયરી એવી લખે અને લલકારે કે સાંભળનાર ફિદા થઈને વાહ વાહ પોકારી ઊઠે. આ વારસો આદિલમાં આવ્યો. પિતા-પુત્ર પાકિસ્તાન તો આવ્યા પણ ભારતની યાદ તેમને સતત સતાવતી. અંતે વતનનો વિયોગ ન સહેવાતાં આદિલ ૧૯૫૫માં પાકિસ્તાન છોડીને ભારત આવ્યા. અહીં ભારતમાં એમની ગેરહાજરીમાં એમનાં પાંચ મકાનો સરકારે હિજરતી મિલ્કત તરીકે જપ્ત કર્યાં હતાં. વતનમાં નિરાશ્રિત બનેલા ગુલામચાચાને એમના ભત્રીજાઓએ કાકા પ્રત્યેના પ્રેમ ખાતર પોતાનું એક મકાન આપી દીધું. ૧૯ વર્ષનાં આદિલનું કવિહૃદય ભાવવિભોર થઈ ગયું. પાકિસ્તાનમાં રહ્યા હોવાથી ભારત સરકારે તેમને પોતાના નાગરિક માનવાનો ઇન્કાર કર્યો. અદાલતના આંટાફેરામાં હજ્જારો રૂપિયા ખર્ચાયા. હવે આદિલને વહાલું વતન છોડવું પડે, એવી સ્થિતિ સર્જાઈ. પાક સરકાર એમને રાખવા તૈયાર નહોતી. ઉર્દૂનાં કવિમિત્ર પાશી આદિલને લઈને કેન્દ્ર સરકારના પ્રધાન કે. સી. પંત પાસે પહોંચ્યા બધી વાતો સાંભળીને આદિલને પાંચ વર્ષના વિસા અમેરિકાના મળે, એવી જોગવાઈ કરી. આદિલની આંખોમાં આ ઘટનાથી આંસુ આવી ગયાં. કલમે આદિલને અમેરિકામાં નોકરી અપાવી અને ભારતમાં કાયમી નાગરિકત્વ અપાવ્યું. આમ ૧૯૮૫માં અમેરિકાની ધરતી પર આદિલે પગ મૂક્યો. ૧૯૩૬માં ૧૮મી મેના રોજ જન્મેલા આદિલે એમનું પ્રાથમિક શિક્ષણ કરાંચીમાં લીધેલું. ગુજરાતી માધ્યમની એમની હાઇસ્કૂલ સરકારે હુકમ બહાર પાડીને રાતોરાત ઉર્દૂ માધ્યમની કરી દીધી. આદિલનું હૈયું વેદનાગ્રસ્ત થઈ ગયું. ‘મારી ભાષા ગુજરાતી છે અને એ ભાષા મારી પાસેથી છીનવી લેવામાં આવે તો મારો વિકાસ થંભી જાય' એવું માનનારા આદિલ ૧૯ વર્ષની ઉંમરે ભારત પાછા ફર્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy