SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૪૯ સમાચારપત્રોમાં જયંતીભાઈની ધારાવાહિક નવલકથાઓ પ્રગટ થતી રહી છે. સાતેક પુસ્તકોનું સંપાદન એમણે કર્યું છે. વળી કલાગુર્જરી’, ‘પોરવાડબંધુ' અને “એક્રિલિક ન્યૂઝ'નું તંત્રીપદ પણ એમણે સફળતાપૂર્વક સંભાળ્યું છે. સમાજ સાથે રહેવું જયંતીભાઈને ગમે. સાહિત્યિક, સાંસ્કૃતિક, સામાજિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં એ ભાગ લે અને હાથ પણ બઢાવે. એમનો સંપર્કવ્યાપ આ રીતે વધતો રહ્યો છે. AIPMA, SAPMA, કલાગુર્જરી, ગુજરાતી સાહિત્ય પરિષદ, વિલેપાર્લે સાહિત્ય સભા, વિશ્વ ગુજરાતી સમાજ, શ્રી કપડવણજ દશા પોરવાડ મિત્ર મંડળ, પ્રગતિ મિત્ર મંડળ અને બીજી ઘણી સંસ્થાઓનાં એ સક્રિય સભ્ય છે. કેટલાકમાં તો એ પાછા પ્રમુખ અને ઉપપ્રમુખ, પણ ખરા! દરેકના જીવનમાં એકાદ યાદગાર પ્રસંગ તો હોય જ. અમેરિકાનાં IVY HOUSE PUBBLISHING GROUP તરફથી એમની ગુજરાતી નવલકથા “આંખને સગપણ આંસુનાં'નો અંગ્રેજી અનુવાદ ‘ORDEAL OF INNOCENCE' પ્રગટ થયો, જયંતીભાઈ માટે આ એક અવિસ્મરણિય પ્રસંગ. ઈન્ડો અમેરિકન લિટરરી અકાદમીના નેજા હેઠળ જાણીતા સાક્ષર સુ. શ્રી પ્રીતિ સેનગુપ્તાના હસ્તે ન્યૂજર્સીમાં આ પુસ્તકનું વિમોચન થયું હતું. “ગુજરાત દર્પણ” યોજેલા કાર્યક્રમ દરમ્યાન ટીવી એશિયાના માલિક શ્રી એચ. આર. શાહના વરદ હસ્તે જયંતી એમ. દલાલની શ્રેષ્ઠ વાર્તાઓ' પુસ્તકનું લોકાર્પણ થયું હતું. આ બન્ને પ્રસંગના સાક્ષી બનવાનો મને અત્યંત આનંદ છે. અણુશસ્ત્રો અને વિશ્વશાંતિને લગતી એમની બીજી નવલકથા 'Echoes in Vacuum' ટૂંક સમયમાં અમેરિકાથી જ પ્રગટ થનાર છે. પરદેશમાં આપણી ગુજરાતી નીવડેલી કતિઓની જાણ થાય તે માટે એના અંગ્રેજી અનુવાદો કરાવવાનો જયંતીભાઈનો આગ્રહ છે. આ કાજે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદને એક અનુદાન આપ્યું છે. યથાશક્તિ માર્ગદર્શન આપવાની પણ એમણે તત્પરતા બતાવી છે. ફરે તે ચરે અને લખે તે પામે. લેખક માટે કલદાર કરતાં એની લેખિનીનો સ્વીકાર મહત્ત્વનો છે. “કનૈયાલાલ મુનશી” એવોર્ડ અને “ધૂમકેતુ’ એવોર્ડ જયંતીભાઈ પામ્યા છે. ગુજરાત ગૌરવ” એવોર્ડ અને “ભારત માતા” એવોર્ડ તો જાણે મુગટના મણિ! ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકટરામનને હસ્તે ૧૯૮૪માં મળેલો A. R. Bhat Entrepreneurship Award, અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ૧૯૯૭માં મળેલ World Life Achievement Award અને યુનાઇટેડ કલ્ચરલ કન્વેન્શન-અમેરિકા તરફથી ૨૦૦૪માં મળેલ લાઇફ ટાઇમ સેક્રેટરી જનરલની પદવી, આ ત્રણેને હું એમની ઉદ્યોગ-સાહસકુનેહો અને સાહિત્યસર્જકતાના પુરસ્કાર માનું છું. કામ ખુદ બોલે તો એની નોંધ અવશ્ય લેવાય. જયંતીભાઈના વ્યાવસાયિક કામકાજ અને પુસ્તકોની નોંઘ દેશ-વિદેશમાં હુઝ હુ જેવા ગ્રંથોમાં ત્રીસેક જગાએ લેવાઈ છે. વિદ્યમાન ઉશનસ, મેઘબિંદુ, જોસેફ મેકવાન, કુમારપાળ દેસાઈ, ધીરુબહેન પટેલ, રાધેશ્યામ શર્મા, ચંદુભાઈ સેલારકા, રતિલાલ બોરીસાગર; તેમજ દિગવંત સાહિત્યકારો જયંત પાઠક, કે. કા. શાસ્ત્રી, ગુલાબદાસ બ્રોકર અને અન્ય સાહિત્યકારો થકી જયંતીભાઈની અત્યંત પ્રશંસા થઈ છે. એક્રિલિક જયંતીભાઈનું ધબકતું હૃદય છે તો સાહિત્ય સર્જન એમનો પ્રાણવાયું છે. જિંદગીને જાણવાનો તથા માણવાનો એમને શોખ છે. વિભાજિત કરે તે એમને માટે ધર્મ નથી. કીર્તિ અને કલદારને મેળવી ચૂકેલા જયંતીભાઈ જિંદગીના અંતે મા સરસ્વતીના ખોળે શાશ્વત નિદ્રામાં પોઢી જવા માંગે છે. જય એટલે ફતેહ. આ સંદર્ભે “જયંતી’નો અર્થ વિજયનો વાવટો. જયંતીભાઈએ સાચા અર્થમાં નામને સાર્થક કર્યું છે. સફળતાનો એમનો ઝંડો સદા ફરકતો રહે, એવી શુભકામના છે. –સંપાદક જયંતિ એમ. દલાલનો Email : jmdalal@rediffmail.com Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy