SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ધન્ય ધરા ૧૯૫૫માં એ કોલેજનાં બીજા વર્ષમાં હતા. અમદાવાદથી પ્રગટ થતા “આનંદ' સાપ્તાહિકમાં ત્યારે એમની પ્રથમ લઘુ નવલ “કૂલ અને કાંટા' પ્રગટ થઈ. “મુંબઈ વિદ્યાપીઠમાંથી ૧૯૫૮માં એમણે બી. એસસી. કર્યું. ઉદ્યોગ અને સાહિત્ય આમ તો આમને-સામને જેવા બે પાટા છે, પરંતુ જયંતીભાઈએ બખૂબી રસરુચિનો સેતુ બાંધી દીધો. સમાન્તરને એવું તો પાછું એમણે એકરસ કર્યું કે બન્ને તરફ એક સરખી કદમકૂચ મંડાઈ. તે જમાનામાં ભણ્યા પછી કુંવારું ના રહેવાય. ૮ મે ૧૯૫૮ એમનો લગ્ન દિવસ. વસુમતી એમનાં ધર્મપત્ની, સદાનાં સાથી અને સમજદાર અર્ધાગિની. ભારપૂર્વક ત્રણ શબ્દો લખવાનું ખાસ કારણ છે. પહેલું ફરજંદ અમિત, ખુશી જ થાય ને? પણ, એ તો Cerebral Palsy કહેતાં મગજના પક્ષઘાતનો ભોગ બન્યો હતો! બોલવાનું બંધ, ચાલવાનું પણ અશક્ય! જતનથી એનો ખ્યાલ રાખવો અને પ્રેમપૂર્વક સદાની સારસંભાળ રાખવી, દાંપત્ય નિષ્ઠાનું મારી દૃષ્ટિએ આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રાકેશ, તેજસ અને નેહા પણ એમનાં સંતાનો, લીલી એમની વાડી છે. પૌત્ર, પૌત્રી અને દોહિત્રો, દાદાદાદીનાં પ્યારાં ફૂલકુસુમો છે. એક આંખ ચૂએ અને બીજી હસે, આ તે વિધિના કેવા લેખાજોખા? નિર્વાહ માટે નોકરી, દીકરાની પરિસ્થિતિનો વિષાદ અને વિષમતાની મૂંઝવણ, પરમાત્માનો જ એક સહારો હતો. સંઘર્ષને માથે જે સવાર થઈ શકે એ નિશ્ચિત આગળ ધપી શકે. જયંતીભાઈએ રસ્તો ગોત્યો કે આત્માએ કાઢ્યો, આ ચંચૂપાત હું ના કરું તે જ સારું! વેદના અને સંવેદનાનું વહન કદાચ એમની કલમે કર્યું. | ભણતર ઉપર ચણતર, એક્રિલિક માધ્યમ સાથે ૧૯૬૨થી એમણે કામ ચાલુ કર્યું, જે ૧૯૭૫માં એમનો સ્વતંત્ર ઉદ્યોગ બન્યો. સુપર ઇન્ડસ્ટ્રીઝ એમની કંપનીનું નામ. આ અરસામાં એમની તરસી આંખો, સૂકા હોઠ' અને “શૂન્યના સરવાળા' નવલકથાઓ પ્રગટ થઈ ચૂકી હતી. ૧૯૭૯માં “સુખનો સૂરજ ઊગશે?' નવલકથા પ્રગટ થઈ. પ્રશ્નનો જવાબ પણ ખુદે જ આપ્યો. ભારતભરમાં એક્રિલિક ફર્નિચરની સૌ પ્રથમ નવી શ્રેણી શરૂ કરી. ૧૯૮૦માં એક્રિલિક ફર્નિચર શોરૂમનું ઉદ્ઘાટન નસીમબાનું અને સાયરાબાનુની હાજરીમાં મશહૂર સિને અદાકાર અને શેરિફ દિલીપકુમારના હસ્તે ઉદ્ઘાટન થયું. સમગ્ર ભારત, અખાતના દેશો, યુરોપ અને અમેરિકામાં એ ફરેલા છે. ધંધા માટે હોય કે શોખ કાજે હોય, એમના લેખનમાં આ બધું પ્રસરતું કળાય છે પણ વિવિધતા, વૈશ્વિકતા, બૌદ્ધિકતા અને રસમયતા એમના લેખન ફલકને વિશિષ્ટ બનાવે છે. અમિતનું પાંગળું જીવન, જતનદાર ઝંઝાવાત અને મમતાસભર કાર્યવાહીએ એમનામાં ભાવુકતા સિંચવાનું કામ કર્યું છે. ધર્મ, વ્યથા, શ્રદ્ધા, સંવેદના, માનવતા, પ્રભુ પરાયણતા અને સમાજકલ્યાણ આથી જ એમના જીવનનાં અવિભાજ્ય અંગો બની ગયાં. કર્મ અને કલ્પન એમની કલમમાં ચૂંટાતાં કળાયાં છે. “ચાંદ ઊગ્યો ધરતી પર', “મહેકી ઊઠી મોસમ', “જેકપોટ', “આંખને સગપણ આંસુનાં', “મૃગજળના ધોધ', જિંદગીનાં ધુમ્મસ', “પાનખરમાં ફૂટ્યાં પાન”, “અંગે ઓઢી અગન પિછોડી', “અંધકારનો પડછાયો', “કારગિલના મોરચે’ એમની નવલકથાઓ છે. “કાંકરી એક-વર્તુળ અનેક', “સૂર સામ્રાજ્ઞી” અને “બુદ્ધનાં આંસુ' એમના વાર્તાસંગ્રહો છે. “જયંતી એમ. દલાલની શ્રેષ્ઠ વાર્તાઓમાં તો દરેક વાર્તાને અંતે અલગ અલગ નામી વાર્તાકારની આલોચના છે. ક્યારેક એ કાવ્યો પણ લખે છે. આનંદ”, “સૌરાષ્ટ્ર સમાચાર', “ચરોતર ટાઈમ્સ', “પ્રતાપ’, ‘લોકમત’, ‘લોહાણા હિતેચ્છું’, ‘નૂતન સવેરા', જયહિંદ', “સમકાલીન' કેનેડાથી પ્રગટ થતા સાપ્તાહિક “વતન', “ગુજરાત એક્સપ્રેસ' વગેરે સામાયિક - - - Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy