SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વ્યાપાર, કલા અને કલા અને સાહિત્યનો સુભગ સમન્વય-શશિલ્પી ૩૪૦ જગતની સંસ્કૃતિઓમાં કળાનું સ્થાન સર્વોપરિ છે, કારણ કે કળા માનવીની અન્ય આવડતો કરતાં અનોખી છે. સામાન્ય માનવીની સામાન્ય કસબ-કારીગરીથી કળા સાવ નોખી–નિરાળી વસ્તુ છે, એટલે જ માનવીની ક્ષણભંગુર સરજત કરતાં કળા અમર ચીજ છે, એટલે જ કળાને કોઈ સ્થળ કે કાળનાં બંધનો હોતા નથી. ફેશનો બદલાય છે, પણ તાજમહલની સ્થાપત્યકળા, તાંડવની શિલ્પકળા, મોનાલિસાની ચિત્રકળા, વિશ્વવ્યાપી રાગ-રાગિણીની સંગીતકળા કે મહાકાવ્યોની કવિતાકળા અમર હોય છે. એક દેશની કળાકૃતિ અન્ય દેશોની પ્રજાને પણ એટલી જ અપીલ કરે છે, એક ભાષાનાં પાત્રો વિશ્વભરની પ્રજાનાં આત્મીય સ્વજનો બની રહે છે, એટલે જ રામ કે કૃષ્ણ, ઈસુ કે બુદ્ધ, ઓથેલો કે શકુંતલા, શેક્સપિયર કે રવીન્દ્રનાથ કોઈ એક દેશનાં નહીં રહેતાં વિશ્વવ્યાપી બની રહે છે. એ કળા અમર હોય તેમ અમૂલ્ય હોય છે. એનું કોઈ ચોક્કસ મૂલ્ય આંકી શકાતું નથી. ભાવકો એના પર વરસી પડે છે એ જ એનું મૂલ્ય છે. કાલિદાસના શાકુંતલને માથા પર મૂકીને નાચી ઊઠતો જર્મન કવિ ગેટે એ કળાનો સાચો સોદાગર છે. એક આલાપ પર લાખોનો વરસાદ કરતાં ભાવકો કે એક અદાકારની અદા પર ફિદા થનારાં પ્રેક્ષકોના પ્રસંગો ભૂતકાળના ચોપડે નોંધાયા છે. આજે પણ ઉત્તમ સાહિત્યને મળતાં મબલખ ઈનામ-અકરામ એ વાતનાં જીવતાં ઉદાહરણો છે. કળાની કિંમત પૈસાટકાથી અંકાતી નથી એ વાત સાચી, પણ સાચી કળા રૂપિયા-આના-પાઈથી પણ વંચિત રહેતી નથી એ વાત પણ એટલી જ સાચી છે. જયંતિ એમ. દલાલ વ્યાપારમાં ગળાડૂબ વ્યસ્ત હોવા છતાં પણ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઉમંગ ઉલ્લાસથી અપાતું યોગદાન, લલિતકલાઓનાં વિવિધક્ષેત્રોમાંનાં અગ્રેસરોના પરિચયો રજૂ કરનાર એક આગેવાન ઉદ્યોગપતિ અને સાહિત્યસર્જક છે શ્રી જયંતિ એમ દલાલ. અમેરિકાના ન્યૂજર્સીમાંથી પ્રકાશિત થતાં ‘ગુજરાત દર્પણ’ના અંકમાં શ્રી પ્રવીણ પટેલ (‘શશી') તરફથી પ્રગટ થયેલ શ્રી દલાલના પરિચયમાંથી ટૂંકાવીને અત્રે રજૂ કરીએ છીએ. ડીસેમ્બર ૨૮, ૧૯૩૫ના રોજ કપડવંજમાં એ જન્મેલા. દશા પોરવાડ એમની જ્ઞાતિ. પિતા મણિલાલ, માતા ચંપાબહેન, ચાર બહેનો અને ચાર ભાઈઓ વિશાળ પરિવારની સંકડામણ અને એ પારની મથામણે જયંતીભાઈને જોમવંતા બનાવ્યા. ૧૩ વર્ષે પિતાજી ગુમાવ્યા. તાજેતરમાં ૧૦૨ વર્ષની ઉંમરે માતાજી પણ પરલોક સિધાવ્યાં. Jain Education International ૨. વ. દેસાઈની નવલકથા છઠ્ઠા ધોરણમાં એમણે વાંચેલી. એમના વતન ઉમરેઠના પુસ્તકાલયમાંનાં વાર્તાસંગ્રહો અને નવલકથાઓ ઉપર એમની આંખ ફરી વળેલી. ગામમાં હસ્તલિખિત ‘ચિરાગ’ મેગેઝિન પ્રગટ થયું. એમનાં લેખ-વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું, તે પણ ઈશ્વર પેટલીકરને હાથે. સર્જનનું બીજ વવાઈ ચૂક્યું હતું. મુંબઈથી પ્રગટ થતા ‘વાર્તા' સાપ્તાહિકમાં ત્યારે એમની વાર્તાઓ છપાતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy