SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ગુજરાતના લોકસાહિત્ય તરફની પ્રીતિને કારણે ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગનો જીર્ણોદ્ધાર કરી તેઓએ લોકનાયકનું પદ મેળવ્યું પણ તખતાને કદી વિસારે ન પાડ્યો. ત્રણ ત્રણ વાર સાંબરકાંઠાના ભિલોડા વિધાનશ્રેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રાજ્ય સરકારના મંત્રી બન્યા, વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા પણ રંગભૂમિ પ્રત્યેનો અનુરાગ ઓછો ન થયો. કળાની સાર્થકતા અને અંતરની અભિવ્યક્તિ માટે જુદા જુદા તબક્કે તેઓ રંગમંચનો ખોળો ખૂંદતા રહ્યા. આજે પણ ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન નામની પોતાની સંસ્થા સ્થાપી નિર્માતા પુત્ર આશિષ ત્રિવેદી તથા ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીના સથવારે મુંબઈગુજરાત તથા દેશ-વિદેશમાં ઉપેન્દ્ર ત્રિવેદીનો કીર્તિધ્વજ લહેરાવી રહ્યા છે. સાચા અર્થમાં તેઓ ગુજરાતના ‘સાંસ્કૃતિક દૂત' છે. વિશેષ નોંધ :-અસંખ્ય સન્માનો, પરસ્કારો અને એવોર્ડસ પ્રાપ્ત કરનાર શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીને ભારત સરકારે ૧૯૮૯માં ‘પદ્મશ્રી'ની પદવીથી અલંકૃત કર્યા છે. ગુજરાત સરકારે તેમના રંગમંચલક્ષી કલાપ્રદાન માટે ૧૯૯૨માં ૫. ઓમકારનાથ ઠાકુર એવોર્ડ તથા ૨૦૦૭માં ગુજરાત રાજ્ય નાટક અકાદમીના ગોરવ પુરસ્કારથી વિભૂષિત કર્યા છે. રાષ્ટ્રીયકક્ષાએ રાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં ફિલ્મ માનવીની ભવાઈ'ના દિગ્દર્શન માટે તેમને ‘રજતકમળ' પ્રદાન કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સરકારે તેમના જીવન, દર્શન અને કલાક્ષેત્રની ઝાંખી કરાવતું દસ્તાવેજી ચિત્રનું પણ નિર્માણ કર્યું છે. અભિનય જગતની અસ્મિતા જયશંકર ‘સુંદરી' ભાવનગરના જમાઈ! મહારાજા ભાવસિંહજીના સમયમાં તેઓ સૌ પ્રથમવાર ભાવનગર આવેલા! બોરતળાવ’ અને તખ્તેશ્વર જેવું છલોછલ સ્મરણ છે. ‘સુંદરી’ નામે પુરુષના અભિનયદર્શન સૌ પ્રથમવાર ‘વીસમી સદી’ નામના સામયિકમાં હાજી મદમદ, અલારખા શિવજીએ શરૂ કરેલા સચિત્ર સામયિક ‘વીસમી સદીમાં થાય છે, મૂળ તેઓ ભૂજ-કચ્છના રહેવાસી અને જાતિએ ખોજા! મારી દૃષ્ટિએ ગુજરાતી ભાષાનું પહેલું સચિત્ર સામયિક! લેખનમાં વ્યસ્ત હાજી નાટકના પણ શોખીન એટલે વીસમી સદીના અંકોમાં ગુજરાત સચવાયું છે. Jain Education International ધન્ય ધરા ‘સુંદરી’ના અસ્તિત્વનો ગાળો (૧૮૮૯-૧૯૭૫) છે. મુંબઈ ગજરાતી નાટક મંડળી પરથી ધંધાદારી રીતે નારીની કીર્તિપ્રદ ભજવણી પછી સને ૧૯૩૨માં એમણે નિવૃત્તિ લીધી. મારી ઉંમરનાં ઘણાંને એમની ભજવણી જોવાનો મોકો મળ્યો નથી. ઉમાશંકર જોષી લગભગ સાઠના દાયકામાં અમારે ઘેર આવેલા અને એમણે હસતાં હસતાં એક વાત કરેલી “અમારા જાદર (સાબરકાંઠા)માં જેઠાલાલ અને ૧૯૨૫ની આસપાસ ‘સુંદરી’ની ભૂમિકા ભજવતાં એટલી સ્વયં તમે ભજવતા રહો તો સારું! નકલ એવી જ ભૂરકી નાખનારી હતી, અસલીનો શી રીતે અંદાજ કરવો? આ સાંભળી તેઓ મૂછમાં મરક મરક હસતા. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાએ ‘સુંદરી'ની આત્મકથા ‘થોડાં આંસુ : થોડા ફૂલ’ પરથી હિંદીમાં ‘એન એક્ટર પ્રિપેર્સ’ નામે નાટક મુંબઈ-દિલ્હી, મુંબઈ, વડોદરા, અમદાવાદ અને બીજા મોટા સ્થળોએ ભજવેલું. મેં ‘સુંદરી' ત્યારે જોયેલી, ‘બાપા’ સ્વરૂપે જોયેલા. ‘સુંદરી’ના સર્જક વ્યક્તિત્વનું એક પ્રેરક પાસું તે તેઓ નાટક ભજવી આઘા રહ્યા નથી. સને ૧૯૪૯થી ૧૯૬૨ ગુજરાત વિધાનસભા સંચાલિત નટમંડળીમાં એક પાઈ પણ લીધા વિના ભાસના ‘ઉરુભંગ’, ઇબ્સનનું ‘સાગરઘેલી’ રસિકભાઈ પરીખનું ‘મેનાગુર્જરી’ જેવાં શકવર્તી નાટકો નવા નટોના સહકારથી ભજવી ગુજરાતી નાટકપરંપરામાં વિશેષ ઉમેરણ કર્યું. આ સમયે એમના જીવનનું ઉત્તરદાયિત્વ હતું. ભવાઈના સંવર્ધન માટે સૌ પ્રથમવાર ‘ભવાઈ’ ઉપર સને ૧૯૩૭માં અમદાવાદમાં ભરાયેલી નાટ્ય પરિષદ વખતે ભાષણ આપ્યું, જે લેખ સ્વરૂપે સચવાયેલું છે. રંગભૂમિના વિકાસ માટે જીવનભર પ્રયત્ન કરનાર સમર્પિત કલાકાર હતા, કહે છે કે ભાવનગરના કવિ કાન્તે ‘સુંદરી'ના મસ્તક પર અત્તરની શીશીથી અભિષેક કર્યો હતો. આ વાત કવિવર ઉમાશંકર જોષીએ નોંધી છે. જયશંકરની બીજી ઓળખ તે તેઓ ભાવનગરના જમાઈ હતા. ભાવનગર રાજ્યના સંગીતકાર અને સંગીત કલાધરના રચનાકાર ડાહ્યાલાલ શિવલાલ નાયકના તેઓ જમાઈ હતા. ભાવનગરે વાસુદેવભાઈ ભોજક, જયદેવભાઈ ભોજક જેવા સૂઝવાળા કુશળ કલાકારો આપ્યા છે-એ ભાવનગરને નતમસ્તકે સો સો સલામ. For Private & Personal Use Only પરિચયકાર-દિનકર ભોજક www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy