SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ પરદેશમાં વસતાં પ્રતિભાશાળી ગુજરાતીઓ વિજ્ઞાન, ધર્મ અને સાહિત્યનો સમન્વય શ્રી નવનીતભાઈ શાહ બહાર પાડવામાં આવેલો. સમગ્ર ખંડનું સંકલન કાર્ય એમણે બખૂબી સંભાળ્યું હતું. ધર્માનુરાગી, ભણવામાં તેજસ્વી, પ્રતિભાશાળી કે જેમણે વર્ષોથી ન્યૂજર્સી, અમેરિકામાં રહીને ગુજરાતીઓને મદદ કરવા સદાય તત્પરતા દાખવી છે. પેન્સિલ્વેનિયામાં આવેલી વ્રજભૂમિની સ્થાપનામાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે, એવા નવનીતભાઈ શાહ બહુમુખી પ્રતિભા છે. ૧૯૪૦નાં ડિસેમ્બરની ૧૭મીના રોજ ઉમરેઠમાં જન્મેલા નવનીતભાઈએ એમના પિતાને નાની વયે ગુમાવેલા. વિધવા માએ પેટે પાટા બાંધીને આ છોકરાનો ઉછેર કર્યો. પાર વિનાની ગરીબી જોયેલી એટલે હૈયામાં ગરીબો પ્રત્યે સંવેદના અને અનુકંપા જાગે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે શ્રદ્ધા, ધર્મગુરુઓ જ્યારે અમેરિકા જાય ત્યારે નવનીતભાઈ હોંશેહોંશે ભક્તિભાવથી ઉમળકાભેર સ્વાગત કરે, ક્યારેક યજમાન બને, એટલું જ નહીં સમગ્ર કાર્યક્રમનું આયોજન પણ સરસ રીતે કરી આપે. સોફ્ટવેર એન્જિનિયર તરીકે વર્ષો લગી અમેરિકાના આર્મીમાં સેવાઓ આપી. સાહિત્યના પણ એટલા ઊંડા અભ્યાસુ જીવ કે સાહિત્યિક કાર્યક્રમોમાં પણ યથાશક્તિ યોગદાન આપે. ફોટોગ્રાફર તરીકે એટલા પરિપક્વ છે કે કોઈપણ સમારંભમાં જાય એટલે ઘણા બધા ફોટાઓ પાડે અને પછી પોતાના ખર્ચે આ ફોટાઓ યોગ્ય લાયકાત ધરાવનાર વ્યક્તિઓને મોકલી આપે. ૧૯૬૮ સુધી ગુજરાતમાં ડાકોરની ભવન્સ કોલેજમાં લેક્ચ૨૨ તરીકે એમણે સેવાઓ આપી. પદાર્થવિજ્ઞાન સાથે એમ. એસ. કરી ચૂકેલા નવનીતભાઈ ૧૯૭૨માં અમેરિકા આવીને સ્થાયી થયા. તેઓ ન્યૂજર્સીમાં મન્મથ કાઉન્ટીના વિસ્તારમાં ગુજરાતી સમાજના સ્થાપકોમાં એક છે. એમની સંગઠન-શક્તિની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે. વ્રજભૂમિનાં આરંભ વેળા ‘વ્રજરેણુ' નામનો સ્મૃતિગ્રંથ Jain Education International ધન્ય ધરા નિવૃત્તિ જીવન ગાળતા, નિષ્ઠાવાન, સેવાભાવી, કર્મયોગી નવનીતભાઈ છ મહિના અમેરિકા અને છ મહિના ભારતમાં રહીને સેવાનું અદ્ભુત કાર્ય કરે છે. ધર્મ અને સાહિત્ય પરનાં એમનાં પ્રેરક પ્રવચનો માણવા જેવા હોય છે. મહેનતુ, નિષ્ઠાવાન ઉદ્યોગપતિ શ્રી વિજય ગોરડિયા સાચી નિષ્ઠા હોય, સખ્ત મહેનત કરવાની તૈયારી હોય અને જિંદગીમાં કંઈક બનવાની પ્રબળ મહેચ્છા હોય તો એ વ્યક્તિ જિંદગીમાં કામિયાબી હાંસલ કરે જ. આવી જ એક પ્રતિભાશાળી વિરલ વ્યક્તિ એટલે કપોળ સમાજનું રતન શ્રી વિજય ગોરડિયા. ચૌદ વર્ષની વયે પિતાજી સાથે પ્લાસ્ટિક્સના ધંધામાં જોડાયા પછી માત્ર સત્તર વર્ષની ઉંમરે ભાઈ અરુણભાઈ સાથે પ્લાસ્ટિક્સનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને પાંચ વર્ષનો અનુભવ મેળવ્યો. સ્વભાવે એટલા સાહસિક કે ગજવામાં દમડી પણ ન હોય છતાં ઊંચામાં ઊંચું નિશાન તાકી, આકાશની જેમ ચારે દિશામાં વિસ્તરવા કૃતનિશ્ચયી હોય. ૧૯૫૧માં જન્મેલા વિજયભાઈએ ૫૭ વર્ષની ઉંમરે હ્યુસ્ટન–અમેરિકા ખાતે “વિન્માર ઇન્ટરનેશનલ લિમિટેડ' સ્થાપક અને સી. ઈ. ઓ. તરીકે અદ્ભુત કામગીરી બજાવી છે. આજે વિન્માર કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૪૬૦ મિલિઅન ડોલર્સનું છે તો દુનિયાભરમાં ૨૯ ઓફિસોમાં સેંકડો કર્મચારીઓ એમની નિગાહબાની હેઠળ કાર્યરત હોય છે. ૨૬ વર્ષની ઉંમરે વિજયભાઈ ન્યૂયોર્ક પહોંચ્યા. હૈયે હામ અને અશક્ય કામને શક્ય બનાવવું, એ જ માત્ર લક્ષ્ય. ન્યૂજર્સીની મોરીસટાઉનની કંપની આર્કો કંપની સાથે ૪૦૦૦ મેટ્રિક ટન પ્લાસ્ટિક રોમટિરિયલનો સોદો પાર પાડવા કોઈની પાસેથી સૂટ અને બૂટ ઉછીના લઈને પાર્ટીને મળવા ગયેલા. For Private & Personal Use Only માત્ર ત્રણ વર્ષના ગાળામાં એટલે કે ૧૯૮૦માં ૨૫ મિલિઅન ડોલર્સનું ટર્નઓવર હતું, જે વધીને આજે અધધધ કહી www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy