SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૪૩ | ગાયકવાડી રાજસત્તાનો સૂરજ ઝગારા મારે એવા રાજ્યમાં ફોજદાર તરીકે કામ કરતા લાલજી ખુશાલરામને ત્યાં એમનો જન્મ. ફોઈએ નામ પાડ્યું મોહન, શૈશવ સર્યું ને કિશોરાવસ્થા બેઠી. સપ્રમાણ શરીરસૌષ્ઠવ, ઊજળો અને ઊઘડતો વાન, સાત વર્ષની વયે પિતાની છાયા સંકેલાણી. “સજા જાળિયા માળિયા”ની કવિતાઓ ગાતા, પોતાની મોજમાં મહાલવા કરતાં આ કિશોરે સાત વર્ષની વયે તખતા પર પ્રવેશ કર્યો. “કનકતારા’ નાટકમાં કુમાર તરીકે માધવની ભૂમિકા ભજવી પોતાનામાં રહેલી અભિનવકલાનું અજવાળું પાથરી દીધું. તે જોઈ નાટ્ય સંસ્થાઓના માલિકો આશ્ચર્ય પામી ગયેલા. અચાનક નાટ્યકાર કવિશ્રી મૂળશંકર મૂલાણીને આ બાળકલાકારનો ભેટો થઈ ગયો. ભાગ્યોદયની પળ પ્રગટી ગઈ. ઇચ્છાઓ અને ઉત્સાહના ઊભરા સાથે તેમણે “સૌભાગ્યની સુંદરી’માં દસ્તક દીધા. દિગ્દર્શક દયાશંકર વસનજી અને કવિ નથુરામ સુંદરજી પાસેથી રસ અને ભાવનું જ્ઞાન મેળવી લીધું. વાડીલાલ શિવરામ નાયક પાસેથી સંગીતની જાણકારી સાથે વાયોલિન અને હાર્મોનિયમ પર હાથ બેસાડી દીધો. જ્ઞાનપિપાસુ મોહનલાલ નાટ્યક્ષેત્રનાં તમામ પાસાંમાં પારંગત થવાની પ્રબળ ઇચ્છા ધરાવતો નટ થઈને ઊભરી રહ્યો. સૌભાગ્ય સુંદરી’માં માધવની ભૂમિકાએ સૌનાં મન હરી લીધાં. જુગલ જુગારી’ ખેલમાં રાજારામ તરીકે સૌનાં હૃદયમાં રમવા માંડ્યા. કોઈ ઘટનાના કારણે અણધાર્યા અણકહ્યા વળાંક આવ્યા. સંસાર અસાર લાગ્યો. રંગભૂમિની રંગતના ઝળહળતા રંગ આંખના પલકારામાં ઊડી ગયા. વિવિધ વેશભૂષામાં દેદીપ્યમાન લાગતી રૂપાળી કાયા પર ભગવી કંથા પડી. સાધુ વેશ વિહરી રહ્યો. સંસારને છોડીને રંગભૂમિનો રસિયો જીવ મોહનલાલ બાલા જોગી તરીકે તીર્થાટને ચઢ્યો. કંઈ કેટલીય પુનીત ભૂમિ પર એનાં પગલાં પડ્યા સંતો, મહંતો અને મઠાધીશોનાં પ્રત્યક્ષ પ્રમાણ પારખ્યાં. અખંડ તપતા ધૂણાને તાપે એ તપ્યો. ત્યાગી તપસ્વીઓનાં તપોબળે એ તવાયો અને કસાયો. ગિરિકંદરાના જોગીજોગંદરોની ઊઠતી આહલેકને સુણી ભક્તિની ભઠ્ઠીમાં શેકાઈને ભગવાનને પામેલા પરમ ભક્તોના ભાવમાં ભરપૂર ભીંજાયો. મહિનાઓ અને વરસો વીતી ગયાં. એકાએક પાછો વળાંક આવ્યો. લાગ્યું કે રંગભૂમિ એના વિરહમાં રડે છે. બસ એજ પળે તેણે ભગવા ઉતારી મુંબઈની વાટ પકડી. સ્ત્રી પાત્રમાં મોહિની માદકતાભર્યા ફૂલોની ફોરમ લઈને ઊતરી આવી. કેટલાંય જુવાન હૈયાં આ રૂપસુંદરીની હૂફ ઝંખતાં થઈ જતાં. પ્રાણપ્યાસની વ્યગ્રતા જોનારને મુગ્ધ અને મહાત કરતી. તરત જ વિદ્યા વિનોદ નાટક સમાજે કવિ ચિત્રકાર ફૂલચંદ ઝવેરચંદ શાહ લેખિત “માલતી માધવ' તખતા પર તરતું મૂક્યું. એમાં પુરુષ પાત્રમાં માધવની ભૂમિકા ભજવી કુશળ કલાકાર તરીકેની કીર્તિ સંપાદન કરી લીધી. રંગભૂમિ જેનાથી દેદીપ્યમાન થઈ રહી હતી એવા મોહનલાલ લાલજી ખુશાલરામ હવે ‘લાલજી'ના લાડકા નામે ઓળખવા લાગેલા.તેમણે પોતાની માલિકીની નાટ્ય સંસ્થા ઊભી કરી અમૃતસર, લાહોર વગેરે શહેરોમાં પોતાની કલાનાં કામણ પાથર્યાં હતાં. મુંબઈ આવી તેઓ આર્યનૈતિક નાટક સમાજમાં જોડ: ". “સૂર્યકુમારી’ નાટકમાં “સંવરણ' તરીકેનું પાત્ર એવું સુંદ, 'કા... કર્યું કે મુંબઈની નાટકરસિક આલમના મુખે તેનું નામ ચડી ગયું. સરોજ નાટક કંપનીમાં “બોલતા હંસ'માં મોટરમાં બેસીને તખ્તા પર પ્રવેશ કરી સૌને દંગ કરી દીધા. એંશી પ્રયોગો કરી કંપનીને પૈસા અને પ્રતિષ્ઠા અપાવ્યાં. મુંબઈની હરકિશન અસ્પતાલમાં દાખલ કર્યા. અત્યાર સુધીમાં નહીં જન્મેલા એવા અજોડ અને અભૂતપૂર્વ અભિનેતાનો આત્મદીપ ઓલવાયો એ દિવસ હતો ૨૦, જાન્યુઆરી ૧૯૩૮નો (તેમનો જન્મ ઈ.સ. ૧૮૮૫માં થયો હતો). વિઠ્ઠલદાસ પાંચોટિયા વતન પાંચોટ. જન્મ ૧૯૦૬. લેખક, દિગ્દર્શક, નિર્માતા અને અભિનયસમ્રાટ શ્રી વિઠ્ઠલદાસ પાંચોટિયા, ભારતની રંગભૂમિ પર તેમજ ફિલ્મી દુનિયામાં, સર્વાગી સેવાઓ આપનાર અનેક કલાકારોમાં અગ્રસ્થાને હતા. ભારતભરનાં મૂક ચલચિત્રો તથા બોલતી ફિલ્મોમાં પ્રથમ કોમેડી ફિલ્મ બનાવવાનો યશ તેમને ફાળે જાય છે. નાની ઉંમરે “હરિશ્ચંદ્ર' નાટક જોયું અને હૃદય ઉપર ઊંડી અસર થઈ, જે જીવન-પ્રવાસને ફિલ્મી દુનિયા સુધી ખેંચી ગઈ. શરૂઆતમાં નાની નાટક કંપનીમાં જોડાયા. પછી ધી ન્યૂ આહૂંડ નાટક કંપનીમાં સોરાબજી ઓધરા ડાયરેક્ટર અને શ્રી Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy