SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ભોગીલાલ કિશોર નાચમાસ્તર પાસે નાટ્યશાળામાં હિન્દી-ઉર્દૂ ભણ્યા અને નૃત્યની તાલીમ લીધી. આ કંપની સાથે જુદાં જુદાં સ્થળોએ ફરવાનું થયું. ૧૯૧૭માં સાગરની સફર કરી. રંગૂન એમ્પાયર નાટક કંપનીમાં જોડાયા. ત્યાં ઉર્દૂ, હિન્દી અને ગુજરાતી નાટકો ભજવાતાં તે પૈકી ગુજરાતી નાટકો ‘નરસિંહ મહેતા' તથા ‘મહાકવિ કાળીદાસ'માં અભિનય આપ્યો. ૧૯૨૦માં એલ્ફિન્સ્ટન ડ્રામેટિક કંપનીમાં ત્રણ વરસના કરારથી જોડાયા. ‘નળદમયંતી'માં ‘નારદ'ની ભૂમિકા ભજવી અને ‘લૈલામજનૂ'માં કોમિક વિભાગમાં અભિનય આપ્યો, જેનાથી અભિનયમાં મોખરે આવ્યા. આનાથી મૂક ચલચિત્રોમાં અભિનય આપવાની તક સાંપડી. સંગીતદિગ્દર્શક નાગરદાસ નાયક પાસેથી સંગીતની તાલીમ લઈ, સંગીતશાળા ચલાવી, નાયક ‘ચંદ્રહાસ’માં હાસ્યનો અભિનય આપ્યો. પ્રોફેસર શર્મા પાસેથી જાદુ શીખ્યા અને નેશનલ. હોલમાં જાદુના પ્રયોગ પણ કર્યા. નાટક ‘પતિભક્તિ’માં ‘મનોહર’ની ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનય આપવા બદલ નાટ્યલેખક, કલાકારો અને શેઠની અભિનવ કલાશક્તિ પર ઓપ ચડ્યો. ૧૯૨૪માં કલકત્તામાં પોતાની ધી ન્યુ બોમ્બે થિએટ્રિકલ કંપની' સ્થાપી રાષ્ટ્રની કુરબાની પ્રસંગોને આલેખતું નાટક ‘બલિદાન' લખી અથાગ પરિશ્રમથી તૈયાર કર્યું, જેની પ્રથમ રાત્રિએ કલાકારોએ વિશ્વાસઘાત કર્યો, લાલચમાં ચાલ્યા ગયા અને નાટકની રાત્રિએ કલાકારોની હાજરી ન જોતાં આઘાત લાગ્યો, પરંતુ હિંમત ને વિશ્વાસથી કામ લીધું. પોતે ડબલ રોલમાં અભિનય આપ્યો અને બીજા પાસેથી અભિનય કરાવી નાટક ભજવ્યું. પ્રેક્ષકો પણ હકીકતથી વાકેફ થયેલા તેમણે પણ પૂરતો સહકાર આપ્યો અને નાટકને વધાવી લીધું. ધી પારસી ઇમ્પિરિયલ નાટક કંપનીમાં ‘ગાફિલ મુસાફર’, ‘શેરે કાબૂલ’, ‘નૂરે વતન’, ‘નૂરે મેનાર’માંનાં મેકઅપમાં અને ‘નૂરે મેનાર'માં શહેજાદા ઝફરની ભૂમિકામાં પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં. અભિનય કલા અને ઉર્દૂ ભાષા પરના કાબૂથી દેના બેન્કના માલિક શેઠ શ્રી પ્રાણલાલ દેવકરણ નાનજીએ રંગભૂમિ પર આવી શાબાસી આપી. ‘કોમી દિલેર’માં કોમિક બેરિસ્ટરની ભૂમિકામાં મેકઅપ અને અભિનયથી હાસ્ય કલાકાર તરીકે ઊભરી આવેલા. કંપની વિવિધ સ્થળોની સફર કરી વડોદરા આવી હતી. ૧૯૨૬માં ધી ગુજરાત ફિલ્મ કંપનીની સ્થાપના કરી અને કોમેડી ફિલ્મ ‘રંગ રાખ્યો છે’ નું શુટિંગ પૂર્ણ કર્યું.નાટક કંપનીનો પ્રવાસ અમદાવાદ, ગોધરા, દિલ્હી, પેશાવર, લાહોર વગેરેમાં સ્થળોએ ચાલુ રહ્યો, જેમાં દિલ્હીમાં તેમને હકીમ અમલાએ સર્વોત્તમ કોમેડિયન ઇન્ડિયન ‘ચાર્લી Jain Education International ધન્ય ધરા ચેપ્લીન'નો ઇલ્કાબ આપ્યો. પોતે તૈયાર કરેલ ફિલ્મ ‘રંગ રાખ્યો છે’નું સંકલન કરી મુંબઈ લઈ ગયા અને શ્રીકૃષ્ણ ફિલ્મ કંપનીને વેચી દીધી. આ ફિલ્મ મૂક ચિત્રોમાં ભારતની પ્રથમ કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મથી શ્રી પાંચોટિયાએ ‘ઇન્ડિયન હેરોલોઇડ’નું માન મેળવેલું. આ ફિલ્મના લેખક, નિર્માતા, હીરો, સંકલનકર્તા દિગ્દર્શક બધું તેઓ પોતે જ હતા. ધી ગુજરાત થિયેટ્રિકલ કંપની સ્થાપી હિન્દી નાટક ‘ગૌ– રક્ષા’ અને ગુજરાતી નાટક ‘રાક્ષસી રમા’ વિસનગરમાં ભજવ્યાં. અમદાવાદમાં એક્ષલસિયર ઓપેરા કંપનીમાં ‘કર્મવીર' નાટકમાં પોતાનું લખેલું કોમિક ઉમેર્યું. નાટક ભજવાયું. ‘વનવાસિની’ નાટકમાં મનમોહક બ્રોકરની ભૂમિકા ભજવી ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. અમદાવાદમાં પ્રોફેસરના રૂપમાં જાદુના ખેલો રજૂ કરી જનતાને હેતમાં ગરકાવ કર્યા. તેથી અમુભાઈ મહેતાએ બહુમાન કરી તેમને પ્રમાણપત્ર આપ્યું. ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીની મીઠાની ‘ના કર'ની લડતમાં વડાલાના અગર ઉપર જઈ પોલીસની લાઠીઓ અને સોલ્જરોનાં હન્ટરનો માર ખાઈ, મીઠું લઈ આવી રાષ્ટ્રપ્રેમની ફરજ અદા કરી સત્યાગ્રહી સ્વાતંત્ર્યસેનાની તરીકે કામ કર્યું. ૧૯૩૪માં ‘હિન્દુસ્તાન' ફિલ્મ બનાવી, તેમજ ભારતલક્ષ્મી ફિલ્મ સાથે ઇન્સાફ કી તોજેં' ફિલ્મ રજૂ કરી, જેણે પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં. ‘માવ કી છાયા’ ઇન્દ્રપુરી સ્ટુડિયોમાં ‘ગેબી ગોલા' ફિલ્મ બનાવી ‘ડબલ રોલ'માં અભિનય આપ્યો, જેમાં બેરિસ્ટર અને કર્નલની ભૂમિકાઓ હતી. ૧૯૩૬માં સીતારામ સિનેટોન સંસ્થા સ્થાપી ‘કર્મવીર ઉર્ફે મર્દ બનો' ફિલ્મ તૈયાર કરી. એ ફિલ્મની પ્રશંસા ઘણી થઈ અને કલકત્તાના મેયર સુધીરચંદ્ર રોયચૌધરીએ તેમનું બહુમાન કર્યું. અમદાવાદમાં રજૂ થયેલ આ ચિત્ર જોયા બાદ લેડી વિદ્યાગૌરી નીલકંઠે ખુશ થઈ પ્રમાણપત્ર આપ્યું કે ‘કર્મવીર’ બોલપટ એક ગુજરાતી ભાઈના સાહસનું કામ છે, આ ચિત્રના નિર્માતા-દિગ્દર્શક-સંકલનકર્તા અને મુખ્ય અભિનેતા શ્રી વિઠ્ઠલદાસ પાંચોટિયા હતા. ૧૯૪૪-૪૫માં ફિલ્મ ખુશનસીબ’નું શુટિંગ પૂર્ણ કર્યું તો દેવકી બોઝના ચલચિત્ર ‘રામાનુજ’માં લંબકર્ણનો કોમેડી અભિનય આપ્યો. ૧૯૪૯માં ઘરકી નુમાઇશ’ ફિલ્મ બનાવી. ૧૯૫૦માં કલકત્તાના ઓલ ઇન્ડિયા રેડિયો પરથી તેમનું કોમેડીયન નાટક ‘હાથી નિકલ ગયા, દૂમ રહ ગઈ' રજૂ થયું, ૧૯૫૧માં ‘શ્રીમદ્ ભાગવત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy