SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ તેમનાં રચેલાં ગીતોની ગ્રામોફોન કંપનીએ રેકર્ડ ઉતારીને બજારમાં મૂકી હતી. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે અંદાજે ૩૦૦ ગીતો આપ્યાં છે, જે સ્વરબદ્ધ થયાં છે, ગવાયાં છે. તેમણે પંદર નાટકો લખ્યાં હતાં. રંગમંચ પર તેમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું હતું. તેમનો વનપ્રવેશ ઊજવાયો હતો.તેમનો જન્મ તા. ૨૨-૧૨-૧૮૯૨ના રોજ નિડયાદમાં થયો હતો. મોતીબાઈ સુંદર શરીરસૌષ્ઠવ, સુમધુર સૂરીલો સૂર અને અભિનયનાં ઓજસ એટલે રંગમંચ પર રમનાર મોતીબાઈ. મોતીબાઈનું વતન એ સમયના ભાવનગર દેશી રાજ્યની હકુમતમાં આવેલ લીલિયામોટા નામનું ગામ. લીલિયામાં ધોળાના વતની અનુપરામ કાનજી ધોળા સુબોધ નાટક કંપની લઈને લીલિયામાં ઊતર્યા. મહાશ્વેતા કાદંબરી'નો ખેલ નાખ્યો. ખૂબ પ્રસંશા પામેલો. ગામમાં રહેતા મણિબાઈને બે દીકરીઓ. એકનું નામ મોતીબાઈ અને બીજીનું નામ બબલીબાઈ. બન્નેને લઈને મણિબહેન નાટક જોવા આવે મોતીબાઈને નાટકમાં કામ કરવાના કોડ જાગ્યા તે સમયે કાઠિયાવાડમાં નાટકમાં કોઈ સ્ત્રી કલાકાર કામ કરતાં નહીં. મણિબાઈએ શેઠની પાસે આવી મોતીબાઈને કંપનીમાં કામ આપવા ૨જૂઆત કરી. મોતીબાઈએ નાનાં નાનાં પાત્રોપી શરૂઆત કરી. છગનલાલ પેટી માસ્તર સાથે મોતીબાઈનો પરિચય થયો. છગનલાલ રણજિત કંપનીમાં ગયા. મોતીબાઈને પણ ત્યાં બોલાવી લીધાં. કંપનીને સારી કમાણી થઈ. મોતીબાઈનો કંઠ અને અભિનવ કળા–કીર્તિના કળશ ચમકાવવા લાગ્યાં અમદાવાદમાં મુકામ કરીને નાટક ભજવતી આર્ય નૈતિક સમાજનાં માલિકે વધુ પગારે મોતીબાઈને બોલાવી લીધાં. અમદાવાદ ઊમટી પડેલું. વાત મુંબઈ દેશી નાટક સમાજમાં પહોંચી. તેમણે મોતીબાઈને મુંબઈ બોલાવી વડીલોના વાંકે'માં ભૂમિકા આપી. તે ભૂમિકાથી મોતીબાઈ સોળે કળાએ ઝળકી ઊઠ્યાં. Jain Education International સમતાની ભૂમિકામાં તેઓ ગીત રજૂ કરતાં ત્યારે જોનારાં ઝૂમી ઊઠતાં. એ ગીત હતું : “મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, અલબેલા કાજે ઉજાગરા.'' ધન્ય ધરા રંગભૂમિની આ રમણી પોતાની કલા અને કંઠનાં કામણ દ્વારા પ્રેક્ષકોને પ્રસન્ન કરવામાં પ્રવીણ હતી. બહુ જ થોડા સમયમાં તખ્તાની તેજસ્વી તારિકા તરીકેનું પોતાનું સ્થાન પ્રથમ હરોળમાં પ્રાપ્ત કરી લીધું હતું. તેમના પિતા ભભૂતગર ગોસાઈનું વતન ખુંટવડા. મોતીબાઈએ નાટ્યનિપુણતા માયાશંકર રેવાશંકર મહેતા પાસેથી મેળવી હતી. ઈ.સ. ૧૯૩૧માં તેમણે રણજિત કંપનીમાં વહેમનો ભોગ'માં સુશીલાની ભૂમિકા ભજવી પોતાની પાંગરતી પ્રતિભાનો પ્રકાશ પાથર્યો હતો. ઈ.સ. ૧૯૩૫ના અંતમાં દેશી નાટક સમાજમાં જોડાયાં હતાં. નિવૃત્તિ સુધી તેમાંજ કામ કર્યું હતું. કંપનીને તેમના કામ દ્વારા સદ્ધર બનાવી હતી. કંપનીએ તેમના લાભાર્થે એક નાઇટ આપી હતી. તે રાત્રિ હતી તા. ૨૨-૧૧૯૪૨ની. જ્યારે તેમની કલાકાર તરીકે કીર્તિ ઝળહળી હતી ત્યારે તેમણે તખતાનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હતો. તે વર્ષ હતું ઈ.સ. ૧૯૫૨નું. સંસ્થાનો અમૃત મહોત્સવ ૧૬ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર ૧૯૬૪ના સમયમાં ઊજવાયો હતો, ત્યારે ‘વડીલોનાં વાંકે’માં નિવૃત્તિ પછીના ૧૨મા વર્ષે સમતાનું પાત્ર એટલી જ તાજગી અને તમન્નાથી ભજવ્યું હતું. ગુજરાત સંગીત નાટક અકાદમીએ તેમનું સમ્માન ૧૪ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ અમદાવાદમાં કર્યું હતું. તેમનું અવસાન ૭૫ વર્ષની વયે લીલિયા (તા. લાઠી) (જિ. અમરેલી)માં થયું હતું, તે તા. ૨૮ ઓગસ્ટ ૧૯૯૦. મોહનલાલા મોહનલાલજી'ના નામે ઓળખાતા કલાકાર નાટ્યવિદ્, વાઘ વગાડી જાણનાર. નાટકશાળાઓનાં ઘણાં પાસાંઓમાં પારંગત એવા આ અદાકારનું મૂળ અમરેલી જિલ્લાનું પ્રાતઃસ્મરણીય આપા દાના બાપુનું વતન ગામ ચલાળા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy