SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ભટ્ટ બાંધવ બેલડી ભટ્ટ અને હિરભાઈ હેમુભાઈ ભટ્ટ નામના બાંધવ ખેલાડીઓએ ભાવનગરમાં ઈ.સ. ૧૯૪૧-૪૨ના વર્ષમાં પ્રભાવ કલા મંડળ' નામની સંસ્થા રચી તે દ્વારા ‘લવ-કુશ’નામે નાટ્ય રંગમંચ પર મૂક્યું. ‘લવકુશ’ નાટક લોક નજરમાં અભૂતપૂર્વ આદર પામ્યું રંગભૂમિના ઇતિહાસમાં એક અમર પ્રકરણ ઉમેરાયું. હેમુભાઈ મણિશંકર ભટ્ટ લવ-કુશમાં કામ કરતા કલાકારોનો અભિનય, સજાવટ તે સમયનું વાતાવરણ તાદેશ્ય કરવાની તરકીબો એવી તો અજોડ હતી કે પ્રેક્ષકો વારંવાર નાટક જોવાનું પસંદ કરતા. નાટકની સફળતાનાં શિખરો સર કરીને સૌને અચંબામાં નાખી દીધેલા. નાટકની પ્રસંશા સાંભળીને ‘લવ-કુશ’ નાટક જોવા માટે મુંબઈથી વ્હી. શાંતારામ આવ્યા. પછી વિજય ભટ્ટ પણ આવી ગયા અને મહેબૂબખાને પણ ભાવનગર આવી નાટક નીરખ્યું. ‘લવ-કુશ’ નાટક એક જ સ્થળે સતત દોઢ વરસ સુધી પૂર્ણ પ્રસંશા સાથે ભજવાતું રહેલું. આ નાટકને રામાવતાર યુગનો ઓપ આપવા માટે પ્રાણી સંગ્રહાલય રચવામાં આવેલું, જેમાં અશ્વ, લાલ મોઢાંવાળાં માંકડાં, ત્રણ-ચાર હરણ, ૮ થી ૧૦ ફૂટની ઊંચાઈવાળો શાહમૃગ, ૧૦ સફેદ સસલાં, ૧૨ સફેદ કબૂતર, કાકાકૌવા, પોપટ, મોર વગેરે નાટકનાં દૃશ્યમાં બતાવવામાં આવતા પ્રાણીપક્ષીઓ પાળવામાં આવેલાં, તેની સાર-સંભાળ રાખવાં માટે બે કાયમી ધોરણે અનુભવી માણસો રાખવામાં આવેલા. હિરભાઈ ઘણાં સાહસિક અને નાટ્યકલાના નિષ્ણાંત હતા. તેમનાં પિતા મણિભાઈ ભટ્ટે સ્થાપેલી શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની. તેમણે દિગ્દર્શક અને નાટકનાં લેખક તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું હતું. પાલિતાણાથી સૌનો સાથ છોડી હરિભાઈ પ્રથમ કાઠિયાવાડમાં મૂંગી સિનેમા બનતી હતી એમાં જોડાયેલાં. ત્યાં મિસ મણિનો પરિચય થયો. એ પ્રેમમાં પરિણમ્યો. બંને દક્ષિણ હૈદરાબાદ ગયા ત્યાં મારવાડી શેઠના સહયોગથી ઉર્દૂ ભાષામાં નાટકો રજૂ કરવા લાગેલાં હિરભાઈ નટનટીઓના કાફલા સાથે Jain Education International ૩૪૧ મુંબઈ ગયા. ત્યાં પ્લેહાઉસ પર આવેલ એલ્ફિસ્ટન નામે ઓળખાતું થિએટર ભાડે રાખી ‘ઉર્દૂ નાટક' ‘આઈના એ ઇમામ'નો શો રાખ્યો ત્યારે માણસોની ઠઠ જામી ગયેલી. આ નાટકના પહેરવેશ વગેરે માટે સાઠથી સિત્તેર હજારનો ખર્ચ કરેલો. નાટકઅભિનેત્રી મિસ મણિબાઈને કારણે જામ્યું પણ વારંવાર કોમી રમખાણોને કારણે પ્લેહાઉસ પર આવવાનું પ્રેક્ષકો પસંદ ન કરવાને કારણે કંપની વિખેરાઈ પુનઃ ભાવનગર આવી ‘લવ-કુશ’ ૨જૂ કરી સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સાક્ષરભૂમિ નડિયાદ એમનું વતન. અગિયાર વર્ષની વયે પિતાનું છત્ર અસ્ત પામ્યું. પ્રાથમિક અભ્યાસ પછી ૧૯ વર્ષની વયે કલમ ઉપાડી, એમાંથી ‘બુદ્ધદેવ’ નાટક નીતર્યું. મૂળજી આશારામની નાટક કંપનીએ મુંબઈના રંગમંચ પર રમતું મુક્યું. ‘બુદ્ધદેવ’ નાટક ઈ.સ. ૧૯૧૫માં મહાત્માજી અને બાળ ગંગાધર તિલક મહારાજે જોઈ મોકળે મને વખાણ્યું. તેમણે ‘સરસ્વતીચંદ્ર’નું નાટ્યરૂપાંતર કર્યું હતું. ઊગતી ઉંમરના આ કવિને પ્રથમ પ્રયાસે જ પ્રોત્સાહન અને પ્રેરક બળ મળ્યું. રંગમંચ પર તેમનું લખેલું નાટક ‘સૂર્યકુમાર' રજૂ થયું ને પ્રેક્ષકોની પ્રસંશા પ્રાપ્ત થયેલા નાટક ઉપરાન્ત મુખ્યત્વે તેમણે ગીતો દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી. તેમને રસકવિનું લોકબિરુદ પ્રાપ્ત થયેલું. એ જૂની રંગભૂમિના યુગમાં તેમનાં ગીતોથી રંગમંચ ગુંજતા હતાં. તેમની રચનામાં એટલું માધુર્ય અને રસિકતા રેલાતાં હતાં કે ‘વન્સ મોર' પર વન્સ મોર'ના જોનારાના અવાજો ઊઠતા હતા. ‘હંસાકુમારી' નાટકમાં તેમણે લખેલું ગીત “સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની, ઊભા જીવનમાં જોડાજોડ પાંખો જેવી પતંગની.” અન્ય નાટકમાં તેમણે આપેલાં ગીતો પણ અતિ લોકપ્રિય થઈ ઘરઘરમાં ગવાતાં હતાં, જેમાં “નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલમાં.” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy