SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ સફળતા-નિષ્ફળતાના પ્રેક્ષકો તરફથી ત્વરિત પ્રતિભાવો પડે છે. પછીનાં બે વર્ષ એટલે કે ૧૯૬૪ના વર્ષમાં યુનિવર્સિટી યોજિત યુથ ફેસ્ટિવલમાં ‘ક્રુણામય’ નાટક ભજવાયું. તેમાં મહેન્દ્રભાઈને અભિનયનો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો. અભિનયક્ષેત્રે સિદ્ધિનાં શિખર સર કરનાર આ અદાકારે કલમ પણ પકડી અને આકાશવાણી યોજિત એકાંકી નાટક સ્પર્ધામાં તેમણે ‘જનની જન્મભૂમિ' મોકલ્યું, જે એકાંકી સીટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આકાશવાણી પર રજૂ થયેલું, જે એકાંકી નાટક સ્પર્ધામાં પ્રથમ ઇનામને પાત્ર ઠર્યું. કોઈ આર્થિક ઉપાર્જનની અપેક્ષારહિત માત્ર કલાના ક્ષેત્રને પોતાનાથી જે કાંઈ પ્રદાન થઈ શકે તે કરવાના ઉચ્ચ આદર્શ લઈને રંગભૂમિમાં રંગાઈ રહેલા આ કલાકારને એક પછી એક તકો ઉપલબ્ધ થતી રહી ગઈ. તે વખતે જવનિકા રંગભૂમિ પર રેલાઈ રહી હતી. અનેકવિધ નાટ્યકૃતિઓ રંગમંચ પર રજૂ કરવા માટે સતત સતર્ક અને સજ્જ રહેતી હતી. તેથી રંગભૂમિના રસિયાઓને ભિન્ન ભિન્ન પ્રકારનાં નાટકો જોવાં મળતાં હતાં તેમાં મુખ્ય ‘સુખનાં સુખડ જલે’, ‘પડાપડી’, ‘પાછો પ્રેમમાં પરો' જેવાં પ્રહસન પણ હતાં. તે ઉપરાંત ગુણવંતરાય આચાર્યની ગંભીર અને રહસ્યભરી કૃતિ પાતાળનાં પાણી' જેનું નાટ્યરૂપાંતર રામજી વાણિયાએ કર્યું હતું, એ નાટક એટલું તો પાણીદાર અને પ્રભાવી હતું કે પ્રેક્ષકો મટકું માર્યા વગર નીરખી રહેતા હતા. તેમાં મહેન્દ્રભાઈને ખલનાયક તરીકે પાત્ર ભજવવાનું હતું. તે એવી તો ચોટદાર રીતે ભજવી બતાવ્યું કે તેમને રાજ્યપાલ શ્રી શ્રીમનનારાયણના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયેલો. રાજ્યકક્ષાની હરીફાઈમાં પાતાળનાં પાણી'ની રજૂઆત માટે મુંબઈ અને મદ્રાસના ગુજરાતી નાટકના શોખીનોએ માંગણી કરેલી. તેથી તેની રજૂઆત બને શહેરો ઉપરાંત પૂનામાં બાલગંધર્વ નાટક થિએટરમાં પણ તેના પ્રયોગો રજૂઆત પામ્યા હતા ત્યારે મરાઠી રંગભૂમિના કલાકારોએ ગુજરાતી કલાકારોને ગાર્ડનપાર્ટી આપી સમ્માન કર્યું હતું. એક જ પ્રયોગ કરવાનો હતો ત્યાં પાંચ શો ભજવાયા. સાડાચાર દાયકા પૂર્વે રંગભૂમિમાં પ્રવેશ કરનાર ભાઈ મહેન્દ્રભાઈ મહેતાનું વતન અમરેલી તાલુકાનું પીઠવાજાળ નામે નાનકડું ગામ, પણ પિતા ચંપકભાઈ મહેતા વ્યવસાયઅર્થે અમદાવાદમાં સ્થાયી થયા. ખાડિયામાં વસવાટ કર્યો. મહેન્દ્રભાઈ મહેતાએ બી.એ., બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો. નાટ્યકલાના જીવને ન તો ધંધામાં ફાવટ આવી કે નોકરીમાં Jain Education International ધન્ય ધરા આર્થિક ઉપાર્જન તેમનું લક્ષ રહ્યું નહીં. તેમ છતાં જરૂરત પડે ત્યારે એકાઉન્ટન્ટ તરીકેનું કામ કરી લેતા. ગુજરાતી રંગભૂમિ ઉપરાંત આ કલાકારે હિન્દી નાટકોમાં ધ્યાનાકર્ષક અદાકારી દાખવી હતી. તેમણે સ્વ. પ્રેમચંદની હિન્દી કૃતિ ‘ગોદાન’ અને ‘ગબન’ ઉપરાંત રમેશ મહેતા (દિલ્હી) કૃત ‘જમાવા’ હિન્દી નાટકોમાં અભિનય આપ્યો હતો. આ હિન્દી નાટકના પ્રયોગો દરમ્યાન તે વખતના તખ્તાના બેતાજ બાદશાહ ગણાતા પૃથ્વીરાજકપૂર અણધાર્યા નાટક જોવા આવી પહોંચેલા. તે નાટકમાં મહેન્દ્ર મહેતાનો રોલ ઘણો જ ટૂંકો હોવા છતાં તેમની સંવાદની છટા અને અભિનયની શૈલી જોઈને પૃથ્વીરાજ કપૂર પ્રભાવિત થઈ ગયેલા. નાટક પૂરું થતાં જ તે સ્ટેજ પર આવીને મહેન્દ્ર મહેતાને ધન્યવાદ આપતાં કહેલું કે, ‘જાયન્ટ પર્સનાલિટી ઓફ સ્ટેજ મહેન્દ્ર મહેતાના જીવનની તે ધન્ય પળ હતી. રંગભૂમિનો રંગ સતત રેલાતો રહ્યો. ‘સંત દેવીદાસ’, ‘સાપુતારા', ‘પ્રીત બની શમણું' જેવાં રોમેન્ટિક નાટકોમાં પોતાને મળેલી ભૂમિકાને સફળતાપૂર્વક ભજવી બતાવેલી. ૨૦ વર્ષની યુવાન વયે તેમને પડકાર સમી ભૂમિકા ભજવવાનું કહેવામાં આવ્યું. નાટક હતું ‘મુકદ્દરાય’. તેમાં તેમણે ૬૦ વર્ષના રઘુનાથરાયની ભૂમિકા ભજવવાની હતી. તેમણે આ પડકારને ઝીલી લીધો અને ૨૦ વર્ષની વયે ૬૦ વર્ષના રઘુનાથરાયની ભૂમિકા ભજવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. જીવનમાં માત્ર શૂન્યના સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કરનાર કલાકાર જિંદગીની ઉત્તરાવસ્થામાં પણ રંગભૂમિની સંગતની રંગતનાં સોનેરી સ્મરણોને સંભારતાં સંભારતાં ભાવિવભોર થઈ જાય છે. સંસ્થાના કલાકારો એકબીજા સાથે લાગણીના સંબંધોથી સંકળાયેલા રહેતા અને અન્યોન્યને સહાયક થતા. મારી મુલાકાતમાં મહેન્દ્રભાઈ મહેતાએ કહ્યું “જ્યારથી અર્થકારણ પ્રવેશ્યું ત્યારથી ગુજરાતી રંગભૂમિની અસલી રોનક અને અસબાબ ઊડી ગયો. રંગમંચ પર રમીને અમારે સમાજને સંદેશો આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો, મનોરંજન હતું પણ તે માત્ર મનોરંજન નહોતું, તેમાં જીવનના તાણાવાણાનાં તાદેશ્ય દૃશ્યો હતાં. તે દ્વારા જીવનપંથને પ્રેરક બનાવવાનો ખ્યાલ મુખ્ય હતો.’ મહેન્દ્ર મહેતાનો જન્મ દેરડી (કુંભાજી) પાસેના રાણાસીકી ગામે મોસાળમાં થયો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy