SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શાળાના વર્ગમાં દાખલ થયો. આવો દેખાવ કરીને આવેલા કિશોર પર માસ્તરની કરડી નજર પડી, તાડુક્યા પણ ખરા. છોકરાએ ન ડર અનુભવ્યો કે ન ‘તકલી’ ફેરવી પૂણી કાંતવાનું બંધ કર્યું. માસ્તરથી આ વાત પહોંચી હેડ માસ્તર પાસે. હેડ માસ્તરે કિશોરને પાઠ ભણાવવા સોટી સબોડી પણ બેડિયા દિલનો કસાયેલા બાંધાનો કિશોર ચુંકારોય કર્યા વગર તકલી ફેરવતો રહ્યો. એ સમય હતો ગાંધીયુગના ઉદયનો. ગાંધી ટોપી, તકલી, રેંટિયો આદર્શ અને આઝાદી હાંસલ કરવાનાં પ્રતીક થઈને પ્રતિષ્ઠા પામી રહ્યાં હતાં તે સામે સામ્રાજ્યવાદીના પગાર અને પેન્શન માટે નોકરી અને ચાકરી કરનારા પંગુ મનોવૃત્તિવાળાથી આ દેખાવ સહી શક્યો નહીં. હેડ માસ્તરની સોટી વીંઝાતી રહી ને કિશોર તકલી ફેરવતો રહ્યો. એ હતો રાજ્યના ઉપરી અધિકારી દયાશંકર ઠાકરનો દીકરો કમલેશ. કિશોર વયમાં એ ગાંધીરંગે રંગાઈ ગયેલો. વય વધતી ગઈ એમ એ આર્ય સમાજના સ્થાપક રાષ્ટ્રના જ્યોતિર્ધર સ્વામી દયાનંદ સરસ્વતીના ‘સત્યાર્થ પ્રકાશ' રાષ્ટ્રના પ્રેમની પ્રેરણાનાં પીયૂષનું પાન કરી લીધું. એ પછી વિદેશી ક્રાંતિઓનાં ઇતિહાસમાંથી પ્રાણ માટેનું અમૃત પણ પીધું. એની વૈચારિક પરિપક્વતા પાકવા માંડીને એક સમયે એ પૂરેપૂરી પાકી ગઈ. વાચન, વિચાર અને મનનમાં મગ્ન રહેનાર કમલેશને સંગીત અને કલાનો પણ શોખ. જામનગરમાં એક નાટક કંપની આવી. પારસી ગૃહસ્થ કાત્રકબાવા એના માલિક, સંચાલક સર્વેસર્વા. કમલેશ એમને મળ્યો. નાટકમાં જોયેલાં પાત્રોનો અભિનય કરી બતાવ્યો. પારસી શેઠ ખુશ થઈ ગયા. તેમને અભિનયની તાલીમ આપવી શરૂ કરી. ગણત્રીના દિવસોમાં જ આ યુવાન કલાકાર રંગભૂમિના કલાકાર તરીકે ઊભરી આવ્યો. પ્રેક્ષકોએ પ્રેમપુષ્પો વેર્યાં. તેમને વધુ પ્રોત્સાહિત થઈને પોતાની ભૂમિકા ભરપૂર ભાવ સાથે ભજવવા માંડી. રંગભૂમિના નટ તરીકે તેનું સ્થાન પ્રસ્થાપિત થઈ ગયું. ત્યાં તો દેશભરમાં આઝાદીનો જબરો જંગ જામ્યો. ક્રાંતિવીરને માતા છુપો આશ્રય આપી દેશભક્તિના પાઠ કરી રહ્યાં હતાં. તેમની જ પ્રેરણાથી કમલેશ ઠાકરે કલાક્ષેત્રને કોરાણે મૂકી માભોમની મુક્તિ કાજે મંડાયેલા મહાનદમાં ઝંપલાવ્યું. ક્રાંતિવીરમાં પોતાની પણ કેડી કંડારી છુપાતાં, સંતાતાં અનેક કાર્યક્રમોની યોજનાઓ કરી પરદેશી સત્તાને પડકારી. Jain Education International અને ભૂગર્ભમાંથી બહાર આવી તેમણે ગાયું કે “શિર જાવે તો જાવે માતની આઝાદી ઘર આવે. આગે કદમ આગે કદમ આગે કદમ યારો ફનાના પંથ પર આગે કદમ.” 336 કલા અને ક્રાંતિનો સુભગ સંગમ કમલેશ ઠાકરમાં સર્જાયો તે અનેક સંઘર્ષો કરતો રહ્યો ને અનેક સંકટો સહન કરતો રહ્યો બોલતી ફિલ્મનો સમય આવ્યો. કલાકારજીવનું તે તરફ ધ્યાન દોરાયું. હિન્દી ચિત્રપટના ધુરંધર ઈ. બિલિમોરિયા તેમને ચિત્રજગતમાં દોરી ગયા. ત્યાં તેમને રણજિત મુવિટોનનાં માલિક ચંદુલાલ શાહ, ગાયક અને અભિનેતા કુંદનલાલ સાયગલ, બલરાજ સહાની જેવા ફિલ્મજગતના જાજરમાન કલાકારો સાથે સંગતિ થઈ. એ યુગમાં નવી રંગભૂમિ અને અવેતન રંગભૂમિનો રંગ ઘૂંટાવા લાગ્યો. પુનઃ એમને રંગભૂમિનો રંગ લાગ્યો. ‘નરીમાન વેજટ' લોમેશ દેસાઈ અને નરહિર દેસાઈ સાથે આરાધના આરંભી. તેમાંથી ઇન્ડિયન પિપલ્સ થિએટરની ગુજરાતમાં પ્રભા પાથરવાની શરૂઆત કરી. ગુજરાતી ચિત્ર નિર્માણ શરૂ થયું. તેમાં ‘ગુણસુંદરી’ નામે ગુજરાતી ચિત્રમાં ‘ઠાકરશી અદા’ની યાદગાર ભૂમિકા ભજવી હતી. ભવાઈ વેશને નૂતન રીતે રજૂ કરીને તેમણે કલાના ક્ષેત્રે એક નવતર પ્રયોગ દિલ્હીમાં કરી બતાવ્યો. પંડિત નહેરુજીએ અભિનંદન આપ્યાં. કમલેશ ઠાકર કંઈને કંઈ નવું સર્જન કરવાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહેતા હતા. રંગભૂમિ, ચલચિત્રો, આકાશવાણી, કલાનું, સંવાદનું કોઈપણ ક્ષેત્ર હોય એમાં કમલેશભાઈની પ્રવૃત્તિનો પ્રયત્ન સદા પ્રસરતો રહેતો હતો. નિરાભિમાની નિરાડામ્બરી સહજતા અને સરળતા તેમના જીવનમાં જોવા મળતાં હતાં. આરંભના ગુજરાતી ચલચિત્રોમાં તેમનો અભિનય હંમેશાં યાદગાર રહેતો. કમલેશ ઠાકર રંગભૂમિનો રસિયો જીવ હતો. જ્યારે જૂની રંગભૂમિનો સૂર્ય સોળે કળાએ તપતો હતો ત્યારે તે કિશોરવયમાં દરેક નાટક જોવાનું ચૂકતા નહીં અને તે નાટકમાં રજૂ થતાં પાત્રોના અભિનયની આબેહૂબ રજૂઆત મિત્ર મંડળ વચ્ચે કરી બતાવતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે અમદાવાદમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy